________________
શારદા સરિતા
સ્વદેશ જવા રવાના થયા.
ધનશ્રીએ ધનદેવને સમુદ્રમાં ફેકે - વહાણ સ્વદેશ તરફ ચાલી રહ્યા છે. ધનશ્રી મનમાં વિચારે છે કે હવે તે પિતાને દેશ જઈ રહ્યા છીએ, એટલે ઘેર પહોંચ્યા પછી આને મારવાનું કામ ઘણું કઠીન બની જશે. મેં એને કાર્પણ પ્રયોગની ઔષધિ ખવાવી તેથી શરીર તે જીર્ણ થઈ ગયું છે પણ હજુ મરતે નથી. એ જીવશે ત્યાં સુધી મારા હૃદયમાં શલ્યની જેમ ખૂયા કરશે. માટે હવે જલ્દી એને કોઈ પણ રીતે મારી નાંખો. સમયની રાહ જોઈ રહી છે ત્યાં એક દિવસ મધ્ય રાત્રે ધનદેવ શૌચ જવા માટે ઉઠ ને ધનશ્રીને કહી દેહચિંતા માટે વહાણના પાટીયા ઉપર ગયે. ધનશ્રીએ જોયું કે આ લાગ સારો છે. અત્યારે બધા ભરઉંઘમાં છે. જે સમય ચૂકીશ તે ફરીને આવું કામ નહિ બને.
મધ્ય નિશા દિયા ડાલ નીર મેં કર દિલકે ફૌલાદ દૌડે બચાવે ચીખ પડી ફિર કુછ ઘટે કે બાદ,
હાય ગજબ લૂંટ ગઈ કે તે મુને મેરી ફરીયાદ હોતાધનદેવનું શરીર ખૂબ અશકત થઈ ગયું હતું. એ દેહચિંતા માટે વહાણના પાટીયા ઉપર બેઠો હતો ત્યાં પાછળથી જઈને કૃર હદયની ધનશ્રીએ ધક્કો મારી સમુદ્રમાં ફેંકી દીધે. પછી એને તે ખૂબ આનંદ થશે કે હાશ! શલ્ય ગયું. હવે હું નંદક સાથે સુખ જોગવીશ, એમ વિચાર કરતી. વહાણ આગળ વધ્યા. કલાક થયા પછી મોટા સ્વરે રડવાનું શરૂ કર્યું. કોઈ દોડેડ ગજબ થઈ ગયો એમ બેલતી રડતી જાય ને છાતી અને માથું કૂટે છે. માથાના વાળ તોડે છે ને જાણે તેને સાચેસાચું દુઃખ થયું હોય તે રીતે સ્વામીનાથ સ્વામીનાથ! બેલી મૂછ ગત થઇ જમીન પર ઢળી પડી. ધનશ્રીનું આકંઠ સાંભળી નંદક આદિ બધા માણસો દોડી આવ્યા. સોના મનમાં એમ થયું કે શેઠ ખૂબ બિમાર છે માટે એમનું કંઈ બની ગયું હશે. બધા માણસે ભેગા થઈ ગયા. ધનદેવને પથારીમાં ન જે એટલે ગદ્દગદ સ્વરે નંદકે પૂછયું. શેઠાણી શું થયું? શેઠ પથારીમાં કેમ નથી? કારણ કે જે મરણ પામ્યા હોય તો એનું શબ તે પથારીમાં હોવું જોઈએ ને? એટલે ધનશ્રી રડતી રડતી કહે છે શું વાત કરૂં? ધનદેવ શાચ જવા માટે અહીં બેઠા હતા ને અચાનક સમુદ્રમાં ગબડી પડ્યા. હું ઘણું દેડીને ગઈ પણ ત્યાં તો એ પડી ગયા ને મેં બૂમાબૂમ કરી અને તમે બધા દેડી આવ્યા.
આ સમાચાર સાંભળીને નંદકના દિલમાં ભયંકર આઘાત લાગ્યો અને એ ધનદેવની પાછળ સમુદ્રમાં ઝંપલાવવા તૈયાર થશે. એ એને પકડી રાખે. ખૂબ હિંમત આપીને કહ્યું– શેઠ તો ગયા ને તમે પણ આમ કરશે તે અમારું શું થશે? માટે તમે આવું ન કરે. ધનશ્રી કહે છે હે નેકરે! તમે શું બેસી રહ્યા છો? આ