________________
શારદા સરિતા
કરવાની ભાવના હાય પણ નાકરીની પરાધીનતાને કારણે ઇચ્છા હૈાવા છતાં નથી કરી શકતા. પણ જે શેઠ છે એ ધારે તે કરી શકે ને ? એક કલાક ગાઢી ઉપરથી વહેલા ઉઠી જાવ તા ચૌવિહાર થઇ શકે છે. પણ એ પૈસા ખાતર ગાદીના માહ છૂટવા મુશ્કેલ છે. માહ છૂટે તેા કલ્યાણ થાય. અનંતકાળથી જીવને સંસારમાં રઝળાવનાર માહ છે. પુણ્યના ઉય છે ત્યાં સુધી સારૂં છે. જ્યારે ઇન્દ્રિએ શિથીલ ખનશે, રાગ ઘેરા નાંખો ત્યારે માં કોઈ ભાગ પડાવવા તૈયાર નહિ થાય. આ સસાર કેવા છે ? જેમ વાસણમાં દૂધ મેળવ્યું હોય છે ત્યારે ઘણીવાર એવુ અને છે કે ઉપર દહીને પાપડ જામ્યા હાય છે ને નીચે પાણી હાય છે. તેમ આ સંસારમાં ઉપરથી મેહ-માયાના પાપડ દેખાય છે પણ અંદર તેા પાણી જ પાણી છે. માટે અને તેટલા માહુ આછે કરા.
૫૫૩
જમાલિકુમારને સંચમની એવી લગની લાગી છે કે હવે તેને ક્ષણવાર ગમતુ નથી. એટલે માતાને કહે છે હું માતા! હું તારા પુત્ર આ એક ભવમાં નથી બન્યા. ઘણી માતાના પુત્ર બન્યા છે ને ઘણી માતાઓને રાવડાવી છે.
સાયરના નીરથી ઘાંચે, મેં પીધા માયના થાન, તૃપ્તિ ન પામ્યા આત્માજી, અધિક આરોગ્યા ધાન હા,
માતાજી ક્ષણ લાખેણી રે જાય...... હે માતા! આ જીવે માતાના દૂધ એટલા બધા પીધા છે કે જે ભેગા કરવામાં આવે તા સમુદ્ર ભરાઈ જાય. સમુદ્રમાં કેટલુ અગાધ પાણી હાય છે! એને પાર પામી શકાતા નથી. તે વિચાર કરેા કેટલા જન્મ લીધા હશે? અને કેટલું ખાધુ તેના હિસાબ નથી. હવે મારે આવા જન્મમરણ નથી કરવા. તું મને જલ્દી દીક્ષાની આજ્ઞા આપ. જમાલિકુમારની માતાએ પહેલાં કહ્યું હતુ કે દીકરા! તુ અમારા એકના એક વ્હાલા પુત્ર છે. તું અમારે શ્વાસ છે. તારા વિના અમે જીવી શકીએ તેમ નથી માટે તું અમારા મરણ પછી આ સંસારની વાડી ખીલાવીને પછી દીક્ષા લેજે. તેના જવાખમાં જમાલિકુમારે માતાને સમજાવ્યું કે હે માતા સંસાર ક્ષણિક છે. કયારે કાને જવાનુ થશે તેની ખબર નથી. મુખ સુંદર લીલા કરી એટલે માતા હવે એ ખાખતમાં ખેલી શકે તેમ ન હતું. પણ માહ છે ને એટલે ઘડીએ ઘડીએ મુર્છાગત થઇ જાય છે. નિશે ચઢયે હોય તે! તે થોડા સમયમાં ઉતરી જાય છે. પણ માહના નિશે। ઉતરવા મુશ્કેલ છે. હવે નવા પ્રશ્ન ઉપાડે છે.
“જમાલિકુમારની શરીરની સુંદરતા માટે માતાની દલીલ”
“ तरणं तं जमालि खत्तिय कुमार अम्मापियरो एवं क्यासी इमं च ते जाया ! सरीरगं पविसङ्घ रुव लक्खणं वंजणगुणो ववेयं उत्तम बल वरीय सत्तजुत्तं विष्णाण