________________
૫૭૦
શારદા સરિતા પડી ગઈ. શું આ બાળકનું ખમીર છે. આવા ફૂલની જેમ ખીલેલા નિર્દોષ કુમળા બાળકને કેમ મરાય? જેમ કે પર્વતને વીંધીને ઝરણું પસાર થાય છે તેમ કઠેર હદયના ચંડાળના હૈયાને વીંધીને દયાનું ઝરણું પસાર થવા માંડયું. તેમને ભેજ ઉપર ખૂબ દયા આવી. એના ઉપર તલવાર ચલાવવાની જીગર ચાલતી નથી ને મુંજ રાજાની આજ્ઞા હતી કે ભેજને ખતમ કરી નાખો. બીજી બાજુ અંતરમાંથી અવાજ આવતે હતું કે પૈસાને ખાતર આ નિદોષ રાજકુમારને મારનાર એ મહાન પાપી કહેવાય. એમને હાથ ઉપડતો નથી. આ જોઈને ભેજ કહે છે ભાઈઓ! તમે શા માટે અચકાવ છે? મને મરણને બિલકુલ ડર નથી. શા માટે મુંઝાઓ છે? જલ્દી તલવાર મારા મસ્તક ઉપર ફેરવી દે અને રાજાની આજ્ઞાનું પાલન કરો.
ત્યારે કઠોર હૈયાના ચંડાળે કહે છે બેટા! અમારા હાથમાં રહેલી તલવાર તારા માથે ફરવા તૈયાર નથી. જેને હાથમાંથી પડી જાય છે. કોણ જાણે અમને તારા પ્રત્યે અમારા દીકરા જેવું વહાલ આવે છે. માટે અમે તને મારી શકીશું નહિ. પણ તું આ ગામ છોડીને અહીંથી ભાગી જા. ફરીને કોઈ દિવસ આવતે નહિ. અમે મુંજ રાજાને સમજાવી દઈશું કે હવે ભેજ આ દુનિયામાં નથી. તમે શાંતિથી માળવાનું રાજ્ય કરે. ત્યારે જ કહે છે મને મરણને બિલકુલ ડર નથી. પણ જ્યાં તમે મને મારવા તૈયાર નથી ત્યાં હું શું કરું? ભલે, હું ચાલ્યું જાઉં છું. તમે મારા કાકાને સમાચાર આપ્યા પછી કહેજો કે તમારા ભત્રીજાએ જતાં જતાં તમારા ઉપર એક પત્ર લખીને મોકળે છે. જે એ વખતે પત્ર લખીને ચંડાળને આપે અને પોતે જંગલમાં
ક્યાં ક્યાં ચાલ્યા ગયા. ચંડાળે ભોજન પત્ર લઈને મુંજની પાસે પહોંચી ગયા. મુંજ તેના ગુપ્ત મહેલમાં ભેજના સમાચારની રાહ જોઈને બેઠા હતા. ચંડાળાએ ભેજના સમાચાર આપ્યા ને સાથે જે આપેલે પત્ર આપતાં કહ્યું કે જે જતાં જતાં ખૂબ પ્રેમથી આપને આ પત્ર લખીને આપે છે. ત્યારે મુંજ કહે છે શું ભેજને મેં મરાવ્યું છે તેની ખબર પડી ગઈ? ત્યારે ચંડાળ કહે છે એ તો અમે નથી જાણતા. અમે તે તેને મારવા જતા હતાં ત્યાં તેણે આ પત્ર લખી આપ્યો ને અમે તેને મારીને આવ્યા છીએ. મુંજ કહે છે ભલે, આશ્ચર્ય બતાવતાં મુજે પત્ર છે. પત્રમાં શું લખ્યું હતું:
मांधाता सम मह पति कृतयुगालंकार भुतोंगतः। सेतुर्येन महोदधौ विरचितः कासौदशात्यांतकः॥ अन्येचापियुधिष्ठिर भृतयो, भुरि प्रभुता नृपः।
नै केनापि समंग तां वसुमती मुंज त्वयायास्पतिः ॥
પૂજ્ય કાકા! આપ દયુષ બને ને વર્ષો સુધી માળવાનું રાજ્ય ભેગો પણ મને એક વિચાર થાય છે કે રાવણ સીતાજીને ઉપાડી ગયે. એ સીતાજીને પાછા લાવવા