________________
૬૩૨
શારદા સરિતા
| હે માતા તથા પિતાજી! આ તમે સેનું અને ઝવેરાત આ બધી સારભૂત મિલ્કત ભોગવીને તમે મને દીક્ષા લેવાનું કહે છે પણ વિચાર તે કરો એ મિલ્કત ઉપર કેટલા આક્રમણ આવે છે? અવસર આવ્યે અગ્નિને સ્વાધીન થાય છે. ચેર ડાકુએથી લૂંટાય છે. જરૂર પડયે એ બીજા રાજાઓને પણ સ્વાધીન થાય છે. ભાગીદાર પણ તેમાં ભાગ પડાવે છે. પાણીના પૂરમાં તણાઈ જાય છે અને છેવટે મૃત્યુ આવે ત્યારે છેડીને જવું પડે છે. એટલે એ અનિત્ય છે, ચંચળ છે. પહેલાં કે પછી એને છોડવાની છે એટલે કોને ખબર છે કે કે પહેલાં જશે ને કેણુ પછી જશે? તેથી મને એને બિલકુલ મોહ નથી. બસ, મારે તે તમારી રજા મળે સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના છે.
આગળ ચલાવતાં જમાલિકુમાર કહે છે હે માતા-પિતા ! તમે કહે છે કે આટલી બધી સંપત્તિ કોણ ભગવશે? તો સંપત્તિ અસ્થિર છે. એઠવાડ જેવી છે. મારા બાપદાદાઓ ભેગવીને ગયા અને હું પણ જઈશ. એમાં સુખ નથી. જે સંપત્તિમાં સુખ હેત તે મોટા મોટા ચક્રવર્તિઓ કે જેની સેવામાં દેવ હાજર રહેતા હતા તે પણ છે ખંડની સંપત્તિને છોડીને શા માટે ત્યાગના પથે ગયા? ચક્રવર્તિની ઋદ્ધિ કેટલી હોય છે? એ સાંભળીને પણ તમને આશ્ચર્ય થશે.
ચાર કોડ મણું અનિત સીઝ, લૂણ દશ લાખ મણ લાગી, તીન કોડ ગોકુળ નિત દૂઝે, તેથી ન હુઆ અનુરાગી છે. ભારત
કેટલી બધી સંપત્તિ! ૯૬ કેડ પાયદળ લશ્કર છે. જેના રડે રેજ ચાર કેડ મણ અનાજ ધાય છે. તેમાં જ દશ લાખ મણ તે મીઠું વપરાય. એના દાળ-શાકના વઘારમાં જ ૭૨ મણ હિંગ વપરાતી હતી. ત્રણ કેડ ગોકુળની ગાયનું દૂધ વપરાતું અને ૯૬ કેડના લશ્કરને પગાર આપવા કેટલું ધન જોઈએ ? આટલા ઉપરથી સમજી જાવ કે ચક્રવર્તિની અદ્ધિ કેટલી હશે? આટલી સમૃદ્ધિ હેવા છતાં ભરત આદિ ચક્રવર્તિઓ તેમાં રગદોળાયા નહિ. તેઓ સંપત્તિવાન હોવા છતાં તેનાથી અલિપ્ત રહેતા હતા. ભરત ચક્રવર્તિ અંતરજાગૃતિ માટે માણસ રેકતા હતાં. ને એમના માણસને કહેતા હતા કે હું રાજ્યસંપત્તિમાં જ્યારે પૃદ્ધ બની જાઉં ત્યારે આ કેરો કાગળ મારી સામે ધરીને મને કહેજે કે
ચેત ચેત ભરહે નરરાયા, કાળ ચપેટા દેત હૈ” ' હે ભરત મહારાજા! ચેતો, ચેતે, તમારા માથે કાળ ઝપટ મારી રહ્યો છે. એણે તે પૈસા ખર્ચીને માણસો ક્યા હતા ને તમને તે વગર પૈસે સંતે જ જાગૃત કરે છે કે જાગે. ક્ષણ ક્ષણ લાખેણું જાય છે તે પણ તમે જાગતા નથી, કારણ કે સંસારમાં ગળાબૂડ ખૂંચી ગયા છે. એક વાર સમ્યદર્શન આવી જાય તે તમારું જીવન પલટાઈ જાય. પછી આ સંપત્તિ તમને વિપત્તિરૂપ લાગશે.