________________
૬૩૦
શારદા સરિતા
એટલે કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન અને કેવળદર્શન મેહનીય કર્મના ક્ષય થયા પછી પ્રગટ થાય. આઠ કર્મોમાં રાજા મોહનીય કર્મ છે અને બાકીના સાત કમેં તેની પ્રજા છે. તે સાત કર્મો તે બિચારા ભલા માણસો જેવા છે. પણ મેહનીય કર્મ તે જબરદસ્ત ગુડ છે ને તે ખૂબ ઉંડે છે. પણ તમને લાગી રહ્યો રૂડે. ભગવાને કર્મના આઠ પ્રકાર બતાવ્યા છે. તેમાં મોહનીય કર્મ મૂળ છે ને આઠ પ્રકારના કર્મો તે વૃક્ષ છે. તેમાં સાત પ્રકારના કર્મો તે તેના ફળ છે. જે આત્માઓ મોહનીય કર્મની નાટક-કળાને સમજી ગયા તે તે સંસાર છોડીને નીકળી ગયા. તીર્થકર અને ચક્રવતિઓએ આત્માના સ્વરૂપને સમજીને મોહનીય કર્મની ભયંકરતાથી મુકત બનવા માટે સંયમ લઈ લીધે. તમારે પણ આ રીતે સંસાર છોડવા જેવું છે. તમે સર્પ તે જોયો છે ને? (જવાબ-હા). આંખથી જોયો છે પણ તેનો સ્પર્શ કર્યો નહિ હોય. જેનું શરીર મખમલના ગાદલાં કરતાં સુવાળું છે. મખમલના ગાદલા પણ તેની પાસે કંઈ હિસાબમાં નથી તેમજ તેના શરીરની કે મળતા પણ ખૂબ છે. છતાં તેમને તેના શરીરની સુંવાળાશને અનુભવ લેવાનું મન થાય ખરૂં? “ના,” કેમ ન થાય? તે ભયંકર ઝેરી સર્પ છે તેથી. બસ, મારે તમારી પાસે એટલું બોલાવવું હતું. એ રીતે સમજે તે મેહનીય કર્મ પણ સર્પ જેવું છે. તે બહારથી મુલાયમ અને સુંવાળું તમને ભોગવવામાં દેખાય છે પણ તેનું પરિણામ શું આવશે તે ધ્યાન રાખજે. તમારા બંગલામાં ટાઈલ્સ કેવા સુંવાળા હોય છે. તેના ઉપર કઈ વાર પાણી પડે તે પગ લપસી જાય ને? પછી હાકું પણ ભાંગી જાય ને! તેમ આ મેહનીય કમેં ઘણાના હાડકા ભાંગી નાંખ્યા છે. તમને દ્રવ્યસર્પને જેટલે ભય છે તેટલે આ મોહનીય કર્મરૂપી ભાવસપનો ભય કેમ નથી લાગતું? અહે! જીવ એનો ભય પામવાને બદલે તેને ગળે વળગાડીને ફરે છે. આ તો મારે ભાઈ છે ને આ તે મા બાપ છે. આ મારી માતા છે કે આ મારી બહેન છે. આ તો મારા ફલાણા સગા છે ને આ તે મારા ટુકડા સગા છે. કેટલા સગપણરૂપી મેહનીય કર્મરૂપી સર્પને તમે છાતીએ વળગાડીને ફરે છે? સર્પનું ઝેર તો તમારે એક ભવ બગાડશે પણ મેહનીય કર્મરૂપી સપનું ઝેર તે જીવને અનંતે સંસાર વધારશે. માટે સમજીને ઘાતી કર્મો ઉપર ઘા કરતા શીખો.
હવે બીજી રીતે વિચાર કરીએ. તમે લુહારને તો જે હશે ! લુહાર બધા હથિયાર બનાવે છે. તેમાં તે હાથકડી અને પગની એડી પણ બનાવે છે. તે હાથકડી અને પગની બેડી કેઈ શેતાનને પહેરાવવા માટે હોય છે. તમે અઢારથી એકવીસ વર્ષની ઉંમરના થયા ત્યાં તમને પણ હાથકડી કે બેડી બાંધે છે. ત્યાં સામેથી હાથ આપો છો. મારે કહેવા આશય સમજી ગયા ! હાથ લાંબો કરીને પહેરી છે ને? મારે એનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર નથી, કે તમે કઈ બેડી પહેરી, કારણ કે તમે તે