________________
શારદા સરિતા
૫૯૧ એમને મારા ઉપર મહાન ઉપકાર છે. એમના ઉપકારનો બદલે તે આજીવન તેમના ચરણે ધરી દઉં તે પણ વાળી શકું તેમ નથી.
| દેવાનુપ્રિયે ! સદ્દગુણ મનુષ્ય ઉપકારીને ઉપકારને કદી ભૂલતા નથી અને પિતે સમય આવ્યે તેને બદલો કેવી રીતે વાળી આપ તેની ચિંતા કરે છે. કરેલા ઉપકારને જે જાણે તે કૃતજ્ઞ કહેવાય છે. કૃતજ્ઞ મનુષ્ય બીજાએ પોતાના ઉપર નાનકડે ઉપકાર કર્યો હોય તો પણ ભૂલતા નથી અને પિતે કેઈના ઉપર મહાન ઉપકાર કર્યો હોય તે પણ ભૂલી જાય છે. પરોપકારમાં જે પ્રયત્નશીલ રહે છે અને જે કૃતજ્ઞ છે એટલે કે કરેલા ઉપકારને કદી ભૂલતા નથી એવા પુરૂષથી આ પૃથ્વી શેભે છે. કૃતજ્ઞતા અને પરોપકારના ગુણને ધારણ કરનાર મનુષ્યો આલાકમાં સુવાસ ફેલાવે છે. જે જીવનમ સુવાસ ફેલાવવી હોય તો કૃતજ્ઞતા અને પરોપકારના ગુણે કેળવવા પડશે. તમે વિચાર કરે કે મારા ઉપર ઉપકાર કરનાર પ્રત્યે જે હું સદ્દભાવ ન રાખી શકું તે અપકાર કરનાર ઉપર ઉપકાર કરવાનું બળ મારામાં કયાંથી પ્રગટ થશે? મારા ઉપર કેઈએ કરેલા ઉપકારને બદલે વાળવા માટે જાગૃત નહિ રહે તે મારા જે દુનિયામાં કૃતની કેણ છે! જીવનમાં જે પાપકાર અને કૃતજ્ઞતાને ગુણ નહિ પ્રગટે તે સદ્દગુણની સુવાંસ કયાથી ફેલાવી શકીશ!
શેખ સાદીએ તેના સાહિત્યમાં લખ્યું છે કે મેં એક વખત માટી હાથમાં લીધી તે તેમાંથી સુગંધ મહેંકવા લાગી. ત્યારે મેં એ માટીના ઢેફાને પૂછ્યું કે તું તે માટીનું ઢપુ છે. તારામાં આટલી બધી સુગંધ કયાંથી આવી? ત્યારે માટીના ફાએ કહ્યું– ભાઈ ! આ સુગંધ મારી પિતાની નથી. હું ગુલાબના ક્યારામાં રહેલી છે તેની આ સુગંધ છે. આનું નામ કૃતજ્ઞતા. બીજાએ આપણું ઉપર કરેલા નાનકડા ઉપકારને સ્વીકાર કરે, વાણી દ્વારા તેની પ્રશંસા કરવી અને એ ઉપકારનો બદલો વખત આવ્યે વાળવા પ્રયત્નો કરતા રહેવું. આનું નામ સાચે સગુણ કહેવાય. માટીમાં સુગંધ આવી તે ગુલાબના છેડના કયારાની હતી. માટીએ સત્ય વાત કરી દીધી, પણ એમ ન કહ્યું કે આ સુગંધ મારી છે. તેમ તમે પણ તમારા ઉપર કેઈએ કરેલા ઉપકારને બદલે કદી ભૂલશે નહિ.
સને ૧૯૫૭માં બનેલી સત્ય ઘટના છે. એક વખત સાંજના સમયે એક ભાઈ પિતાની પત્ની અને બે બાળકે એ ચાર માણસનું નાનકડું કુટુંબ પિતાની જીપકારમાં બેસીને જઈ રહ્યું હતું. ત્યાં રસ્તામાં અધવચ તેમની જીપકારમાં પંકચર પડયું. તેમનું ગામ ઘણું દૂર હતું. ભાઈ પોતે ગાડી ચલાવતા હતા એટલે તેમણે મશીન ખોલીને ગાડી ચલાવવા ખૂબ મહેનત કરી પણ ગાડી ચાલી નહિ. છેડે દૂર એક ગામ હતું એટલે પેલા ભાઈ એમની પત્ની અને બાળકોને કહે છે તમે ગાડીમાં બેસી રહે. હું ત્યાં