________________
શારદા સરિતા
સ્ત્રીગમનની ઈચ્છા કરી તે પણ રાવણ રાખમાં રોળાઈ ગયે. પરસ્ત્રીગમનની ઈચ્છા માત્રથી પણ આવા હાલ થાય છે તો જે પરસ્ત્રીગમન કરે તેની દશા કેવી થાય ? માટે તું પરસ્ત્રીગમન કદી કરીશ નહિ. કદી જુગાર રમીશ નહિ. નાટક-સિનેમા અને સરકસ જોવામાં બેટા પૈસાને વ્યય કરીશ નહિ. રસેન્દ્રિયને લલુપ બની સ્વાદને ગૃદ્ધિ બનીશ નહિ. આ ચાર વાતે તું ધ્યાનમાં રાખજે અને તને જ્યાં સંતને વેગ મળે ત્યાં તેમના દર્શન કરી વ્યાખ્યાન વાણુને લાભ લેવાનું ચૂકીશ નહી અને દરરોજ સમય કાઢીને સામાયિક કરજે. તારા પુરૂષાર્થ અને પુણ્ય યોગથી તું અઢળક સંપત્તિને સ્વામી બનીશ. ધર્મ તારૂં સદા રક્ષણ કરશે. પણ તું તારા કુશળ સમાચાર અમને દેતે રહેજે, જેથી અમારા આત્માને શાંતિ થાય. પત્ર લખવામાં જરાપણુ આળસ કરીશ નહિ. આ રીતે માતા-પિતાએ તેને ખૂબ શિખામણ આપી અને અંતરના આશીર્વાદ આપ્યા.
માત-પિતાની હિતશિખામણ હદયમાં ધારણ કરીને જવાનો સમય થતાં ધનદેવ માતા-પિતાના ચરણમાં નમન કરી નંદક તેમજ તેની પત્ની ધનશ્રી, દાસ-દાસી, મેકર ચાકરે અને ઘણાં વહેપારીઓ સાથે વહાણુમાં બેઠે. જાણે પોતે માટે સાર્થવાહ હેય તે લાગતું હતું.
ધનદેવના વહાણ ઉપડયા. પિતાના દીકરાને કહી તેમણે બહારગામ મક ન હતા. આજે પુત્રને પરદેશ જતાં જોઈ તેને ખૂબ આઘાત લાગે ને મૂછ ખાઈને ધરતી ઉપર ઢળી પડી. થોડીવારે મછી વળી એટલે દૂર સુધી પુત્રના વહાણને જતાં જોઈ રહી. જ્યારે વહાણ દેખાતું બંધ થયું ત્યારે માતા-પિતા, સગાસબંધીઓ રડતા હૃદયે સૌ સૈના સ્થાને ચાલ્યા ગયા. ધનદેવના માતા-પિતાને પુત્ર વિના ઘર સુનું સુનું લાગે છે. ક્યાંય ચેન પડતું નથી. અહીં ધનદેવ-ધનશ્રી અને નંદક ખૂબ આનંદથી રહે છે. ધનશ્રી અને નંદક બંને ઉપરથી ખૂબ પ્રેમભર્યો વર્તાવ રાખે છે. તેમના વહાણ આગળ વધતા જાય છે. હવે ધનશ્રી તે ધનદેવને નાશ કેવી રીતે કરૂં તેને વિચાર કરી રહી છે. બધી સંપત્તિને સ્વામી તેને પ્રેમી નંદક બની જાય અને પોતે ઈચ્છાપૂર્વક સુખ ભોગવી શકે તેવા વિચારોમાં રમણતા કરે છે. હવે મનમાં કેવા ઘાટ ઘડે છે ને તેઓ તામ્રલિપ્ત નગરી પહોંચશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ખંભાત સંપ્રદાયના સ્વ. ગચ્છાધિપતિ, મહાન ઉગ્રતપસ્વી, ચારિત્રસંપન્ન પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની નિમેલી પુણ્યતિથિ હોવાથી પૂ. મહાસતીજીએ પૂ. ગુરુદેવના ચારિત્રની સુવાસથી મઘમઘતા જીવનચરિત્રનું સુંદર વર્ણન કર્યું હતું અને તેમના જીવનના ઉત્કૃષ્ટ આદર્શ એવા સુંદર રજુ કર્યા હતા કે જનતા સાંભળતા મુગ્ધ બની ગઈ હતી. અંતમાં પૂ. મહાસતીજીએ શ્રોતાજનોને એ ટકોર કરી હતી કે પૂ. ગુલાચંદ્રજી મહારાજ સાહેબના ગુલાબ જેવા મહેંક્તા ચારિત્રમય જીવનમાંથી સદ્દગુણ ગ્રહણ કરશું તે આપણું પણ કલ્યાણ થશે.