________________
૬૦૪
શારદા સરિતા મનમાં વિચાર થયે કે હું એક દિવસ અહીં રહીને અવધૂત યોગીને વેશ લઈને જોઉં કે આ એકબીજાનું અનુકરણ કરનારું ઘેલું જગત શું કરે છે? કેવા પ્રવાહમાં તણાઈ રહ્યું છે! પછી તેમણે કપડા ઉતારી લંગોટી પહેરી શરીર ઉપર રાખ ચેપડી અને એક વૃક્ષ નીચે બેસીને આંખ બંધ કરીને જાપ કરવા માંડ્યા. લોકેએ જ્યારે તેમને જોયા ત્યારે કહે છે ગામમાં કઈ મહાન યોગીરાજ પધાર્યા છે. લેકે આવીને પગે લાગે, ચરણરજ મસ્તકે ચઢાવે પણ ગીરાજ તે કેઈના સામું જોતા નથી. અડધી મચેલી આંખે ધ્યાનમાં તલ્લીન રહે છે એટલે લોકોના ઉપર તેમને ખૂબ પ્રભાવ પડે કે અહે! આ તે કેઈ આત્મજ્ઞાની મહાન અવધૂત લાગે છે. જે માણસો દર્શન કરીને ગામમાં ગયા તેમણે બીજા માણસોને સમાચાર આપ્યા કે કોઈ મહાન જ્ઞાની સંત પધાર્યા છે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ એટલે ટોળેટેળા માણસો સંત મહાત્માના દર્શને જવા લાગ્યા. એમ કરતા કરતાં પ્રધાનના કાને વાત ગઈ ને પ્રધાને રાજાને કહ્યું કે આપણુ ગામબહાર કઈ મહાન સંત પધાર્યા છે
જગત કેટલું ઘેલું છે કે બસ ગાડરીયા પ્રવાહની માફક ચાલ્યું.
લકે એટલા બધા ઉમટયા કે કઈ બાકી રહ્યું નહિ હોય. તેમાં વળી ઘણાં ઘેલા માણસો પુલના હાર પહેરાવવા લાગ્યા. તે કંઈ મેવા મીઠાઈના થાળ એમના ચરણે ધરવા લાગ્યા. કેઈ રૂપિયા પગે મૂકવા લાગ્યા. પણ મહાત્મા તે સામું જેતા નથી એટલે કે બોલવા લાગ્યા અહે! કેવા નિષ્પરિગ્રહ સંત છે ને કેવા આત્માર્થી છે કે એમના આત્મધ્યાનમાં મગ્ન રહે છે. કેઈના સામી દષ્ટિ પણ કરતા નથી. લકે ખૂબ આકર્ષાય છે ને ખૂબ પ્રશંસા કરે છે. એમની પ્રશંસા ઠેઠ રાજાનાં કાન સુધી પહોંચી ગઈ. આ પંડિતજીની પત્ની–પંડિતાણી પણ ગીના દર્શને આવી. એ પણ એના પતિને ઓળખી શકી નહિ. ને લળીલળીને વંદન કરતી બેલવા લાગી ધન્ય છે
ગીરાજ! આપને મનુષ્ય અવતાર સફળ થયા છે. અમે પાપી છે સંસારની માયાજાળમાં ફસાયા છીએ અને આપ આ ભરયુવાનીમાં સંસારની માયાજાળ છેડી સાધુ બન્યા છો. આમ ખૂબ પ્રશંસા થાય છે.
આ મહાત્માની પ્રશંસા છેક રાજાના કાન સુધી પહોંચી ગઈ. આ રાજા ધર્મિષ્ઠ હતા. તેમને સંત સમાગમ કરે ખૂબ ગમતો હતો. એટલે પ્રધાનને કહ્યું કે આપણે પણ આવા મહાન યોગીના દર્શને જવું છે, તે તમે ગીરાજને કયે સમય અનુકૂળ છે એ પૂછી લાવે. આપણે ત્યાં જઈને એમની વાણી સાંભળીએ. પ્રધાન કહે કે સાહેબ! તે બોધ આપતા નથી તે કહે ભલે, દર્શન કરશું. એટલે પ્રધાને તૈયારી કરાવી અને રાજા તથા પ્રધાન પરિવાર સહિત ગીરાજના દર્શન કરવા માટે આવ્યા. યોગીની પવિત્ર મુખમુદ્રા અને ધ્યાનસ્થ અવસ્થા અને લોકે બે મઢે પ્રશંસા કરે છે. આ બધું