________________
૬૨૮
શારદા સરિતા
કે આ સ્ત્રીએ મારે ભવ બગાડે ને મને કુભાય પત્ની મળી. હોય, મારા કર્મને ઉદય! એમ સમતાભાવ રાખે છે.
પિતાની આજ્ઞા મળવાથી નગરમાં ઉદ્દઘાષણ કરાવી
ધનદેવે ખૂબ હઠ કરી એટલે તેના પિતા વૈશ્રમણ શેઠે પરદેશ કમાવા જવાની રજા આપી તેથી ધનદેવકુમારને ખૂબ આનંદ થયો. બસ હવે મારી આશા પૂર્ણ થશે. ધનદેવે જવાનું નકકી કરી આખા નગરમાં ઘેષણ કરાવી કે સુશમનગરની પ્રજાને જાહેરખબર આપવામાં આવે છે કે વૈશ્રમણ શેઠને પુત્ર ધનદેવકુમાર આવતીકાલે વ્યાપાર કરવા માટે તામ્રલિપ્તી નગરીમાં જવાના છે તે જેને જેને વ્યાપાર કરવા આવવાની ઈચ્છા હોય તે તૈયાર થઈ જશે. જેની પાસે પૈસાની સગવડ નહિ હોય, અગર તે ભાથાની વિગેરે મુસાફરીની સામગ્રી નહિ હોય તે બધું ધનદેવ પૂરૂં કરશે. આ ઉદ્ઘેષણ સાંભળી નગરમાં વસતા ઘણાં વહેપારીઓ ધનદેવની સાથે તામ્રલિપ્તી નગરી જવા માટે તૈયાર થયા. આ તરફ ધનદેવે પણ પરદેશમાં જવા માટે ધનની, વ્યાપારની તેમજ વાહનની બધી તૈયારી કરી લીધી. અને સુશમનગરથી કયારે પ્રયાણ કરવું તેને સમય પણ નકકી કરી લીધે.
ધનદેવ પરદેશ જાય છે તે સમાચાર જાણીને ધનશ્રીને આનંદ થયે કે એ ભલે જતાં. કારણ કે એને તે નદક સાથે પ્રેમ હતું એટલે એ જશે તે વચમાંથી સાલ જશે. હું નિરાંતે નંદક સાથે આનંદ કરીશ. બસ, પછી તે એની સાથે રહીશ. નંદક સાથે ધનશ્રીને વાત થઈ કે એ જશે પછી આપણે આનંદ કરીશું. ત્યારે નંદક કહે છે મારે તે એમની સાથે જવાનું છે. કેઈ હિસાબે હું રોકાઈ શકું તેમ નથી. નંદક એના શેઠની સાથે જાય છે એ જાણી તેને ખૂબ દુખ થયું. ત્યારે એણે વિચાર કર્યો કે ગમે તેમ કરીને હું પણ મારા પતિની સાથે જાઉં તે મારું કામ થાય. આ પ્રમાણે વિચાર કરીને માયાવી ધનશ્રી શું કરે છે. મલીન હૃદયના માનવીને કેવા નાટક કરતાં આવડે છે.
ઉપરથી નેહ બતાવતી ધનશ્રી કહે છે સ્વામીનાથ! આપ પરદેશ જાઓ છો પણ મારું શું થશે? મને તમારા વિના ક્ષણવાર ગમતું નથી. આપને થોડી વાર ઘરમાં ન જોઉં તે મારું મન અધીરું બની જાય છે. તે હવે તે આપ છ-બાર મહિને આવશે ત્યાં સુધી હું આપના વિના કેવી રીતે રહી શકીશ? આટલું બોલતાં બોલતાં તે એની આંખમાંથી આંસુની ધાર થઈ. ધનદેવના મનમાં થયું કે આજે તે મારા ધન્યભાગ્ય છે કે પત્ની આટલા પ્રેમથી મારી સાથે બેલી, ધનદેવ કહે છે હું તે તને લઈ જાઉં પણ પરદેશમાં સ્ત્રી બંધનક્ત છે. હું તને ખબર આપતે રહીશ અને બને તેટલી વહેલી તકે પાછો આવીશ. ત્યાં સુધી તું અહીં રહીને આ વૃદ્ધ માત-પિતાની