________________
૬૨૦
શારદા સરિતા પ્રેમ હતું એટલે તેની સાથે કુચાલે ચાલતી હતી. પતિ પ્રત્યે બિલકુલ પ્રેમ ન હતું પણ નંદક પ્રત્યે તેને ગાઢ પ્રેમ હતો. ધનદેવ પરદેશ ધન કમાવા જાય છે તે સમાચાર ધનશ્રીના જાણવામાં આવ્યા, એટલે એના મનમાં થયું કે ઠીક થયું. હવે એ જશે એટલે નદકની સાથે મનમાન્યા સુખ ભગવાશે, પણ નંદક સાથે વાત થતાં ખબર પડી કે તે પણ ધનદેવની સાથે જનાર છે એટલે હવે ધનશ્રી કેવું કપટ કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૭૦ ભાદરવા વદ ૯ ને ગુરૂવાર
તા. ૨૦- ૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત કરૂણાના સાગર ભગવંત જગતના જીવોના કલ્યાણ માટે દાંડી પીટાવીને કહે છે હે ભવ્ય છે ! આત્મસાધનાની અમૂલ્ય તક જાય છે. તમે જીવનમાં બધું પ્રાપ્ત કરી શકશે પણ જીવનમાંથી જે અમૂલ્ય ઘડી અને પળે જાય છે તે પાછી મેળવી શકશે નહિ. આપણુ ભગવંતે ઘડીની કિંમત આંકી છે. એથી અધિક આગળ વધીને મિનિટ અને એથી આગળ વધીને સમયની કિંમત આંકી છે. સમાં જોય માં મા પમાયણ પિતાના પટશિષ્ય ગૌતમસ્વામી જેવા પુરૂષને પણ કહી દીધું કે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ કરવા જેવો નથી. મનુષ્ય જીવનની ક્ષણ કેહીનુર હીરા કરતાં પણ કિંમતી છે.
ભગવતી સૂત્રના નવમા શતકના તેત્રીશમા ઉદ્દેશામાં જમાલિકુમારને અધિકાર ચાલે છે. જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળી વૈરાગ્યના રંગે રંગાયા છે. તે માતાની પાસે આવીને કહે છે હે માતા ! મારી એકેક ક્ષણ અમૂલ્ય જાય છે, મને દીક્ષાની આજ્ઞા આપ તે આજન્મ-જરા અને મરણની સાંકળ તોડીને સંયમની સાધના કરવા પ્રભુ મહાવીરના ચરણમાં જીવનનૈયા ઝુકાવી દઉં. ચારિત્ર વિના ત્રણ કાળમાં આત્માની સિદ્ધિ થવાની નથી ને આત્મશુદ્ધિ વિના કેવળજ્ઞાન થવાનું નથી. પણ મેહઘેલી માતા જુદી જુદી રીતે જમાલિકુમારને સમજાવે છે. પ્રલોભન આપે છે, ગઈ કાલે કહ્યું હતું કે એની માતાએ કહ્યું કે હે દીકરા ! તું આ ઉત્તમ કુળની સૌદર્યવાન રાજકુમારીઓ જે અબજોને દાયજો લઈને આવી છે તેમની સાથે સંસારસુખની મઝા માણી લે. ત્યારે જમાલિકુમારે માતા-પિતાને જવાબ આપ્યો કે હે માતા-પિતા! તમે મને જેની સાથે રહી સુખ ભોગવવાનું કહે છે તે રમણીઓના રૂપ ગમે તેટલા સુંદર હેય પણ અંદરમાં શું ભરેલું છે? ઉપર ચામડીનું સુંદર ખોળિયું મહ્યું છે, બાકી અંદર તે અશુચીને ઢગલે છે. આ યુવાની તે સંધ્યાના ખીલેલા રંગ જેવી છે. વળી એ સ્ત્રીઓ