________________
શારદા સરિતા
૬૦૩ ઉદય થતાં કર્મરૂપી અંધકારને ભાગવું પડે છે. કર્મ એ આત્માના દુશ્મન છે. આપણું ઘરમાં અનાદિકાળથી પેઠા છે ને ઘર કરી ગયા છે. ભાડુત પાસેથી મકાન ખાલી કરાવતાં કેટલી મુશ્કેલી પડે છે. કોર્ટને હુકમ થાય તે પણ ભાડુત મહામુશીબતે ઘર ખાલી કરે છે. આ મકાનને ભાડુત તે છ-બાર મહિના કે પાંચ-દશ વર્ષ હેરાન કરે છે પણ આ કર્મો તે અનંતકાળથી ઘર કરી ગયા છે તે સહેલાઈથી નીકળે તેમ નથી. એને કાઢવા કમ્મર કસીને પુરુષાર્થ કરીશું ત્યારે જશે અને એક દિવસ આપણે આત્મા કર્મ રહિત શુદ્ધ બની જશે. કર્મરહિત શુદ્ધ આત્મા એટલે પરમાત્મા.
સાચી સમજણના અભાવે ભૂતકાળમાં આ સંસારમાં વર્ષોના વર્ષે, યુગના યુગો, પપમ અને સાગરેપમ કાળ વ્યતીત થઈ ગયા છે. અનંતા ભવો વીતી ગયા પણ આત્માના સ્વરૂપની પિછાણ ન કરી. કંઈ જ્ઞાન પ્રાપ્ત ન કર્યું. આ મુદ્દગલના પથારા મેળવવામાં રહી ગયે. જીવની આ દશા હજુ ચાલુ છે. હજુ એનો અંત આવ્યું નથી. માટે જ્ઞાની પુરૂષ કહે છે કે આ સંસારમાં કંઈ સાર નથી પણ આ વાત સમજાય કયારે? આત્માને સાચું જ્ઞાન થાય ત્યારે ને? જ્ઞાન થાય તો ધર્મ સમજે અને આગળ વધે. એ રીતે પ્રગતિ સાધતા સાધતા વિકાસ કરતાં કરતાં ઘાતી કર્મોને ક્ષય કરી અંતે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે.
ધર્મ સમજણપૂર્વક શુદ્ધ ભાવથી કરાય તે મોક્ષના મહાન સુખે અપાવે છે. પણ જે ધર્મ કરતા મનમાં કઈ જાતની આકાંક્ષા જાગે તો ધર્મનું મહાન ફળ વેચાઈ જાય છે. આજે માણસ બાહ્ય દેખાવ જોઈને એકબીજાની પાછળ દેરવાય છે. આણે આમ કર્યું તો હું પણ કરું. એક માણસે કાંઈ માન્યતા માની અને તે વખતે તેને પુણ્યને ઉદય જા ને સુખી થઈ ગયો. તો એનું જોઈને બીજા પણ ભૌતિક સુખની આશાથી એ રીતે કરવા માટે પ્રેરાય છે. પણ સત્ય વસ્તુને સમજતો નથી. આ જગત ઘેલું છે. એuસંજ્ઞાથી બધું કર્યું જાય છે. તેના ઉપર એક દષ્ટાંત આપું.
એક પંડિત ખૂબ વિદ્વાન હતા. શાસ્ત્રના ચિંતનમાં મસ્ત રહી જીવન ગુજારતે હતે. એ પંડિત અને તેની પત્ની બે માણસે હતા, પણ જીવનનિર્વાહ માટે પૈસાની તે જરૂર પડે. પાસે જે કંઈ હતું તે પૂરું થયું. ખચ ખૂટી ગઈ એટલે તેને થયું કે પરદેશ કમાવા માટે જાઉં. એમ વિચાર કરી ખાવા માટે સાથે ભાતું દેરી-લેટે અને બે જોડી કપડા લઈને પિતાના ગામમાંથી નીકળે. ગામબહાર નીકળતા તે અપશુકન થયા એટલે વિચાર થયે કે કમાવા જવું છે ને અપશુકનમાં જવું તે સારું નહિ. માટે આજની રાત ગામબહારની ધર્મશાળામાં રોકાઈ જાઉં. વહેલી સવારે ઉઠીને આગળ વધીશ. પંડિતે રાત્રે ધર્મશાળામાં મુકામ કર્યો. પંડિત વિદ્વાન હતા એટલે વહેલા સૂઈ ન જતાં વિશ્વના વિચિત્ર ભાવનું ચિંતન કરવા લાગ્યા. ચિંતન કરતાં કરતાં