________________
શારદા સરિતા
- ૫૮૭ નગરજને બોલવા લાગ્યા કે આ નગરીમાં કોણ એ પાપી દુષ્ટ જીવ છે કે આવા પવિત્ર મુનિને વિષ આપ્યું. ત્યારે બીજા સંતે કહે છે ભાઈ! એ તે નિમિત્ત માત્ર છે. જેણે આપ્યું હશે તેણે, પણ એને દોષ ન દે. સંતે તો જાણે છે કે કોણે હરાવ્યું છે. પણ જેન મુનિ કદી નામ દે નહિ. તેમ શિખીકુમારને લાડવા ખાધા પછી અસહ્યા વેદના થવા લાગી છતાં માતા પ્રત્યે બિલકુલ વેષભાવ ન આવ્યું કે હે પાપણી માતા! તું તે મને ગર્ભમાંથી મારવા ઉઠી હતી. ત્યાં ન મર્યો તે જન્મ દઈને જંગલમાં મૂકવા દાસીને મોકલી પણ પુણ્યગે પિતાજીએ બચાવી લીધું. તેં મને ઘરમાં પણ સુખે રહેવા દીધું નથી અને દીક્ષા લઈને પણ ઝેર આપ્યું? આ વિકલ્પ સરખો પણ ન અ.. એમણે તો માતાને ઉપકાર માન્યો. ગજબ સમતા રાખી સમાધિમરણે કાળધર્મ પામીને તેઓ પાંચમે દેવલેકે ગયા.
આ તરફ આખા ગામમાં શિખીમુનિના કાળધર્મની વાત પ્રસરી ગઈ. બધા બોલે છે કે મુનિને કેઈએ આહારમાં ઝેર આપી દીધું છે. જેણે આપ્યું હશે? એ પાપીને કંઇ વિચાર ન થયો? આ બધી વાત જાલિનીના કાને પહોંચી. ત્યારે એને વિચાર થયે કે જૈન મુનિ કદિ કેઈનું નામ તે લે નહિ. છતાં છદ્મસ્થ છે ને કદાચ બલી જાય કે જાલિનીના ઘેરથી વહોરી લાવેલા માદક ખાધા અને આ મુનિની આ દશા થઈ તે લોકે મને ચૂંટી ખાશે. સમાજમાં મારી અપકીતિ થશે. માટે હવે મારે અહીં રહેવા જેવું નથી એમ વિચારી ડરની મારી પોતાના મહેલની પાછલ્લી બારીએથી જંગલમાં ભાગી ગઈ અને જંગલમાં રખડીરઝળીને જંગલી પશુઓને ભોગ બની અકામ મરણે મરીને એના દુષ્કાને બદલે ભેગવવા બીજી નરકે ચાલી ગઈ. હવે બીજે ભવ પૂરે થયે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૬૬ ભાદરવા વદ ૫ ને રવિવાર
તા. ૧૬-૯-૭૩ વિષય: “કૃતજ્ઞ બને પણ કૃતની ન બને” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંતકરૂણનિધી શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના ઉદ્ધારને માટે દ્વાદશાંગી રૂ૫ આગમવાણી પ્રકાશી. ભગવાન કહે છે આપણે જીવાત્મા અનંતકાળથી અજ્ઞાનના અંધકારમાં આથડી રહ્યો છે. આચારાંગસૂત્રમાં ભગવાન ફરમાવે છે કે “કોલંસિ નાગ
હિયાય સુર્વ ” જીવને જે કંઈ મોટામાં મોટું દુખ હોય તે અજ્ઞાન છે. દુઃખને ટાળી મુક્તિની યુક્તિ શોધવી હોય તો જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જ્ઞાન દ્વારા જીવ