________________
( શારદા સરિતા સાંભળતાં. વેરાવળના મહાજને ફરિયાદ કરી કે મહારાજા ! આપણા ગામના તળાવમાં જે માછલા પકડાય છે તે માછલા નહિ પણ અમારા પ્રાણ પકડાય છે. આવી હિંસા અમે નહિ જોઈ શકીએ. તરત રાજાને લખી દેવું પડ્યું કે તળાવમાં જે માછલા પકડશે તેને કડક શીક્ષા કરવામાં આવશે. રાજા પાસે મહાજનનું આટલું માન હતું એ શા માટે? વખત આવ્યે મહાજન રાજાને મદદ કરતું હતું. જ્યારે દુષ્કાળ પડે, હોનારત થાય એવા કટોકટીના પ્રસંગમાં મહાજન, વણિક વહેપારીઓ જેટલી મદદ કરી શકે છે તેટલી બીજા કઈ કરી શકતા નથી.
આજે કેટલાય જેને સત્તાની ખુરશી ઉપર બેઠા છે. પણ જ્યાં એકાંત પાપ થતાં હોય, હિંસાનું તાંડવ નૃત્ય કરતું હોય છતાં એમના દિલમાં દયા નથી આવતી, એ ઝુંબેશ ઉપાડતા નથી, શા માટે? જે કંઇક બેલીશું તો આ સત્તાની ખુરસી જતી રહેને? સાચે જેને જ્યાં એક કીડીના પણ પ્રાણ દુભાતા હોય ત્યાં ઉભે રહી શકે નહિ, તેના બદલે જ્યાં આટલી હિંસા થતી હોય ઢગલાબંધ મચ્છી ઉત્પાદન કરાવી તેના વેગન ને વેગન ભરીને પરદેશ મેકલવાના હોય આવી સત્તાની ખુરશી ભોગવે છે પણ કર્મ ઉદય આવે ભુક્કા બે લી જશે.
બંધુઓ ! તમને પાપબંધનરૂપી સંસારથી કંટાળે આવ્યો છે? બંધનમાંથી મુકત થવાની ભાવના જાગી છે? આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જાગી છે? જે અંદરમાં જિજ્ઞાસાનું બીજ વવાયું હશે તે વીતરાગ વાણીથી તમારું હૃદય ભીંજાઈ જશે. અંતરમાં જિજ્ઞાસાનું બીજ વવાયેલું હોય તે ઉપદેશ રૂપી જળ કામ કરે. જેના હદયમાં જિજ્ઞાસાનું બીજ નથી એવા આત્માને ગમે તેટલે ઉપદેશ આપવામાં આવે તે પણ એને રૂચ નથી. જ્ઞાની કહે છે કે જો તું સંસાર જેલથી કંટા હોય ને તને એમ લાગતું હોય કે આ સંસાર જેલમાંથી હવે મારે છૂટવું છે અને જે દુનિયામાં જન્મે છું તે દુનિયાથી ઉપર આવવું છે તો તું સાચો જિજ્ઞાસુ છે.
જેમ એક તળાવ હોય તેમાં દેડકા-માછલ-કાચબા વિગેરે હોય. માટી નદી કે દરિયો હોય તો તેમાં મગર પણ હેય ને કમળ પણ હોય. બધા તળાવમાં ઉત્પન્ન થયાં છે. બીજા છો તો પાણીમાં રહે છે ને તેમાં જીવે છે પણ કમળ પાણીમાં બેસી રહેતું નથી. બધાની સાથે રહેવા છતાં કમળ દિન-પ્રતિદિન પાણીમાંથી ઉપર આવવાને પ્રયત્ન કરે છે અને પાણીથી ઊંચું આવીને પિતાને વિકાસ કરે છે. કમળ ઉપર તે આવી જાય પણ એની દષ્ટિ સૂર્યના કિરણે તરફ હોય છે. જેવા તેના ઉપર સૂર્યના કિરણો પડે કે તરત કમળ ખીલી ઉઠે છે, તેમ આ સંસાર પણ એક તળાવ છે. તેમાં નારકી-તિર્યય-મનુષ્ય અને દેવ એમ ચાર પ્રકારના છેવો રહેલા છે. તેમાં તમારે કેના જેવું થવું છે? તળાવમાં રહેલા દેડકા અને માછલા જેવું બનવું છે કે કમળ જેવું