________________
૬૪૮
, શારદા સરિતા ફૂલ કતરેલું છે તે બીજી તરફ શું છે? એણે સિકકા ઉલટા તે બીજી તરફ જુદું ચિત્ર હતું. તે ચિત્રમાં એક મડદું છે ને તેને કાગડા અને ગીધડા કેચી રહ્યા છે. તે દશ્ય જોતાં માનવીનું હૃદય કંપી જાય તેવું હતું. સિકકાની એક બાજુ સુંદરમાં સુંદર ગુલાબનું ફૂલ છે અને બીજી બાજુ દષ્ટિ કરે તે મડદાં ઉપર કાગડા અને ગીધડા તૂટી પડ્યા છે ને મડદાને ફેલી રેલીને માંસના લેચા ખાઈ રહ્યા છે. જ્યાં ગુલાબનું ફૂલ કેરેલું છે ત્યાં લખ્યું છે કે “સુખ” અને બીજી બાજુ લખ્યું છે કે “દુઃખ”. આ સુખ અને દુઃખ બંને શબ્દ વાંચ્યા ત્યાં એમની નજર સિકકાની ધાર ઉપર ગઈ. ત્યાં લખ્યું હતું કે “સંસાર”. આ જોઈને તેને વિચાર થયો કે અહો ! આ સિકકામાં સંસારના સ્વરૂપનું દર્શન થયું સિકકે સંસાર છે. જેમ સિકકાની એક બાજુ સુખ ને બીજી બાજુ દુઃખ લખ્યું છે તેમ સંસારની એક બાજુ સુખ છે ને બીજી બાજુ દુઃખ છે. જીવન એક સિકકાના બે પાસા છે.
બંધુઓ ! આવા સંસારમાં માનવજન્મ પામીને કરવા જેવી કોઈ ચીજ હોય તો ધર્મ છે. ધર્મ-ધર્મના ઉચ્ચારો તે ખૂબ કર્યા પણ ધર્મના સ્વરૂપને સમજ્યા નહિ. આજે લકે ભગવાનના ભજન ખૂબ લલકારે છે એના ભજનના સૂર સાંભળીને બીજા લે કે ઘડીભર મુગ્ધ બની જાય છે. ને ગાનારનું માથું ધુણવા લાગે છે કે મારામાં કેવી ગાવાની કળા છે કે સાંભળતા લોકો મુગ્ધ બની જાય છે. તે કહે છે કે ભજન માત્ર લલકારવા માટે નથી પણ ગાઈને આચરણમાં ઉતારવા માટે છે. આજના ભકતે મોઢેથી ગાય છે પણ જીવનમાં કાંઈ હતું નથી, નરસિંહ મહેતાએ ભજન ગાયું છે કે
વૈષ્ણવજન તે તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે
પારકાની પીડા જાણે તે સાચે વૈષ્ણવ છે, દુઓને જાણીને મટાડે છે તે સાચે માનવ છે. અમે જ્યારે ગેંડવ ગયા ત્યારે રસ્તામાં અનેક વૃક્ષો જોયા અને વિશા લેવા માટેના એટલા જોયા ત્યારે ગ્રામવાસીઓને પૂછયું કે આવી સગવડવાળા રસ્તા અને વૃક્ષે બીજે અમે નથી જોયા ત્યારે પ્રજાએ ગેંડલના મહારાજાની સંભાવનાની જે વાત કરી ત્યારે એમ થઈ ગયું કે અગાઉના રાજા કેટલા પ્રમાણિક ને દયાળુ હતા.
આજે ભારત સ્વતંત્ર બન્યું પણ પ્રજાને કેટલે ત્રાસ છે? ભૂખ્યાની કઈ ખબર લેનાર નથી. બ્રિટીશેએ ભારત ઉપર રાજ્ય ચલાવ્યું પણ તેણે પ્રજા ઉપર આટલો જુલમ નથી કર્યો કે આટલી હિંસા નથી કરી. આજે તે ભારત જેવા પવિત્ર દેશમાં હત્યાકાંડ વધી ગયેલ છે વેરાવળ પાસે તળાવ છે ત્યાં શિલાલેખ છે કે અહીં કેઈએ આ તળાવમાં જાળ નાંખવી નહિ, ને માછલી પકડવા નહિ. આ શિલાલેખ કયાંથી આવ્યું હતું જ્યારે ખૂબ હિંસા થતી હતી ત્યારે મહાજન રાજા પાસે જતું, ને રાજા મહાજનની વાત