________________
૫૯૦
શારદા સરિતા મળે. મળશે તો ઠંડા અને સ્વાદ વગરના મળશે. અહીં તે તને ખમ્મા ખમ્મા થાય છે, ત્યાં તને આ આદરસત્કાર નહિ મળે. આ રીતે ખૂબ સમજાવે છે. મેહઘેલી બનેલી માતાને ખબર નથી કે મારે દીકરે કેની પાસે જઈ રહ્યો છે!
જેના ચરણમાં મોટા મેટા ઈન્દ્રો અને રાજા મહારાજાઓ નમતા હતા એવા પ્રભુ મહાવીર સ્વામી પિતાના ભાઈ છે. તિર્થંકરપદના અધિકારી હતા. દેવે એમની પાસે હાજર રહેતા હતા. એમની અપેક્ષાએ તે જમાલિકુમારના વૈભવ તુચ્છ છે ને? છતાં માતાને કે મેહ છે ! “જેમ કેઈ માણસે દારૂ પીધે હોય તે તે દારૂના નિશામાં ગમે તેમ બોલે છે. કચરાપેટી હોય કે કાદવ હેય, ગમે ત્યાં બેભાન થઈને પડી જાય છે. પણ એને ભાન નથી હોતું કે હું શું બોલું ને હું ક્યાં પડે છું? પણ દારૂને નિશે ઉતરે છે ત્યારે તેને ભાન આવે છે કે મારી આ દશા? તેમ મહમદિરાનું પાન કરેલા આત્માને પણ ભાન નથી રહેતું. માતાને દીકરે ગમે તેટલે વહાલે હોય પણ દેહદેવળમાંથી ચેતનદેવ ચાલ્યા ગયા પછી એ માતા દીકરાની કંચનવર્ણ કાયા જલાવી દેવા તૈયાર થાય છે. સગવશાત દીકરાને મૃતદેહ ઉપાડનાર કેઈ ન હોય તે એ કાયાને રપ કરનારી માતા રડે છે, કે મારા દીકરાની કાયા રઝળે છે. એને કઈ અગ્નિદાહ દેનાર નથી. વહાલા શરીરને પણ સરાવવા તૈયાર થાય છે. હાડકામાં તીરાડ પડી હોય તો કેટલું દુઃખ થાય છે. એને સાજુ કરવા કેટલી માવજત કરે છે? પણ એ જ હાડકુ વધી જાય તે તરત ઓપરેશન કરાવી કપાવી નાંખે છે. એપેન્ડીકસને દુખાવે ઉપડે કે તરત ડોકટર પાસે લઈ જઈને તેનું જલદી ઓપરેશન કરાવી નાખે છે. જે જલદી ઓપરેશન નહિ થાય તે દીકરો ખલાસ થઈ જશે. સર્જન ડોકટરે ઓપરેશનથી વધેલું હાડકું કાપી નાખે છે તેમ વીતરાગના વારસદાર સંતે જન્મ–જરા-મરણના રોગ મટાડનાર હોંશિયાર ડોકટરે છે.
અહીં સર્જન ડૉકટર બેઠા છે. વડોદરાના આનંદીલાલ બી. કેકારી ડોકટર જેઓ પર્યુષણના દિવસમાં શ્રી ઓફ ચાર્જમાં ભારે ભારે ઓપરેશને કરે છે. આજે કહેવાય છે કે ડોકટરે વિજ્ઞાનને માનનારા છે. પણ આ ડોકટરસાહેબ આત્માના વિજ્ઞાનને પણ માને છે. જેમણે માસખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરી છે અને ૨૬ દિવસ સુધી તે ઓપરેશને કર્યા છે. આવા માણસે ધર્મ પામે તે તેમને બીજા ઉપર કેટલે પ્રભાવ પડે છે. રાજગૃહી એવા કાંદાવાડી સંઘના અગ્રેસર જે આવીને બેસે છે, ધર્મ આરાધના કરે છે, તપત્યાગમાં જોડાયા છે તે તેમને શાસન ઉપર કે પ્રભાવ પડે છે!
જમાલિકુમાર એમની માતાને કહે છે તે માતાજી! મારા આત્મા ઉપર અનંતકાળથી કર્મોના થર જામી ગયા છે. તેને સાફ કરવા માટે તપ અને સંયમ એ રસાયણ છે. એ મને મારા પરમતારક, મહાન ઉપકારી પ્રભુએ બરાબર સમજાવી દીધું છે.