________________
શારદા સરિતા
૫૯૮
બાહુબલી હજી પણ આત્મતંદ્રામાં સૂતેલા પડયા છે. બધુંએ ત્યાગીને અહંકારના હાથી ઉપર ચઢેલ છે તે કારણે આટલી ઉગ્ર સાધના કરવા છતાં કેવળી બની શકતા નથી. આપણે ભાઈને સાવધાન કરીએ ને હાથીથી નીચે ઉતારીએ. આપણું આ વનયાત્રા ઉદેશ ભાઈને જગાડવાને છે, હાથથી નીચે ઉતારવાનું છે. આપણે બંને મળીને ભાઈને જગાડીએ. તેઓ મીઠા મધુર સ્વરથી બોલ્યા.
વીરા મોરા ગજથકી ઉતર, ગજ ચલે કેવળ ન હોય રે, બંધવ ગજ થકી ઉતરે .
બહેનોને આ અંતરનાદ થોડી ક્ષણોમાં અંતરાલીન થએલા બાહુબલીના કાનમાં ગુંજતે ગુંજતે અંતરમાં ગુંજવા લાગ્યા. બાહુબલીજીની ચિંતનધારાએ પટે લીધે. આવા સૂના ઘોર જંગલમાં તો પશુઓને કોલાહલ અને પક્ષીઓને કલરવ સાંભળવામાં આવતું હતું. તેના બદલે આજે નારીને આ મધુર રવર અહીં કયાંથી ગુંજી ઉઠ્ય? સ્વર પરિચિત છે. મને ભાઈ કહીને પોકારી રહેલ છે. અવાજ ઓળખે. અહા! આ તે બ્રાહ્મી-સુંદરી છે. એહ! શું કહે છે? અરે એ તે કહે છે કે ગજથી ઉતરે. શું હું હાથી ઉપર બેઠે છું? હું તે સાધુ બની ગયે. કેટલાય દિવસથી પગના બળ ઉપર ઉભે રહીને ધ્યાન કરી રહ્યો છું. મારી બહેને તે કયારેય ગૃહસ્થ જીવનમાં અસત્ય બેલી નથી તે હવે સંયમી જીવનમાં કઈ રીતે બેલી શકે? શું તેમાં કંઈ રહસ્ય રહેલું છે? બંને બહેનના સ્વરે ગતિ બદલી હતી. રહસ્ય સ્પષ્ટ કરવાની દિશામાં મુખમાંથી નીકળવા લાગ્યું.
ભૈયા અતર નયન ઉઘાડે, અહંકાર કે ગજ પર બૈઠે, જીવનધન મત હારે ભૈયા અખ્તર હય ગજ રથ પાયક તજ દીહે તપ સુખો તન સારો, દેહ ત પર સિદ્ધિ ન પાઈ, મનકે માન નિવારે... મૈયા અાર....
જેવી સ્થિતિની સ્પષ્ટતાને આ અવાજને સ્વર મુખમાંથી નીકળે કે ત્યાં બાહુબલીના અંતરના સ્વરની ગતિ બદલી. તેમની ચિંતનધારા એકએક વળાંક લઈ ગઈ. અહા! એ તે માન નિવારણ કરવાની વાત કરી રહેલ છે. સાચે જ મારા મનમાં માન છે, અહંકાર છે. આ તે હાથી છે કે જેના ઉપરથી ઉતરવાની વાત કહી રહી છે. તે બરાબર કહે છે. હું અહીંઆ શા માટે ખડે થે છું? મેં પ્રભુના ચરણોમાં જઈને શા માટે મારી જાતને સમર્પણ ન કરી? તે કારણે કે ત્યાં જવાથી મારા અઠ્ઠાણું નાના ભાઈઓ કે જેમણે મારા પહેલાં દીક્ષા લીધી છે તેમને વંદણું કરવી પડે! બસ, આ અહંકારની ભાવના હજુ સુધી મારી સિદ્ધિને રોકી રહી છે. મેં બધાને ત્યાગ કર્યો પણ આ અહંકાર ત્યા નહિ. “અહં” ને ત્યાગ કર્યા વિના કઈ રીતે મુકિત થશે?