________________
શારદા સરિતા
૬૩૯ અનંતકાળનું દુઃખ ઉભેલું છે. બીજી રીતે વિચાર કરીએ તે બાસુખ અસ્થિર છે ને તેમાં ક્ષણેક્ષણે પરિવર્તન થતું રહે છે.
બંધુઓ! વિચાર કરે. સુખ ક્યાં છે? સુખ ઈન્દ્રિયોના વિષયમાં છે? જડ પદાર્થોમાં છે? ભૌતિક સુખમાં છે? કયાં છે? આજે તમે સુખ મેળવવા દુનિયાની પેલે પાર જાવ છે. દેશ છેડી વિદેશ જાવ છો પણ સુખી થયા? કદાચ સુખ મળ્યું તે તે એકપ્રદેશી છે. સર્વપ્રદેશી સુખ નથી મળ્યું. જે સુખ સર્વ પ્રદેશ છે ને કદી નષ્ટ થનાર નથી તે સુખ આત્મામાં છે. કયાંય બહાર શોધવાની જરૂર નથી. જેમ સાકરની મીઠાશ સાકરમાં, દીપકને પ્રકાશ દીપકમાં, ફૂલની ફેરમ ફૂલમાં રહેલી છે તેમ આનંદ અને સુખ પણ આત્મામાં રહે છે. એક કવિએ રૂપક બતાવ્યું છે. સ્વર્ગમાં રહેલા દેવને વિચાર થયે કે આજનો માનવી ચારે તરફ સુખ માટે ફાંફા મારે છે, તે આપણે સુખને એવી જગ્યાએ મૂકી દઈએ કે મનુષ્યને જલ્દી એ સુખ મળે નહિ. ખૂબ વિચાર કરતાં દેને લાગ્યું કે માણસ સ્વર્ગમાં પણ પહોંચી જાય છે. આકાશ કે પાતાળમાં સુખને મૂકીએ તે ત્યાં પણ પહોંચી જશે. આપણે એવું સ્થાન શોધી નાંખીએ કે જ્યાં જલ્દી ન પહોંચી શકે. એમ વિચારી દેવએ એમની સભામાં નિર્ણય કર્યો કે સુખને રાખવા માટે બીજું કઈ સ્થાન શોધવાની જરૂર નથી. એના હૃદયમાં (અંતરાત્મામાં) સુખ મૂકી દે તે મનુષ્ય એને સહેલાઈથી મેળવી શકે નહિ. એટલે એ મનુષ્યના હૃદયમાં સુખ મૂકી દીધું.
વિચાર કરો. આ તે એક રૂપક છે. સુખ પિતાના અંતરમાં છે પણ માનવી કયાં શોધી રહ્યા છે. સુખ અંતરમાં પડયું છે કે માનવી શેધે છે બહાર. કસ્તુરીયા મૃગ જેવી માનવીની દશા છે. પિતાની નાભિમાં કસ્તુરી હોવા છતાં એને ભાન ન હોવાથી કસ્તુરી મેળવવા વનેવને ભટકે છે. ભૂખે ને તરસ્ય અંતે મરણને શરણ થાય છે તેમ માનવીની પણ આવી દશા છે. સુખ પોતાની પાસે છે તેનું ભાન ન હોવાથી એ સુખ મેળવવા આકાશ-પાતાળ એક કરે છે પણ જ્ઞાની કહે છે એ તે તારા આત્મામાં રહેલું છે. જે સાચું સુખ જોઈતું હોય તો પરવસ્તુમાં રહેલા સુખને જે સુખ માને છે તે બેટી કલ્પના મનમાંથી કાઢી નાંખે. સ્વમાં સુખ છે ને પરમાં દુખ છે આટલી વાત તમારા મગજમાં ઘૂંટાઈ જાય તે સાચા સુખને અનુભવ કરી શકાય. બાકી તે આ સંસારમાં ક્ષણેક્ષણે સુખ ને દુઃખના પડછાયા આવતા રહેવાના. જ્યાં સુધી સ્વમાં સ્થિર નહિ બને, આત્મસમાધિ નહિ કેળવે ત્યાં સુધી સાચું સુખ નહિ મળે એ વાત નકકી છે.
એક વખત એક શેઠ ભોજન કરવા બેઠા છે. ચાંદીના થાળમાં ભાતભાતની રસોઈ પીરસાઈ છે. શેઠાણ વીંઝણ વીંઝી રહ્યા છે ને શેઠને પ્રેમથી જમાડે છે. શેઠ સ્વાદિષ્ટ ભજન જમી રહ્યા છે તે સમયે શેઠ કહે છે આપણે કેવા સુખી છીએ! આખા