________________
૬૧૮
શારદા સરિતા
આપનું કહેવું સત્ય છે એમ પતિના વચનને અભિનંદન આપતી ગર્ભનું પાલન કરવા લાગી. એમ કરતાં સવાનવ માસે એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. શેઠે પુત્રને જન્મ ઉત્સવ કરાવ્યું. ગરીબોને દાન આપ્યું અને મહિના પછી એમનું નાજ “ધનદેવ” પાડયું. ધનદેવકુમાર દિવસે દિવસે ખૂબ. લાલનપાલનમાં મોટા થાય છે. હવે જાલિનીનું શું બન્યું તે જોઈએ..
પૂર્ણચંદ્ર ફિક્સસેઠ દૂસરા, ઉસી નગરમેં ઔર, અર્ધાગિનીકા નામ ગમતી, કમલાનની ચકેર, જીવ જાતિની કન્યા રૂપમે, જન્મ લિયા ઉસ ઠેર હે શ્રોતા
એ નગરમાં પૂર્ણ ચંદ્ર નામના બીજા એક શેઠ રહેતા હતા. તેમને ગમતી નામની પત્ની હતી. જાલિની મરીને બીજી નરકમાં ગઈ હતી. ત્યાંથી નીકળીને સંસારમાં ઘણો કાળ રખડી પૂર્ણભદ્ર શેઠની ગમતી નામની ભાર્યાની કક્ષામાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. જન્મ થયા પછી તેનું ધનશ્રી એવું નામ પાડવામાં આવ્યું. ધનશ્રી ધીમે ધીમે મોટી થઈ ને ત્યાં ધનકુમાર પણ મટે . એક દિવસ ધનદેવકુમાર તેના મિત્રે સાથે બગીચામાં ફરવા માટે ગયા હતા અને ધનથી પણ તેની સખીઓ સાથે ફરવા ગઈ હતી. ત્યાં બંને પરસ્પર સામા મળે છે ને ધનદેવ અને ધનશ્રીની નજર એક થાય છે. સ્વરૂપવાન અને યુવાન ધનશ્રીને જોઈને ધનદેવકુમારને તેના પ્રત્યે પ્રેમ જાગે. તે વારંવાર સ્નેહપૂર્વક તેના સામું જેવા લાગે. અને ધનશ્રીએ ધનદેવકુમારને જે એટલે તેના પ્રત્યે દ્વેષભાવ ઉત્પન્ન થયો.
ધનશ્રી અને ધનદેવકુમારના લગ્ન: ધનદેવકુમારને ધનશ્રીના મુખ તરફ જેતે જોઈને મિત્રે એમ સમજી ગયા કે આ કન્યા તેને ગમી ગઈ લાગે છે. આ વાત વૈશ્રમણ શેઠના કાને આવી એટલે તેમણે ધનશ્રીની ધનદેવ માટે માંગણી કરી. બંને શેઠ મિત્ર હતા એટલે પૂર્ણચંદ્ર શેઠે પોતાની પુત્રી ધનશ્રીને ધનદેવ સાથે ખૂબ ધામધૂમથી પરણાવી. તમને થશે કે માબાપે પૂછયું પણ નહિ ને લગ્ન કરી નાંખ્યાં? એ જમાનામાં કન્યા જેવા જવાનું એવું કંઈ ન હતું. તે સમયે દીકરા દીકરીને પૂછતા પણ નહિ. સારૂં અને ખાનદાન કુટુંબ જોઈને ગ્ય લાગે ત્યાં પરણાવી દેતા અને તેમાં સંતાનો પણ કંઈ દલીલ કરતા નહિ. માતા-પિતા જે કરે છે તે આપણા માટે મેગ્યા કરે છે એમ સમજીને વધાવી લેતા. ધનદેવકુમાર અને ધનશ્રીના લગ્ન થયા. ધનદેવને તે ધનથી ગમતી હતી તેથી તેને ખૂબ આનંદ થયે પણ ધનશ્રીએ જ્યારથી ધનદેવને જે ત્યારથી તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયે હતો. એ પરણીને આવી ત્યારથી ધનકુમાર પ્રત્યે બિલકુલ પ્રેમ રાખતી નહિ. ધનદેવ તેને પ્રેમથી બોલાવે તે બેલે પણ નહિ ને ઉપરથી ગમે તેવા શબ્દો કહી દેતી.