________________
પw
શારદા સરિતા આ તે માનવની વાત થઈ. હવે એક પશુની વાત કરું.
વર્ષો પહેલાં રેમમાં બનેલો આ દાખલ છે. રામને એક તત્વ ચિંતક એક જંગલમાં થઈને પસાર થતો હતો. એ તત્ત્વચિંતક જ્યાં જ્યાં દષ્ટિ કરે, ત્યાં ત્યાં તવને જેતે હતો. વૃક્ષને જુએ, ફળફૂલને જુએ, પશુપક્ષીને જુવે. તે બધામાં તનું અવલોકન કરી ચિંતન કરતા હતા, એક વખત તે જતા હતા, ત્યાં દુરથી તેણે સિંહની કરૂણ ચીસો સાંભળી. વનનો રાજા સિંહ ગર્જના કરે પણ અવાજ એની ગર્જનાને નથી પણ એને વિલાપ છે. સિંહ કેઈના હાથમાં પકડાય નહિ ને પકડાય તે વિલાપ ન કરે. તે આ સિંહ આવી કરૂણ કિકિયારી શા માટે કરતે હશે? લાવ, જોઉં તે ખરે. આ દુઃખની વેદનાની ચીસે છે. જે તરફથી અવાજ આવતું હતું તે તરફ તત્વચિંતક ગયો. જઈને જોયું તે સિંહના પંજામાં મોટી તીણ થળ પસી ગઈ હતી. એને વેદના ખુબ થતી હતી એટલે સિંહ ચીસો પાડતે હતે.
આ તત્ત્વચિંતકને સિંહની દયા આવી. ભય છેડીને ભગવાનનું નામ લેતે સિંહ પાસે આવ્યો ને ધીમે રહીને સિંહના પંજાને પિતાના હાથમાં પકડી જેરથી શૂળ ખેંચી નાંખી. સિંહને સંજ્ઞા છે. એણે જોયું કે આ દયાળુએ મારા પગમાંથી કાંટે કાઢયે તે મારી વેદના બંધ થઈ એટલે સિંહ તેની સામે વારંવાર ઉપકારની લાગણીથી જેતે જંગલમાં ચાલ્યા ગયા.
આ બનાવ બન્યાને ઘણે વખત વીતી ગયે. એ સમયમાં તેમના સૌનિકે ગુલામોને પકડતા. અને પકડાયેલા કેદીઓને જંગલમાં લઈ જઈ ભૂખ્યા સિંહની સામે મુકી દેતા. આ કેદીઓને સિંહ ફાડી ખાતો તે જોઈને રેમના સૈનિકો ખુશ થતાં, આવી કુર ભાવનાને કારણે રેમની પ્રજાની પડતી દશા આવી. અને એક સમયનું મહાન રમનું સામ્રાજ્ય પતનની ખાઈમાં હોમાઈ ગયું. એક વખત પેલે તત્વચિંતક પણ રમના સૈનિકોના હાથમાં પકડાઈ ગયો. તેની સાથે બીજા ઘણા માણસો પકડાયા હતા. આ બધા માણસોને ભુખ્યા સિંહની પાસે લઈ જવામાં આવ્યા. આ ટેબીના બધા માણસે સિંહને જોઈને ગભરાઈ ગયા. રડવા લાગ્યા. પણ પેલે તત્ત્વચિંતક તો નિર્ભયપણે અડગ ઉભો હતે. ભૂખે સિંહ છલાંગ મારતે આ. સૌથી મોખરે તત્વચિંતક ઉભા હતા. સૌની વચમાં આશ્ચર્ય બન્યું. તે એ કે તત્વચિંતકને ફાડી ખાવાના બદલે સિંહ ધીમે રહીને તેની પાસે આવ્યું ને તેના ચરણમાં પ્રેમથી નમી તેને હાથ ચાટવા લાગ્યા. જે સિંહના પગમાંથી તત્ત્વચિંતકે ઘણું વખત પહેલાં તેને પંજામાંથી કાટ કાઢ હતો તે આ સિંહ હતે.
રામના માણસોએ આવો બનાવ પ્રથમવાર છે. તેમને ખૂબ આશ્ચર્ય થયું કે આ સિંહ બધાને ખાઈ ગયે ને આ એકને જીવતે મુળે તેનું કારણ શું?