________________
શારદા સતા
એને કઈ પણ પ્રકારે મારી નાંખો તે આ બધી સંપત્તિના સ્વામી બની કે અન્ય સ્થળે આપણે ચાલ્યા જઈએ ને આનંદથી સુખ ભોગવીએ. ત્યારે નંદક કહે છે તે સ્ત્રી! મહાપાપ કર્મના ઉદયથી તારા પ્રેમમાં ફસાયો છું એ લેકવિરૂદ્ધ છે. શેઠ મારા મિત્ર છે. એમને મારા ઉપર મહાન ઉપકાર છે. એમને મારી નાંખવાને તારો વિચાર તદ્દન અયોગ્ય છે. મારાથી એ કામ બનશે નહિ. એટલે ધનશ્રી ઢીલી પડી ગઈ ને મનમાં વિચાર કર્યો કે મારા આ કાર્યમાં નંદક મને સહાય નહિ કરે તે પણ મારે એને જીવતો રાખ નથી. વૈરાનુબંધ કેવું કામ કરે છે! ભવોભવ અગ્નિશમને જીવ છેષી અને ગુણસેનને આત્મા ગુણી હોય છે. હવે ધનશ્રી ધનદેવને મારી નાંખવા જેવું કાવત્રુ રચશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં ૭૩ વિષય:-કમળની જેમ સંસારથી બહાર આવો ભાદરવા વદ ૧૨ ને રવિવાર
- તા. ર૩-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
અનંતજ્ઞાની મહાન પુરૂષ જગતના જીવોને જાગૃત કરતાં કહે છે હવે તે જાગે, ક્યાં સુધી મેહનિદ્ર માં ઉંધ્યા કરશે? આ મનુષ્યનું જીવન ખીલેલા ફૂલ જેવું છે. ફૂલ જેમ ખીલીને કરમાઈ જાય છે તેમ જેને જન્મ છે તેનું મૃત્યુ અવશ્ય છે. મનુષ્યનું આયુષ્ય અલ્પ છે. માટે સમજીને સમયનો સદુપયોગ કરે, ને સાચા સુખની પ્રાપ્તિ કરી લે. સુખ અને દુઃખને કર્તા પિતાને આત્મા છે.
अप्पा कत्ता विकत्ताय, दुहाणय सुहाणय । अप्पा मित्तम मित्तं च, दुपट्टिय सुपट्ठिओ।
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૩૭. અમે સુખ અને દુઃખને પ્રાપ્ત કરનાર છે. સાચા માર્ગે લઈ જનાર આત્મા મિત્ર છે ને દુરાચારના માર્ગે લઈ જનાર આત્મા શત્રુ છે તેથી આપણે આત્મા સુખદુઃખને ક્ત અને ભકતા છે.
अप्पाणइ वेयरणी, अप्पा मे कूड सामली अप्पा कामदुहा घेणू, अप्पा मे नंदणवनं । -
ઉત્ત. સૂ અ. ૨૦, ગાથા ૩૬ છે. આત્મા વૈતરણી નદી સમાન છે. આત્મા કુટશાલ્મલી વૃક્ષ સમાન છે. આત્મા કામધેનુ ગાય સમાન છે કે આત્મા નંદનવન જેવું છે.