________________
પપર
શારદા સરિતા છે. મહાવીર પ્રભુએ કર્મની જંજીરને તેડવા માટે કેવી મહાન સાધના કરી હતી બા. બ્ર. પુ. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે મા ખમણ તપની સાધનાનું પારણું છે માટે ૩૦ દિવસના જે પચ્ચખાણ લે તે લેશે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૬૩ ભાદરવા વદ ૨ ને ગુરૂવાર
તા. ૧૩- ૭૩. સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો
વિશ્વવત્સલ, દયાના સાગર એવા મહાવીર પ્રભુએ આપણા ઉપર મહાન અનુકંપા કરી આગમરૂપી વાણી પ્રકાશી. ભગવાનની વાણી ભવ્ય જીવો માટે મહાન ઉપકારક છે, હિતકારી છે. જેમ ડોકટરની દવા શારીરિક રોગનું શમન કરનારી છે તેમ વિતરાગ પ્રભુની વાણી રૂપી દવા ભવરોગને નાશ કરનારી છે. આ વાણી ઉપર જે જીવ શ્રદ્ધા કરે તે મેક્ષના શાશ્વત સુખને મેળવી શકે છે. કારણ કે સર્વજ્ઞ પ્રભુની વાણી ત્રણ કાળમાં ફરતી નથી. જિનેશ્વર દેએ જે વાણી પ્રરૂપી છે તે સત્ય અને નિઃશંક છે અને અજ્ઞાનીની વાણીમાં શંકા હોય છે. તેમાં તેઓ આજે જુદું બતાવશે અને થોડા વખત પછી વળી બીજું બતાવશે ત્યારે પ્રભુની વાણીમાં મીનમેખ ફેરફાર થાય નહિ.
जे य अइआ जे य पडुपन्ना, जे य आगमिस्सा अरिहंता भगवंतो ते सव्वे एव माइक्खंति, एवं भासन्ति, एवं पनवेति एवं परुवेन्ति ।
તીર્થકર ભગવતે ભૂતકાળમાં થઈ ગયા. વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે ને ભવિષ્યમાં બીજા તીર્થકર થશે. તેમાં જે વાત ભૂતકાળમાં થઈ ગયેલા તીર્થકરેએ કહી તે વાત વર્તમાનકાળમાં તીર્થકર ભગવંતે પ્રરૂપે છે અને ભવિષ્યમાં જે ભગવતે થશે તેઓ પણ એ વાત કહેશે. જે જે દ્રવ્ય અને જે જે તો જે રીતે ભગવતે કહ્યા છે તે તે રીતે રહેલા છે. નવતત્ત્વ, છ દ્રવ્ય, નય-નિક્ષેપ જે જ્ઞાનીએ કહ્યા છે તે અનંતકાળે પણ જ્ઞાની કહેશે.
જમાલિકુમારને સત્ સ્વરૂપનું ભાન થયું છે કે મારું સ્વરૂપ અનંત જ્ઞાનમય, દર્શનમય ને ચારિત્રમય છે. મને જે શકિત અને સંગે મળ્યા છે તેનાથી મારા કર્મોના ચૂરા કરવાના છે, તેના માટે પ્રચંડ પુરુષાર્થ કરે પડશે એમ સમજી જમાલિકુમાર સંસાર ત્યાગી સંયમી બનવા તૈયાર થયા છે. તમે સંસાર ન છેડી શકે તે શ્રાવક તે બની શકે ને? બાર વ્રત ન અંગીકાર કરી શકે તે બારમાંથી એક પણ વ્રત અંગીકાર કરે. રાત્રી ભોજન ત્યાગ કરે. ઘણીવાર એવું બને છે કે માણસને ચૌવિહાર