________________
શારદા સરિતા
૫૭૭ સમ્યગદર્શનની લહેજત કઈ ઓર છે. સંસારમાં રહેવા છતાં સમકિતી. આત્માને સંસારની વિસ્મૃતિ થઈ જાય છે. જ્યાં સંસારની સ્મૃતિ છે ત્યાં આત્મસ્વરૂપની વિસ્મૃતિ છે અને જ્યાં આત્મસ્વરૂપની સ્મૃતિ છે ત્યાં સંસારની વિસ્મૃતિ છે. જ્યારે સંસારની વિસ્મૃતિ થાય ત્યારે આંતરિક ભાવ જાગે છે. અંદરને ખજાનો દેખાય છે. ને અલૌકિક સુખ મળે છે. પણ તમારે બાહ્ય ભાવને છોડવા નથી, સંસારમાં ગળાબૂડ ખેંચી જવું છે ને આત્માને ખજાને જેવો છે તે તે કયાંથી મળે? પ્રભુની વાણીનો રંગ આત્મા ઉપર ચઢાવ હોય તે આત્માને સ્વચ્છ બને. પાટી સાફ હોય તો તેમાં અક્ષર ચોખ્ખા પડે. દીવાલ સરખી અને સ્વચ્છ હોય તે ચિત્ર સારું દેરાય અને કપડું સ્વચ્છ હોય તો તેના ઉપર રંગ બરાબર ચઢે છે. તેમ જેનું હૃદય શુદ્ધ હોય છે તે આત્મા આ વાણીના ભાવને ઝીલી શકે છે.
“જમાલિકુમારની દઢતા” જમાલિકુમાર પ્રભુની પાસે હૃદય શુદ્ધ કરીને ગયા હતા એટલે એમને એક વાર વીતરાગવાણીનું પાન કરતા વૈરાગ્યને રંગ લાગ્યું ને વૈરાગી બની ગયા. વૈરાગ્ય પણ કે મજબૂત છે ! એમની માતા કેવી દલીલ કરે છે અને સમજાવે છે છતાં વૈરાગ્યમાંથી ડગતા નથી. માતા કહે છે હે હાલસોયા દીકરા ! તું આ રાજવૈભવના સુખે ભેગવ અને અમારા આત્માને શાંતિ આપ. તારા વિયોગે અમે પૂરી ઝૂરીને મરી જઈશું. ત્યારે જેમાલિ કહે છે હે માતા-પિતા! આ સુખ મારા ને તમારા જીવે અનંતીવાર પ્રાપ્ત કર્યો ને આવા સબંધ બાંધ્યા છે. ચક્રવર્તિ અને વાસુદેવની પદવી પણ જીવે પ્રાપ્ત કરી હશે. ચક્રવર્તિ ચક્રવર્તિપણામાં જે મરે છે તે નરકમાં જાય છે અને જે ચક્રવર્તિઓ ચક્રવર્તિના સુખ છેડે છે તે મોક્ષ અગર દેવલોકમાં જાય છે. આ તીર્થકર ને કેવળીની પદવી પ્રાપ્ત કરી નથી. આત્માની અનંતશક્તિને પિછાણી નથી. એટલે બહારમાં રમે છે. હવે તે મારે આત્માની સાથે રમવું છે. આત્માનું અખંડ સામ્રાજ્ય મેળવવું છે. આ રાજ્ય અને રાજ્યના સુખ કયારે મને છોડી દેશે અને રખડતે રઝળત કરી મુકશે તેની શું ખાત્રી? તેના કરતાં આત્માનું સામ્રાજ્ય શું છેટું કે કદી કેઈ દુશ્મન પડાવી લેવાનું કે રખડતા ભિખારી જેવા થઈ જવાને પ્રસંગ જ ન આવે!
ક્યારે રાય રંક બનશે તેની ખબર નથી. એક વખત કહેવા માટે શહેનશાહ એ રાજા રસ્તે રઝળતે ભિખારી બની વગડામાં ભટકવા લાગ્યો. એક વણિક વહેપારીએ એ રાજાને જે. કેઈ વખત એ રાજાના રાજ્યમાં ગયેલ. આ મોટો રાજા હતું ને શેઠ મટે વહેપારી હતું. એટલે એ રાજાને ભેટશું આપવા ગયેલ ત્યારે રાજાને જોયેલો અને તેને સારો પરિચય પણ થયેલો. એટલે તરત શેઠે રાજાને ઓળખ્યા ને આવી બેહાલ સ્થિતિમાં રાજાને જોઈને આશ્ચર્ય થયું.