________________
૬૩૩
શારદા સરિતા
સમ્યગદર્શનની તાકાત જેવી તેવી નથી. સમ્યગદર્શનની એટલી બધી જબ્બર તાકાત છે કે ગમે તેટલી સંપત્તિના ઢગલા મળ્યા હોય તો પણ ચિત્તને અડે નહિ, ચિત્તને મહેકાવે નહિ, ઉન્માદી બનવા દે નહિ તથા પૂર્વના અશુભ કર્મોદયે ગમે તેટલી આપત્તિઓ ઘેરી વળી હોવા છતાં ચિત્ત સમતલ રહે, સાવધાન રહે, દીનદુઃખી ન બને. આ સમ્યગદર્શનની તાકાત છે. વીતરાગ પ્રભુ પરના અથાગ રાગની અને જિનપ્રભુએ કહેલા જીવ અજીવ-આશ્રવ સંવર વિગેરે તત્ત્વ પરની અથાગ શ્રદ્ધાની આ તાકાત છે. ભરત ચક્રવર્તિ પાસે છ ખંડનું ઐશ્વર્ય, ચૌદ રત્ન, નવ નિધાન આ સંપત્તિના ઢગલા હતા, છતાં તેમાં લેપાયા નહિ. એના ઉપર જરા પણ આસકિત ન હતી. અનાસકત ભાવે જળકમળવત અલિપ્ત ભાવે રહેતા હતા. પૂર્વભવમાં ચારિત્રનું પાલન કરી મહાન સમ્યગદર્શન અને સમાધિની સાધના કરીને આવેલા એટલે એના સુસંસ્કારના બળે અહીં છ ખંડનું સામ્રાજ્ય મળ્યું છતાં ઉત્તમ સમાધિ રાખી શક્યા. અંતે અરિસાભુવનમાં કેવળજ્ઞાન પામી ગયા. અનાસક્ત ભાવનું આ ફળ છે.
બંધુઓ! સંસારમાં તમે અનાસક્ત ભાવે રહે. ચારિત્ર ન લઈ શકો ને સંસારમાં રહો તે કેમ રહેવું તે શીખે. જેમ નાવ સમુદ્રમાં રહે છે, તરે છે પણ જે એમાં કાણું ન પડે તે એ પાર ઉતરી શકે છે. તેમ આ સંસારસમુદ્રમાં જીવનરૂપી નાવમાં પાપને ભાર ન વધી જાય તે માટે સતત સાવધાની રાખે. તમને જેમ સાપનો ભય લાગે છે તેમ પાપને ભય લાગે છે ખરો? (શ્રેતાઃ પાપને ડર લાગે તે ખરો). આ ઉત્તર સાચે આપે છે? આનો જવાબ જીભથી નહિ પણ જીવનથી આપે. જીભથી ઘણાં જવાબ આપ્યા. આ દેહરૂપી બારદાનને સાચવવા થાય તેટલા પાપકર્મો કર્યા છે. તેનું કારણ એ છે કે તમને માલ કરતાં બારદાનની કિંમત વધુ સમજાય છે. પણ હું તમને પૂછું છું કે કિંમત માલની કે બારદાનની? હોઠેથી નહિ તમારા હૈયાથી જવાબ આપો. આત્મારૂપી માલ કષાય- રાગ દ્વેષ-હ-ઇર્ષ્યા અને અભિમાન દ્વારા લૂંટાઈ રહ્યો છે તેનું તમને ભાન છે? દેહના શણગારમાં દેહીને ન ગુમાવે મકાનની માવજતમાં માલિકને ન વિસારે. દેહના સુખ ખાતર દેહીને ગીરો મુકનાર આબાદ દેવાળીયો છે. દેખાતું બધું સંદર્ય આત્માને લીધે છે. આત્માનું અહિત કરી ભોગે પાછળ દોડનાર પાગલ છે. જે પાગલ છે, દિવાને છે તે સંસારમાં મોજ માણી શકે છે. બાકી સમકિતી આત્મા તે એમ સમજે કે આ સંસાર કે છે?
માટી તણે સંસાર આ, માટીની માનવજાત છે, માટી તણ માયા બાંધીને, માટીની મહેલાત છે, માટી તણું ઓ માનવી, કયાં માટીમાં રઢીયાત છે. ચાર દિનની ચાંદની અને અંધારી રાત છે.