________________
શારદા સરિતા
૬૨૯ સેવા કરજે. પતિના આવા વચન સાંભળીને કપટી ધનશ્રી કહે છે સ્વામીનાથ! આપની વાત સત્ય છે. માતા-પિતા પ્રત્યે મને ખૂબ પ્રેમ છે. પણ જો તમે મને મૂકીને ચાલ્યા જશે તે હું મારા પ્રાણ છોડી દઈશ. એમ બેલીને ઉંચા સાદે રૂદન કરવા લાગી. આ સાંભળીને ધનદેવની માતા શ્રીદેવી ત્યાં દેડી આવ્યા. એટલે ધનશ્રી બહાર આવી. શ્રીદેવી પૂછે છે બેટા! શું છે? મારા દીકરાએ કંઇ કહ્યું છે? મારે ધનદેવ કદી ઉંચા સ્વરે બોલે તેવો નથી. વહુને પૂછે છે પણ એ તે રડવામાંથી ઉંચી આવતી નથી. ત્યારે ધનદેવને પૂછે છે કે શું છે? ત્યારે કહે છે બા ! એને મારી સાથે આવવું છે. મેં કહ્યું કે તું માતાની સેવા કરજે એટલે રડે છે. વહુને ખૂબ સમજાવી પણ એને પતિની સાથે જવું છે તેને નિર્ણય જાણુને કહે છે બેટા ! તું અમારી ચિંતા ન કરીશ, પણ ધનશ્રીને સાથે લઈ જા, એટલે એને શાંતિ થાય. માતાએ ધનશ્રીને સાથે લઈ જવાની રજા આપી, પણ એને ક્યાં ખબર છે કે ધનશ્રી તારા દીકરાને કેવા કષ્ટમાં નાંખશે. માતા હજુ પુત્રને શું કહેશે અને ધનશ્રી સાથે જઈને શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૭૧ ભાદરવા વદ ૧૦ ને શુક્રવાર
તા. ૨૧-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
અનંતકરૂણાનિધી શાસ્ત્રકાર ભગવંતે શાસ્ત્રવાણીનું નિરૂપણ કર્યું. તેમાં જમાલિકુમારને અધિકાર ચાલે છે. જમાલિકુમાર દીક્ષા લેવા તત્પર બન્યા છે ત્યારે એમની માતા એમને સંસારમાં રોકાવા માટે સમજાવે છે. એકેક પ્રભને આપે છે. પણ જેને સંસાર દાવાનળ લાગે છે તે જીવ સંસારમાં રાચે નહિ. સમક્તિ દૃષ્ટિ આત્મા પૂર્વકર્મના ઉદયથી દીક્ષા ન લઈ શકે પણ સંસારમાં ખૂંચે નહિ. સંસારમાં રહેવું પડે તે રહેવું એ વાત જુદી છે ને સંસારમાં રમવું એ પણ જુદી વાત છે. ભગવાન કહે છે હે જીવ! તમે સંસારમાં રહો પણ રમે નહિ. જમાલિકુમાર સંસારમાં રહ્યા હતા પણ રમ્યા ન હતા તે એક વખત પ્રભુની વાણી સાંભળીને સંયમ લેવાના ભાવ જાગ્યા.
જમાલિકુમાર સંયમ લેવા માટે ઉત્સુક બન્યા છે. એ સંયમ શા માટે લે છે? તેમને સંયમ લેવાને ઉદ્દેશ શું છે? મેક્ષમાં જવાને. મોક્ષમાં કયારે જવાય? મોહને મારે તે મેક્ષમાં જવાય. મેહના અક્ષરે બે છે. મે એટલે મોક્ષ અને હ એટલે હરણ કરવાવાળ. મોહ એટલે મેક્ષમાં જતાં અટકાવનારો. જીવને મોક્ષમાં જતાં રૂકાવટ કરનારું હોય તે તે મોહનીય કર્મ છે. મેહનીય કર્મ આદિ ચાર ઘાતી કર્મો દૂર થાય