________________
૬૧૨
શારદા સરિતા ટૂંકમાં એટલે સાર છે કે જગતના તમામ સુખ પુણ્યથી મળે છે ને પુણ્ય ધર્મથી થાય છે. એટલે બધા સુખનું મૂળ ધર્મ છે. એ વાત સત્ય અને નિશંક છે. આટલું જે તમારા હૃદયમાં બરાબર ઠસી જાય તે પૈસા પ્રત્યે જીવને જેટલો પ્રેમ છે તેના કરતાં અધિક પ્રેમ ધર્મ પ્રત્યે જાગે ને ધર્મ ખુબ ગમે આવી સમજણપૂર્વકને ધર્મ કરતાં તમને ખૂબ ઉત્સાહ આવશે ને પ્રેમથી તમે ધર્મ કરશે. પણ એક વાત જરૂર સમજી લેજે કે ધર્મની આરાધના જેવી માનવભવમાં કરી શકશે તેવી બીજા ભવમાં નહિ કરી શકાય. માનવભવ એ ધર્મ આરાધના કરવાની અમુલ્ય તક છે. આવી અમુલ્ય તક હાથમાંથી કેણ જવા દે? પૈસા કમાવાની તક હાથમાંથી ચાલી જાય તે તમને કેટલે અફસેસ થાય છે ! તેમ જ્ઞાની કહે છે. આત્માના નાણા કમાવાની તક ને હાથમાંથી ચાલી જાય તે તમને કેટલો અફસોસ થે જોઈએ!
શુદ્ધ ભાવથી આ મનુષ્યજન્મમાં ધર્મની આરાધના કરી લો. આ અવસર ફરી ફરીને નહિ મળે. અવસર ગયા પછી ગમે તેટલે પશ્ચાતાપ કરશે તો પણ પાછો નહિ મળે. માટે સમયની કિંમત સમજીને ધર્મની આરાધના કરી લો. ધર્મની આરાધના કરવાથી મહાન લાભ મળે છે.
જમાલિકુમારે એક વખત પ્રભુની વાણી સાંભળી અને તેઓ વૈરાગી બની ગયા. એમની માતા કહે છે હે દીકરા ! તું અમને સમજાવે છે તે ઠીક છે પણ તારી નવયુવાન પત્નીઓનું શું થશે? એ તારા વિના કેમ જીવી શકશે? ત્યારે જમાલિકુમાર કહે છે માતા. કદાચ મારું આયુષ્ય પૂર્ણ થઈ જશે તો તારી પુત્રવધૂઓ શું કરશે? કોને ખબર છે કેણ પહેલું જશે? હજુ જમાલિકુમાર શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર: પહેલા ભવમાં ગુણસેન અને અગ્નિશર્મા વૈરભાવમાં જોડાયા હતા અને એ ભવના વૈરના કારણે બીજા ભવમાં સિંહરાજા પિતા અને આનંદકુમાર પુત્ર તરીકે ઉત્પન્ન થયા હતા. ત્રીજા ભવમાં જાલિની માતા અને શિખીકુમાર પુત્રપણે અવતર્યા હતા.
બંધુઓ! ગુણસેનનો આત્મા પુણ્યવંત છે ને અગ્નિશમને આત્મા પાપી છે. ગુણસેન સિંહરાજા અને શિખીરૂપે જન્મ પામેલો જીવ ભવભવમાં અજબ સમતા રાખી આત્મસાધના કરે છે. તેના ફળરૂપે તે દેવલોકમાં જાય છે અને અગ્નિશમ-આનંદ અને જાલિનીને આત્મા ત્રણે ભવમાં અત્યંત ક્રૂર બની પાપકર્મો કરી વારંવાર નરકગતિમાં જાય છે. આ ઉપરથી તમે સમજી શકે છે કે જીવ જેવા કર્મો કરે છે તેવા ફળ તેને અવશ્ય મળે છે. મલિન હદયની જાલિની માતાએ હૃદયમાં શલ્ય રાખી મુનિને કપટ કરીને વિષમિશ્રિત લાડુ વહરાવ્યા ને પવિત્ર મુનિની હત્યા કરી પાપમાં વધારો કર્યો. લોકોમાં • વાત બહાર પડી કે જાલિનીએ લાડુ વહેરાવ્યા અને તે આહાર કરવાથી મુનિ કાળધર્મ પામ્યા. એટલે તેને થયું કે લેકે મને ચૂંટી ખાશે અને હું શું જવાબ આપીશ!