________________
૫૯૨
શારદા સરિતા
જઈને કેઈને બેલાવી લાવું. એમ કહીને સામે ગામ ગયા. રાત પડી ગઈ છે. ચારે તરફ ઘોર અંધારું છવાઈ ગયું છે. સ્ત્રી અને બે બાળકે મનમાં મુંઝાય છે. એટલામાં ચાર-પાંચ લૂંટારા ત્યાં આવી પહોંચ્યાં. એમણે કાર જોઈને વિચાર કર્યો કે આ શિકાર સારો છે. વગર મહેનતે માલ મળી જશે. તેની પાસે આવીને કહે છે તમારી પાસે જે કંઈ પૈસા અને દાગીના હોય તે બધું અમને આપી દે. નહિ આપે તે આ બંદૂક તૈયાર છે. ચેરે તો બંદૂક ધરીને ઉભા રહ્યા. પાંચ ચેરેની ટેળી ઉભી હોય ત્યાં એક સ્ત્રી અને બે નાના બાળકોનું શું ગજું? એ તે ખૂબ ગભરાઈ ગયા.
કઈ માણસ સીધી રીતે દાનમાં રાતી પાઈ વાપરતો ન હોય પણ આવું બને ત્યારે કેવા સીધા દેર થઈ જાય છે. પિતાને જીવ બચાવવા બધું આપી દેવા તૈયાર થઈ જાય છે. પેલી સ્ત્રી દાગીના – પૈસા જે કંઈ પિતાની પાસે હતું તે બધું કાઢીને આપવાની તૈયારીમાં હતી ત્યાં એનો પતિ કેઈની મદદ નહિ મળવાથી એકલે પાછા આવ્યા. ત્યાં પેલા લૂંટારાઓ એમને મારવા ઉઠયા પણ ફાનસના પ્રકાશમાં ચેરના સરદારની નજર તે ભાઈના મુખ ઉપર પડી. એટલે તરત એના હાથ અચકાઈ ગયા ને બોલ્યા. સાહેબ! તમે અહીં ક્યાંથી? આ ભાઈ ઢેરેના ડકટર હતા. આ લેકે ડોકટરને સારી રીતે ઓળખતા હતા. ડકટરની પાસે ઘણું દદીએ આવે એટલે એ તે ભૂલી જાય પણ દદીને ડોકટર કદી ભૂલાતા નથી. એક વખત આ એરેના સરદારની ભેંસને પ્રસૂતિ થતી ન હતી. ત્યારે આ ડોકટરને બોલાવેલા અને ઘણાં ઇલાજો કરીને તેની ભેંસ અને બચું બચાવેલા. તે સિવાય આ ગામના ઘણાં ઢેરેને બચાવેલાં એટલે કહે છે સાહેબ! તમે તો અમારા મહાન ઉપકારી છો. મારી ભેંસ અને તેના બચ્ચાંને તમે ક્ષેમકુશળ બચાવ્યા છે તે ઉપકાર અમે ભૂલી ગયા નથી. હવે તે તમારા વાળ વાંકે ન થવા દઈએ. અમારી આજે મેટી ભૂલ થઈ ગઈ. અમને ખબર નહિ કે આ આપની કાર છે અને આ આપના પત્ની છે. હવે અમને માફ કરે. એમ કહી જે પૈસા અને દાગીના લીધા હતા તે બધા પાછા આપી દીધા. ને ગાડીને ધકકા મારીને ગામમાં લઈ ગયા. અને ડોકટરનું ખૂબ સ્વાગત કર્યું ને કહ્યું કે જે આપણે ઉપકારીના ગુણને ભૂલી જઈએ તે નરકમાં જવું પડે. ચેરેમાં પણ કેવી કૃતજ્ઞતા છે. આજને માનવી તે ઉપકારીના ઉપકારને પણ ભૂલી જાય છે. ભાઈઓ! આ દષ્ટાંત ઉપરથી એટલે બોધપાઠ લેજો કે
જ્યારે ચોર જેવા ચેરે પણ ઉપકારીના ઉપકારને વિસર્યા નહિ તે હું તે જેન છું. મારાથી ઉપકારીના ગુણને કેમ ભૂલાય? ચેરેએ જેમ સમય આવ્યે ડોકટરની કદર કરી, સ્વાગત કરીને તેમને ગામ ક્ષેમકુશળ પહોંચાડ. તેમ તમે પણ સમય આવ્યે ઉપકારીનું ઋણ ચૂકવવાનું ભૂલતા નહિ. ઈતિહાસમાં આવાં તે ઘણાં દાખલાઓ છે.
બીજા વિશ્વયુદ્ધમાં બનેલે એક પ્રસંગ છે. તેમાં એક ચ સૈનિક અમેરિકન