________________
૬૨૪
શારદા સરિતા
જેટલું બ્રહ્મચર્ય શુદ્ધ તેટલું શરીર નિરોગી રહે છે. આજે તો શરીરની ઉપરની ટાપટીપ ખૂબ વધી ગઈ છે ને બ્રહ્મચર્યને પાયે હચમચી ગયું છે તેમાં પણ આજના શિક્ષણે અને સિનેમાએ તો દાટ વાળ્યો છે. સિનેમા અને સહશિક્ષણ ભારતની પવિત્ર સંસ્કૃતિને જડમૂળમાંથી નાશ કરનાર છે. માટે તમે સમજે તે સારી વાત છે. નહિતર તમારું જીવન બરબાદ છે. આજે સ્કુલમાં પણ એવું જ્ઞાન આપવામાં આવે છે કે ઈડા ખાવાથી શરીરમાં વિટામીન આવે છે. વિટામીન ડી અને વિટામીન સી ની વાતે ચાલે છે. આજના ડોકટરો પણ એમ કહે છે કે બટાટામાં ને લસણમાં વિટામીન છે ને એથી આગળ વધીને કહે છે કે ઈડામાં તો સૌથી વધુ વિટામીન છે. પણ અનુભવી પુરૂષ કહે છે કે આ બધી માન્યતાઓ ભૂલભરેલી છે. ખરૂં વિટામીન તે બ્રહ્મચર્યમાં છે. જ્યાં એની એકાંત હિંસા છે ત્યાં વિટામીન કયાંથી મળવાનું છે? જ્યાં અહિંસા છે, બ્રહ્મચર્ય છે ત્યાં સાચું વિટામીન છે. માટે બ્રહ્મચર્યનું પાલન કરો. સર્વથા બ્રહ્મચર્યનું પાલન ન કરી શકે તે “સ્વ-દારા સંતોષ”દેશથી તે બ્રહ્મચર્યનું પાલન કરે.
બ્રહ્મચર્યમાં કેટલે લાભ છે. કોઈ એક માણસ કરેડો રૂપિયાનું દાન કરે અને સોનાનું ઓંયતળિયા જલું ધર્મસ્થાનક બંધાવે તે પણ મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર વ્યકિત જે લાભ મેળવે છે તે સેનાનું રત્નજડિત ધર્મસ્થાનક બંધાવનારે પામી શકતું નથી. આવી બ્રહ્મચર્યમાં શકિત છે. દાન-દેનારને તે કદાચ અભિમાન આવી જશે કે મેં આટલું દાન કર્યું છે, આ ઉપાશ્રય બંધાવ્યું છે પણ બ્રહ્મચર્ય પાળનારને અભિમાન નહિ આવે.
એક ગામડાંમાં કેઈ સંત વિહાર કરીને ગયા. જેનના દશ પંદર ઘર હતા. સંત પાટ ઉપર બેઠા. ગામમાં રહેતા મુખ્ય શ્રાવક છાતી પુલાવતે આવ્યો. પાટ સામે નજર કરી પણ નામ ન દેખાયું. એટલે કહે છે મહારાજશ્રી! જરા ઉભા થઈ જાવ. કેમ ભાઈ! ત્યારે કહે છે નેકરે પાટ ફેરવવામાં જરા ભૂલ કરી છે. એણે પાટ ફેરવીને નામ આગળ કઢાવ્યું ત્યારે એને શાંતિ થઈ. શું જાહેરાત કરવાની જીવની આકાંક્ષા છે! સંતને પાટેથી ઉઠાડવા તૈયાર થયે. દાન દેવામાં જે હૃદયથી નહિ છૂટતું હોય તે આમ બને છે પણ વિષયે જીતવાથી બ્રહ્મચર્યનું પાલન કરતા આત્મસાધના થાય છે.
પાંચમું પરિગ્રહ વતઃ પરિગ્રહ પણ આત્મસાધનામાં વિનરૂપ છે. માટે જરૂરિયાતથી અધિક પરિગ્રહ સંગ્રહ ન કરવો જોઈએ. સંસારનું મૂળ આરંભ અને પરિગ્રહ છે. પરિગ્રહની તીવ્ર મૂછ મહાન આરંભ-પાપ કરાવે છે. જે કર્મબંધનથી બચવું હોય તો ધીમે ધીમે પરિગ્રહને ભાર હળવો કરે. જે કઈ માણસ ગાડામાં ગજા ઉપરાંત ભાર ભરે તે એના બળદ અધવચ થાકી જાય છે ને બેસી પડે છે. પછી એને પોતાના સ્થાને પહોંચવું પણ મુશ્કેલ થઈ પડે છે તેમ પરિગ્રહના ભારથી ભારે બનેલે આત્મા અધોગતિમાં જાય છે ને ભવવનમાં ભટક્યા કરે છે.