________________
૫૭૫
શારદા સરિતા હોય તેમ સાત-આઠ પગલા સામી ગઈ. તિખુને પાઠ ભણી લળી લળીને વંદન કરવા - લાગી. ગુરૂદેવ! આપ મારે ઘેર પધાર્યા તેથી મને ખૂબ આનંદ થયે છે. આજે મારૂ ઘર પાવન થયું. મારે આંગણે જાણે કલ્પતરૂ ફળે. આજે મારે મન તે સોનાને સૂર્ય ઉગ્ય છે એમ કહી લળી લળીને વંદન કરે છે ને કહે છે ગુરૂદેવ ! આપ રસોડામાં પધારે. આજે તે ઈચ્છા પ્રમાણે દાન દઈને મારા કર પાવન કરાં એમ કહી મુનિને રસોડામાં પહેરવા માટે લઈ ગઈ. મનના મેલા માણસો ઉપરથી કેવું મીઠું મીઠું બોલે છે ને અંદરથી કેવા કપટી હોય છે. હવે જાલિની મુનિરાજને શું વહોરાવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૬૫ ભાદરવા વદ ૪ ને શનિવાર
તા. ૧૫-૭૩ અનંતકરૂણાનિધી શાસ્ત્રકાર ભગવતે જગતના જીવના ઉદ્ધાર માટે અમૂલ્ય વાણી પ્રકાશી. પ્રભુની વાણીના શ્રવણથી જીવ પવિત્ર બની જાય છે. ભગવાન કહે છે તે જીવાત્માઓ! જાગે, સમજે ને બુઝે. જો તમે આ માનવભવમાં આત્મસાધના નહિ કરે, સમ્યગદર્શનની પ્રાપ્તિ કરવાને પુરૂષાર્થ નહિ કરે તે “સંવોહી વહુ પુટ્ટા”
” પરભવમાં સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થવી દુર્લભ છે. અનાદિકાળથી જીવે સંસારમાં અનંત ભવ કર્યા છે, પણ તે ભવાની ગણત્રી થતી નથી. જે ભવમાં જીવ સમ્યગદર્શન પામે તે ભાવથી ગણત્રી થાય છે. પ્રભુ મહાવીરને આત્મા પણ પહેલાં તે આપણી જેમ સંસારમાં ભમતું હતું પણ નયસારના ભવમાં સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું ત્યારથી તેમના ભવની ગણત્રી થઈ છે. કારણ કે જીવ સમ્યગદર્શન પામ્યું એટલે નકકી મેક્ષમાં જવાની મહોર લાગી ગઈ. આ સમ્યગદર્શનને મહિમા છે.
એક અંતમુહૂર્ત એટલે સમય આત્માને સમ્યગદર્શનને સ્પર્શ થઈ જાય તે પણ અર્ધપુદગલ પરાવર્તન કાળથી અધિક સંસારમાં પરિભ્રમણ કરતો નથી. આટલે લાંબો કાળ પણ જે આત્મા ભારે કમી હોય, વચમાં વચમાં સમ્યગદર્શન વમી જતો હોય એટલે કે પાછો મિથ્યાત્વી બની જતું હોય ને નવા નવા કર્મો ઉપાર્જન કરતે હોય તેને આશ્રીને કહ્યો છે. બાકી તે સમ્યગદર્શન પામ્યા પછી આત્મા થોડા સમયમાં મોક્ષમાં જાય છે. પૂર્વભવમાં જીવે આયુષ્યને બંધ પાડયે ન હોય અને આયુષ્યને બંધ પડે તે સમયે આત્માને સમ્યગદર્શન સ્પર્શેલું હોય અને આઠ કર્મથી મુકત થયે ન હોય તો તે મરીને વૈમાનિક દેવ તરીકે ઉત્પન્ન થાય છે. સમ્યગ દષ્ટિ આત્મા મોટા ભાગે પાપની પ્રવૃતિથી દૂર રહે છે. કદાચ ન છૂટકે તેને પાપ કરવું પડે તે દિલમાં