________________
૫૬૪
શારદા સરિતા
વ્યાખ્યાન નં. ૬૪ ભાદરવા વદ ૩ ને શુક્રવાર
તા. ૧૪-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
અનંતકરૂણાસાગર ત્રિલોકીનાથે જગતના છના કલ્યાણને માટે શાચ વાણી પ્રકાશી. ભગવાન ફરમાવે છે કે અનંતના યાત્રિક! તું અનંતભથી સવભાવ છોડી વિભાવદશામાં જઈ ઘણું ભટક્યા. હવે તારા સ્વરૂપને ખ્યાલ કર. “મેં હું કૌન કહાંસે આયા મુઝે કહાં પર જાના હિ! વધારે ન વિચારે તે ખેર. પણ એટલે તે જરૂર વિચાર કરે કે મેં હૈં કૌન? હું કોણ? હું એટલે શું? આજે તમને પૂછવામાં આવે કે તમે કોણ? તે કહેશે કે હું રમણિકભાઈ, હું હરીભાઈ, તેજાણ આદિ નામ આપે છે. ભાઈ! એ નામ તે આ જડ દેહને ઓળખવા માટે તમારી માતાએ નામ પાડ્યું છે. આ દેહ અને આત્માને શું સંબંધ છે? કર્મને વશ થઈને આત્માને કાયાને કેદી બનવું પડયું છે, પણ આત્મા એ દેહ નથી. દેહ અને દેહી જુદા છે. બંનેના ધર્મો પણ જુદા છે. તમે બારીએ ઉભા રહીને કંઈક દશ્ય જુએ છે તે જોવાવાળો કોણ છે? શું શરીર દેખે છે? જે શરીર જેવાની ક્રિયા કરતું હોય તે એક મડદાને પકડીને ઉભું રાખો. શું જોવે છે? “ના. મડદામાં જેવાની તાકાત નથી. પણ એ જેવાવાળો જુદે છે. જેનારની કિંમત છે પણ આજે તો આત્મા કરતાં દેહની કિંમત વધી ગઈ છે. જેટલા કાયાના રપ થાય છે તેટલા આત્માના નથી થતા. રાત-દિવસ કાયાની ટાપટીપ ને સજાવટ થાય છે તે ઉપરથી એમ લાગે છે કે આજના જીવને આત્મા કરતા દેહની કિંમત વધુ સમજાઈ છે. પણ વિચાર કરો કે આ દેહમાંથી આત્મા ચાલ્યા જાય છે ત્યારે તે શું કરી શકે છે? તમે ડૉકટરને બોલાવે છે. વેંકટર શરીરને તપાસીને કહે છે કાંઈ નથી. જીવ ચાલ્યો ગયો છે.
હવે શું કરશો? બાપને દીકરો ગમે તેટલે હાલે હોય અગર બાપ એના દીકરાને ગમે તેટલે વહાલો હોય પણ દેહમાંથી આત્મા ચાલ્યા ગયા પછી તેને ખાંધ ઉપર ઉપાડીને શમશાનમાં લઈ જઈ અગ્નિસંસ્કાર કરી દેશે. જે કાયાને સાચવવા કેટલી મહેનત કરી, એને હમામસુખડના સાબુથી નવરાવી, સારા વસ્ત્રો પહેરાવ્યા, હીરાના દાગીના પહેરાવીને શણગારી અને એને સારા સારા પકવાને જમાડ્યા. આટલું કર્યું છતાં એ કાયાને જલાવી દેવાની. તે પછી આત્માનું મહત્ત્વ વધારે કે શરીરનું? એ વાત તમારે માનવી પડશે કે શરીર કરતાં આત્માની કિંમત વધારે છે. શરીરને એક દિવસ છોડવાનું છે તે પછી આ દેહ પાસેથી જેટલું કામ લેવાય તેટલું શા માટે ન લઈ લેવું?
બંધુઓ ! ભવસમુદ્રને પાર કરવા માટે અને આત્માને ઉન્નતિના શિખરે લઈ જવા માટે આ માનવદેહ સાધન છે. સાધન દ્વારા સાથેની સિદ્ધિ કરી લે.