________________
શારદા સરિતા
હતી. સરળ હૃદયને ધનદેવ એના પટને કળી શકતો નથી. આ રીતે વહાણ આગળ ચાલ્યું જાય છે. પ્રવાસ કરતાં બે મહિને તે બધા તામ્રલિપ્તી નગરીમાં પહોંચી ગયા. ત્યાં જઈ ધનદેવ ઉત્તમ પ્રકારનું ભેટશું લઈ ત્યાંના રાજાની પાસે ગયે. રાજાએ તેની ભેટ સ્વીકારી અને સારે સત્કાર કર્યો. વ્યાપારની કળામાં કુશળ એવા ધનદેવે ત્યાં વહેપાર કરે શરૂ કર્યો. બે મહિના ત્યાં રોકાયા પણ વહેપારમાં જેટલું લાભ થશે જોઈએ તેટલે લાભ થયે નહિ. ત્યારે ધનદેવે વિચાર કર્યો કે હું પરદેશ આવ્યા પણ મારા મનની ઈચ્છા પ્રમાણે ખૂબ ધન પ્રાપ્ત કરું તો મારી સફર સફળ થાય. માટે હવે અહીંથી બીજા કેઈ મોટા શહેરમાં જાઉં. આમ વિચાર કરી તેણે પિતાને વિચાર ધનશ્રી તથા નંદકને જણાવ્યું. ત્યારે કપટી હૃદયની ધનશ્રીએ ધનદેવને બીજા દેશમાં જવાની સંમત્તિ આપી. એટલે ધનને અભિલાષી ધનદેવ બીજા દેશમાં જવા તૈયાર થયા. બંધુઓ!, આ ધનદેવને પૈસા કમાઈ તિજોરી ભરવી ન હતી પણ પિતાની જાતમહેનતે ધન મેળવી ગરીબોને દાન દેવું હતું. એટલા માટે તેણે આ મુસાફરી ખેડી હતી.
- ધનશ્રી અને નંદકની સલાહ લઈને ધનદેવ બીજા દ્વીપમાં જવાની તૈયારી કરવા બંદર ઉપર આવ્યું. મજુરો દ્વારા તે પિતાના વહાણમાં માલ ભરાવી રહ્યો હતો.
“મહેશ્વર દત્તને ઉદ્ધાર બધા મજુર વહાણમાં માલ ભરી રહ્યા હતા તે વખતે ધનદેવ દરિયા કિનારે આંટા મારતું હતું. તે વખતે એક ગભરાયેલો યુવાન ત્યાં દેડો આવ્યો ને વળીવળીને પાછું જેવા લાગ્યો. આ જોઈને ધનદેવ સમજી ગયા કે આ કોઈ ઉચ્ચ કુળને યુવાન છે. પણ એના માથે કઈ આક્ત આવી લાગે છે. ભયને માર્યો આબે લાગે છે. આવીને કહે છે ભાઈ મને બચાવે....બચાવે....મારી પાછળ જુગારી લોકોનું મોટું ટેળું આવે છે તે હમણાં આવશે ને મને મારી નાંખશે, ત્યારે ધનદેવ કહે છે ભાઈ! તમે ખાનદાન-ઉચ્ચ કુળના હે તેમ લાગે છે. ને જુગારી માણસનું ટેળું તમારી પાછળ શા માટે પડયું છે? ત્યારે કહે છે ભાઈ! મારું વૃત્તાંત ખૂબ અધમ કેટીનું છે. જાણવા જેવું નથી. ધનદેવે કહ્યું. ભલે જેમ હોય તેમ પણ તમે મને વાત કરે તે હું તમારું બધું દુઃખ દૂર કરીશ એમ કહી તેને વહાણમાં સંતાડી દીધે.
આગન્તર સુન મધુર વચનકે બેલા હૈ કરજેડ, જુવા ખેલમેં હસે જયાદા, હાર ગયાકર હેડ, ઘરકા ધન સબ બે બૈઠ, રહી સેલહ ઔર દિનાર.
ઉસે ચુકાનેકા નહિ સાધન, ઉસકા પડા વિચાર હો..શ્રોતા
ધનદેવના કમળ વચન સાંભળીને આવનાર માણસ કહે છે ભાઈ! તમે ખૂબ પવિત્ર છે ને હું મહાન પાપી છું. હું જુગાર રમવામાં ભાન ભૂલ્યા. મારી પાસે જે