________________
૫૭૪
સારદા સરિતા
પણ ફરકતું નથી, કારણ કે એ સમજે છે કે આ બધું મેહનું નાટક છે.
જેમ બાળકને મુંઝારે થયે હોય ત્યારે એની માતા કડવી દવા પીવડાવે છે. બાળક પતાસુ માંગે તે પણ આપતી નથી. તે શું માતા બાળકની દુશ્મન છે? “ના.” માતાની લાગણું છે. મારો દીકરો પતાસુ ખાય તે રેગ વધી જાય. તેમ જમાલિકુમાર સમજે છે કે મારી માતાને મેહને મૂંઝારે થયેલ છે. તેમાં હું તેને ગમે તે રીતે કહીશ પણ તેને ગમવાનું નથી. મારે તે આત્મસ્વરૂપની પિછાણ કરાવી છે. હજુ તેમની માતા શું કહેશે તેને ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર: શિખીકુમાર મુનિ કૌશાંબી નગરીમાં પધાર્યા છે. રોજ વ્યાખ્યાન ફરમાવે છે. બપોરે વાંચણી આપે છે. નગરજને ખૂબ લાભ લે છે. દરિયાના મધ્ય ભાગમાં રને રહેલા છે, પણ દરિયે કદી એમ નથી કહેતો કે મારા પેટાળમાં રત્ન છે તમે લેવા આવજે. પણ જેને રત્ન લેવાની ઈચ્છા થાય તે મરજીવા થઈને દરિયામાં ઝંપલાવે છે ને દણ્યિામાંથી અમૂલ્ય રત્ન કાઢી લાવે છે. રત્ન ખૂબ કિંમતી હોય છે. પણ હરા મુખસે નવ કહે લાખ હમારા મૂલ. હીરો તેના મેઢેથી કદી એમ નથી કહેતા કે મારૂં મૂલ્ય લાખ રૂપિયા છે. પણ જે કઈ ઝવેરી આવી જાય તે હીરાની કિંમત લાખને બદલે સવા લાખની આંકે છે તેમ શિખીકુમાર મુનિ ખૂબ ગુણગંભીર છે. જ્ઞાની છે, લેકે તેમની પાસે આવે છે ને તેમની મુક્તકંઠે પ્રશંસા કરે છે, પણ જાલિની માતા આ બધું સાંભળીને બળી જાય છે.
શિખીકુમાર મુનિ તેમના માતાજીને દર્શન કરાવવા દરરોજ આવતાં અને ધર્મને ઉપદેશ પણ કરતા. છેવટે પિતે સાચી શ્રાવિકા બની છે તે રીતને દેખાવ કરીને બાર વત આદર્યા. એ વ્રત કેવા કડક આદર્યા ! એમાં બહુ થેડી છૂટ રાખી. રેજ સામાયિકપ્રતિક્રમણ કરવું એ નિયમ લીધે. ત્યારે મુનિને પણ ખૂબ આનંદ થયે. અહ! એક વખતની મારી માતા કેટલી ક્રૂર હતી. પણ એને મારા પ્રત્યે અત્યારે જ પણ તેષભાવ નથી. માણસ કયારે પલટાય છે તે કહી શકાતું નથી. શિખીમુનિને કહે છે ગુરૂદેવ ! આપને પધાર્યા આટલા દિવસ થઈ ગયા પણ હજુ આપે મારા ઘરને આ હાર વહાર્યો નથી. હું આપને દાન દઈને મારા કર કયારે પાવન કરીશ. આપને વિહાર કરી જશે ને હું લાભ લીધા વિનાની રહી જઈશ. આ રીતે મીઠા મીઠા શબ્દો બોલવા લાગી ને આંખમાંથી બેર બેર જેટલા આંસુ પાડવા લાગી. મુનિ કહે છે બહેન! આપ દિલમાં જરા પણ ઓછું ન લાવે. અવસરે જઈશું. આજે તો ગોચરી જવાનું નથી એમ કહી મુનિ ચાલ્યા ગયા. બીજે દિવસે ઉપવાસનું પારણું હતું. પિતાના વડીલ સંતને સાથે લઈને શિખીકુમાર મુનિ માતા જાલિનીને ઘેર બૈચરી માટે પધાયાં.
મુનિને પિતાને ઘેર ગોચરી આવતાં જઈને જલિનીને જાણે કેટલો હર્ષ થયે