________________
શારદા સરિતા
૬૪૧
'संसारे निवसन् स्वार्थसज्ज : कज्जल वेश्मनि ।
लिप्यते निखिलो लोक : ज्ञाने सिध्धो न लिप्यते ॥ - કાજળની કોટડી જેવા સંસારમાં રહેતા સ્વાર્થમાં અંધ બનેલા કમના લેપથી લેપાય છે પણ જ્ઞાન વડે પરિપૂર્ણ આત્મા લેપતે નથી. બંધુઓ! આ સંસાર એ કાજળની કોટડી જેવો છે. તેની ભીંતે કાજળથી લેપાયેલી છે. એની છત કાજળથી ભરેલી ને એનું ભોંયતળિયું પણ કાજળથી ખરડાયેલું છે. જ્યાં સ્પર્શ કર્યો ત્યાં બધે કાળું ને કાળું. હાથ પગ ને કપડા પણ કાળા થાય. કારણ કે કેટલી કાજળની છે. તમે કદાચ એમ કહેશે કે ભલે અમે કાજળની કોટડીમાં રહીએ પણ સાવધાનીપૂર્વક રહીએ તે કાળાશને ડાઘ ન લાગે. ભાઈ! જ્યાં જુઓ ત્યાં કાજળ ભર્યું છે ત્યાં તમે કેવી રીતે સાવધાનીથી રહેશે? સંસારમાં એવું કયું કાર્ય છે કે જ્યાં જીવ કર્મોના કાજળથી લેપાય નહિ.
આત્માને ભલે ભાન ન હોય કે શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શના સુખેની પાછળ દેડવામાં હું કર્મોના કાજળથી લેપાઈ રહ્યો છું પણ એ લેપાય છે જરૂર પ્રતિસમય આયુષ્ય વજીને સાત કર્મોના લેપથી જીવ લેપાઈ રહ્યો છે. આ કર્મોને લેપ ચર્મચક્ષુઓથી જોઈ શકાય તેમ નથી. એને જોવા માટે કેવળજ્ઞાનની દિવ્યદ્રષ્ટિ જોઈએ. ક આત્મા કાજળથી લેપાત નથી! જ્ઞાની કહે છે કે “જ્ઞાન સિધ્ધ ન લિયતે." જ્ઞાનસિદ્ધ આત્મા કાજળની કેટડી જેવા સંસારમાં વસવા છતાં તેમાં લેપાતું નથી. આત્માને જ્ઞાનરૂપી રસાયણથી રંગી દેવામાં આવે તે કર્મોનું કાજળ તેને સ્પશી શકે નહિ, જેમ કમલપત્ર ઉપર જલબિંદુઓ ટકી શક્તા નથી ને જલબિંદુઓથી કમલપત્ર લેપાતું નથી તેમ આત્મા પણ કર્મકાજળથી લેપાત નથી. જ્ઞાન રસાયણથી આત્મામાં એવું પરિવર્તન આવે છે કે કર્મકાજળ તેને સ્પશી શકતું નથી.
જમાલિકુમારને તેમની માતાએ કેટલા પ્રભને અપ્યા. પહેલાં તે પિતાને પુત્ર પ્રત્યે કેટલે મોહ છે તેનું વર્ણન કર્યું. પછી તેની પત્નીની સાથે સુખ ભોગવવાની વાત કરી તેથી ન માન્યા ત્યારે સંપતિનું પ્રલેભન આપ્યું. તેમાં પણ ન લેપાયો ત્યારે માતા-પિતા સમજ્યા કે આ દીકરે હવે આપણે રેકે શેકાવાને નથી ત્યારે માતાએ શું કર્યું - तएणतं जमालि खत्तियकुमारं अम्मयाओ जाहे णा संचाएति विसयाणु लोमाहि बहूहि आधवणेहिं पन्नवणाहि य सन्नवणा हि य विनवणाहिय आघवेत्तए वा पन्नवेत्तएवा साहे विसय पडिकूलाहि संजमभयुब्वेयण, कराहि पन्नवाहिं पन्नवेमाणा एवं वयासी