________________
શારદા સરિતા
૬૪૫ કંઈ ધન હતું તે બધું જુગારમાં હારી ગયે. બધું ધન હારી ગયે છું. મારી પાસે કંઈ નથી ને સોળ દિનારનું દેણું બાકી છે તે લેવા તે લકે મારી પાછળ પડયા છે. ધનદેવ કહે છે ભાઈ! તું હમણાં શાંતિથી બેસ. હું તારી ચિંતા દૂર કરીશ. જુગારીયાઓનું ટોળું તરત ત્યાં આવ્યું. તેમણે આવીને ધનદેવને કહ્યું પેલે માણસ હમણાં અહીં આવ્યો હતો તે કયાં ગયે? ધનદેવ કહે છે તમારે એનું શું કામ છે? ત્યારે કહે છે એની પાસે ૧૬ દિનારનું લેણું છે તે લેવા આવ્યા છીએ. ત્યારે ધનદેવ કહે છે લે આ ૧૬ દિનાર લઈને ચાલતા થઈ જાવ. સેળ દિનાર લઈ જુગારીયા ચાલતા થઈ ગયા એટલે ધનદેવ કહે છે.
હે મહાનુભાવ! તારું નામ શું છે? તું ક્યાં રહેવાસી છે ને આ દુઃખી કેમ થઈ ગયો છે? આ રીતે પાસે બેસાડીને ધનદેવે તેને પૂછ્યું ત્યારે કહે છે હું કુસુમપુર નગરમાં વસતા રૂદ્રને પુત્ર છું. ધન કમાવા અહીં આવ્યો હતો પણ મારા પાપકર્મના ઉદયે જુગારીઓના ફંદામાં ફસાઈ ગયે. ઘેરથી કેડની સંપત્તિ મારા પિતાએ આપી હતી તે બધી જુગારમાં ફના થઈ ગઈ છે. જો તમે મને બચાવ્યા ન હતા તે દરિયામાં ડૂબકી મારવાનો વખત આવ્યો હતો. તમારે મારા ઉપર મહાન ઉપકાર છે. આપ મારા જીવનદાતા છે એમ બેલતાં તેની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે ધનદેવે તેને આશ્વાસન આપતાં કહ્યું ભાઇ! જે થયું તે થયું. ગઈ ગુજરી ભૂલી જા ને હવે ફરીને કદી જુગાર ન રમો, કઈ ખરાબ માણસને સંગ ન કરે, દારૂ ન પીવે એવી પ્રતિજ્ઞા કર. કારણ કે એ મહાન અનર્થકારી છે. ખૂબ સમજાવ્યું એટલે મહેશ્વરદત્ત પ્રતિજ્ઞા કરી કે હવે કદી જુગાર નહિ રમું, પરસ્ત્રીગમન નહિ કરું. બસ, આજે આપને સમાગમ થતાં મારું જીવન સુધરી ગયું. આ રીતે ખૂબ આભાર માન્ય. ધનદેવ કહે છે ભાઈ! તું ખુબ ભૂખે લાગે છે? તે તું નાહી ધોઈને સારા વસ્ત્ર પહેરીને જમી લે. તેને જમાડીને તેને ખૂબ સત્કાર કર્યો. ધનદેવને ખૂબ આભાર માનતો મહેશ્વરદત્ત ત્યાંથી રવાના થયે. તેણે વિચાર કર્યો કે હવે મારે ઘેર જવું નથી. હવે તે મારા આત્માનું કલ્યાણ કરવું છે. કારણ કે ધન વિના મારી કિંમત નથી. વળી ધન મેળવતાં અનેક પાપ કરવા પડે છે, તે મારે એવું ધન મેળવવું નથી. આવો મનુષ્યભવ ફરીફરીને મળવા મુશ્કેલ છે. તે આલેકમાં ને પરલોકમાં કલ્યાણકારી ધર્મની. આરાધના કરું એમ વિચારી ઘેર પાછો ન જતાં જેન મુનિને સમાગમ થવાથી પંચમહાવ્રતધારી સાધુ બન્ય.
ધનશ્રીની દુષ્ટ ભાવનાઃ- ધનદેવ બીજા દ્વીપમાં ધન કમાવા માટે જવાની તૈયારીમાં પડયો હતો. વચમાં મહે“વરદત્તનો પ્રસંગ બની ગયો. તે દરમ્યાન ધનશ્રીએ નંદકને કહ્યું આપણે કંઈ વહાણમાં જવું નથી. મને એના પ્રત્યે બિલકુલ પ્રેમ નથી. તમે