________________
૬૩૪
શારદા સરિતા
આ સમસ્ત સંસાર માટી જે અસ્થિર છે. મનુષ્યનું શરીર પણ મટી જેવું નાશવંત છે. આ મોટી મોટી મહેલાતેમાં હાલી રહ્યા છે તે પણ માટીની બનેલી છે. વરસાદની હોનારતમાં મજબૂત મહેલાત પણ જમીનદોસ્ત થઈ ગઈ. તમારી પાસે પૈસા વધે એટલે એમ થાય છે કે આ મુંબઈની સાંકડી ગલીઓમાં મારે નથી રહેવું. મારે તે વાલકેશ્વરમાં દરિયા કિનારે રહેવા જવું છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં આવા જ દયાને પાત્ર છે. આરંભ સમારંભ પાપના કાર્યો છે.
સમ્રાટ અશોકનો દીકરે સંપ્રતિ એક વખત મહાન વિજ્ય મેળવીને પિતાના નગરમાં આવે છે. એને સ્વાગતમાં આખું નગર ઉમટયું છે. જ્ય હેવિજય હે એવા શબ્દોથી તેને વધારે છે. જયજયકાર બેલાવે છે. લોકોના દિલમાં આનંદ આનંદ છે. બધા આવ્યા પણ સંપ્રતિ રાજાની માતા દીકરાના કપાળમાં કુંકુમનું તિલક કરવા કે એને આશીર્વાદ આપવા પણ ન આવી. ત્યારે સંપ્રતિના મનમાં થયું કે બધા આવ્યા છે. જોકે મને મંગલ શબ્દોથી વધારે છે. સૌના મુખ ઉપર હર્ષની છોળે ઉછળે છે પણ એક મારી જન્મદાતા માતા કેમ નથી આવી? વિજયના મંગલ વધામણ પતી ગયા એટલે તરત સંપ્રતિ રાજા દેડતા માતાના મહેલે આવ્યા. તે વખતે માતા મહેલના એક ખૂણામાં બેસી આંખમાંથી આંસુ સારી રહી છે. એ જોઈ એને આનંદ ઓસરી ગયે. આજે સૌને મુખ ઉપર આનંદ છે, જ્યારે મારી જન્મદાત્રી માતાની આંખમાં આંસુ કેમ? બીજા બધાના મન ઉપર ગમે તેટલો આનંદ હાય પણ મારી માતાને જે આનંદ ન હોય તે મારે આનંદ નકામો છે.
સંપ્રતિ રાજાની કેવી માતૃભક્તિ હતી! માતાની ખુશી ઉપર ખુશ રહેવાવાળો હતું અને માતાની નાખુશી ઉપર નાખુશ રહેનારો હતો. પણ તમે કેની ખુશીએ ખુશી રહી શકે? માતા નાખુશ હોય તે ચાલે, પણ શ્રીમતીજી થોડીવાર માટે નાખુશ થઈ જાય તો પાલવે તેમ નથી. એટલે તમે એને ખુશ રાખો છો. સંપ્રતિ કહે છે હે માતા ! આજે આખું નગર આનંદમાં છે ને તું ઉદાસ કેમ? શું મારો કેઈ અપરાધ થયે છે? મારે દોષ હોય અગર બીજા પ્રત્યેથી તને કંઈ ઓછું આવ્યું હોય અગર તારું કેઈએ અપમાન કર્યું હોય તે જલ્દી કહે. આ દીકરે તારી સેવામાં હાજર છે. હું તને એક ક્ષણ પણ ઉદાસ જોઈ શકતું નથી. કેવો માતૃપ્રેમ અને કે વિનય! પુત્ર હાથ જોડીને ઉભે છે ત્યારે માતા કહે છે બેટા! તું જે વિજયથી ખુશી મનાવે છે તેમાં મને જરા પણ આનંદ નથી. આ તારે વિજ્ય એ વિજય નથી પણ પરાજય છે. તે વિજય મેળવવા માટે જે યુદ્ધ ખેલ્યું તેમાં કેટલા નિર્દોષ મનુષ્યના ખૂન થઈ ગયા અને કેટલી લેહીની નદીઓ વહાવી તેમાં તારે આત્મા કેટલે મલીન થયે તેને તને વિચાર આવે છે?