________________
૬૧૦
શારદા સરિતા બીજાને તારે છે. ધર્મ એ લાકડાની નૌકા જેવો છે. જેમ કા ચલાવતાં ન આવડે તે ક્યાંથી તરી શકાય ?
એક વખત એક નૌકાનો ખલાસી નૌકાને લંગર નાંખીને ગામમાં ગમે ત્યારે પાંચ-દશ યુવાનીયાઓ નદી કિનારે ફરવા માટે આવ્યા. તેમણે પણ વિચાર કર્યો કે સામે જવું છે પણ ખલાસી નથી તો આપણે નૌકામાં બેસી જઈને હલેસા મારતા મારતા પહોંચી જઈશું. બધા નૌકામાં બેઠા. નાવિકની જેમ હલેસા મારવા લાગ્યા. નૌકા પાંચ દસ ફૂટ જાય અને પછી હતી ત્યાંની ત્યાં આવીને ઉભી રહે. ખુબ મહેનત કરી પણ એજ દશા ઉભી રહી. થોડીવારે ખલાસી આવે તેણે પૂછયું–તમે આ શું કરી રહ્યા છે? ત્યારે કહે છે અને તે આ નૈકાને હલેસા મારી મારીને થાકી ગયા. પણ ચાલતી નથી. ત્યારે કહે છે તમે મહેનત ઘણી કરી પણ લંગર નાંખ્યું છે એને દેરડા છેડયા વિના કયાંથી ચાલે ? જ્યાં લંગરના દેરડા છેડયા ત્યાં નોકા સડસડાટ ચાલવા લાગી. તેમ તમે પણ ધર્મકિયાઓના હલેસા તે ખૂબ મારે છે પણ મોહ-માયા અને મમતાના દેરડા એવા બાંધી દીધા છે કે એને છોડયા વિના નકા ક્યાંથી તરશે? બંધુઓ ! વેશ ન બદલે તો કાંઈ નહિ પણ વિચાર તે બદલે. વેશ બદલીને તેની સાથે વિચાર બદલ તે ઉત્તમ વાત છે. ન બદલાય તો ગ્રહવાસમાં રહીને પણ જીવન પવિત્ર બનાવે છે સ્વલિંગે, અન્ય લિગે, ગ્રહસ્થલિંગે સિદ્ધ થયા છે. ગૃહસ્થ લિંગે સિદ્ધ કયારે થાય ? કેટલી પવિત્રતા અને વિચારની શુદ્ધિ હોય ને ભાવચારિત્ર આવે ત્યારે ગૃહસ્થલિંગે સિદ્ધ થાય છે. એ જીવ સંસારમાં રહેતે હોય પણ એની ભાવના એવી હોય કે કયારે કે મળે ને ક્યારે આ જેલમાંથી છૂટું! સંસાર મારા માટે બંધન–બેડરૂપ છે. કેઈ માણસના હાથમાં સોનાની બેડી પહેરાવો કે લોખંડની બેડી પહેરશે પણ બંને બેડી તે ખરીને? પોપટને સોનાના પિંજરમાં પૂરી રોજ દાડમની કળીઓ ખવડાવે પણ એના માટે બંધનરૂપ છે.
ઈષકાર રાજા ભૃગુ પુરોહિતની ઋદ્ધિ પિતાના રાજ્યભંડારમાં લાવે છે ત્યારે કમલાવતી રાણીને ખબર પડી કે બ્રાહ્મણની છાંડેલી અદ્ધિ મહારાજા ભંડારમાં લાવે છે. તરત કમલાવતી રાણી રાજા પાસે આવીને કહે છે રવામિનાથ! આ બ્રાહ્મણની છડેલી ત્રાદ્ધિ આપણા રાજ્યભંડારમાં શા માટે લાવે છે? એ બ્રાહ્મણે જે લક્ષ્મીને વમેવા આહારની જેમ છાંડી દીધી અને તમે તેને ગ્રહણ કરે છે? વમેલો આહાર કણ ખાય? કાગડા અને કૂતરા. તમને ન શોભે. ત્યારે રાજા કહે છે તે રાણી ! એ તો રાજ્યના રક્ષણ માટે ભેગી કરું છું. ત્યારે કમલાવંતી રાણી કહે છે નાથ! તમે એ ગમે તે રીતે ગ્રહણ કરતા હો પણ આ લક્ષમી વમેલા આહાર જેવી છે. જે વસેલું ધન ગ્રહણ કરે તે કાગડા ને કૂતરાથી પણ હલકા કહેવાય? છેવટે ઈષકાર રાજા કહે છે કે રાણી ! તમે