________________
૫૫૬
શારદા સરિતા
આવ્યા છે? ત્યારે માણસા .કહે છૅ આ રાજકુમાર તને અંતરથી ચાહે છે. તને એની મહારાણી મનાવવા માંગે છે. તું રાજમહેલમાં ચા”. તને ત્યાં મનમાન્યા સુખા મળશે. ત્યારે છોકરી કહે છે તમારી વાત સાચી છે. પણ ગઇ કાલે છ મહિના બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી છે માટે તમે છ મહિના પછી આવજો. રાજકુમારના ગળે વાત ઉતરી ગઇ. છ મહિના તેા કાલે પૂરા થઈ જશે. રાજકુમાર એકેક દિવસે ગણવા લાગ્યા. જેનુ' મન વિષયમાં રમે છે તેને એ સિવાય ખીજુ કાંઇ યાદ આવતું નથી. એને ચટપટી લાગી છે કે છ મહિના કયારે પૂરા થાય ને કયારે એ રૂપવતીને પરણું. અંધ માણસ કરતાં કામને ધાપા ભયંકર છે. કાગડો રાત્રે દેખતા નથી ને ઘુવડ દિવસે નથી દેખતુ, પણ જે કામાંધ મનુષ્યેા છે તે તે રાત્રે અને દિવસે દેખતા નથી.
ચારિત્ર માટે શરીરની કરેલી ખાનખરાબી’’
છોકરી કહે છે આપુજી! તમે મારા માટે નેપાળાની એક શેર ગાળી લઈ આવે. પિતા કહે છે બેટા ! એટલી બધી નેપાળાની ગાળીએ શું કરવી છે? પુત્રી કહે છે મારે એની જરૂર છે. ગેાળીએ મગાવીને એક ખાટલામાં ભરી દીધી. દરાજ સવ:૨–સાંજ એકેક ગાળી લે છે. તમે જાણા છે ને કે નેપાળે! પેટમાં કેવુ ખેદે છે! રાજ નેપાળની ગાળી લેવાથી પેટમાંથી બધા કચરા સારૂં થઈ ગયા. એ અશુચી પુદ્ગલેા એક કાઠીમાં ભેગા કરે છે. ધીમે ધીમે કરતાં એનું શરીર એવુ ધે!વાઇ ગયું કે તે હાડપિંજર જેવી ખની ગઈ. એનું રૂપ નષ્ટ થઈ ગયું. હાલવા ચાલવાની શક્તિ ન રહી. એટલે છોકરી ઝુ ંપડીની બહાર ચેકમાં ખાટલે ઢાળી કપડુ ઓઢીને સૂતી હતી. ખરાખર છ મહિના પૂરા થયા ત્યાં રાજાને કુમાર સૈનિકા લઇને આવ્યે ને પેલા શેઠને કહે છે તમારી દીકરી કયાં ગઇ! એણે છ મહિના પછી આવવાનું મને વચન આપ્યુ છે. ત્યારે કહે છે ભાઈ! એ તા ઓસરીમાં સૂતી છે. કુંવરીની પાસે જઇને જુએ તેા એનું રૂપ ખલાસ થઈ ગયું છે.
“કુંવરીએ કુમારની
દૃષ્ટિ ખાલાવી ’
કુંવરીનુ શરીર હાડકાના માળા ખની ગયું છે. ચામડી લટકે છે. કુમાર કહે છે એ છેકરી આ નથી. ત્યારે છેકરી કહે છે તમે છ મહિના પહેલાં જેને જોઇ અને જેને માટે તમે આવ્યા છે તે હું જ છુ. તમે મારા રૂપ, કાન્તિ ને સાંયને માઢ્યા હતા. તે રૂપ-ક્રાન્તિ અને સાંય બધું આ કાઠીમાં ભરેલુ છે. જોઈ લે. ત્યારે કુમાર કહે છે તું અહીં છે ને રૂપ કાઠીમાં ક્યાંથી? ત્યારે કહે છે જુએ. મારામાં જે છે તે મેં એ કાઠીમાં નાંખ્યુ છે. તમે જોઇ લેા. કુમાર સ્હેજ ઢાંકણુ ખુલ્લુ કરીને જુએ છે. છ છ મહિનાની વિષ્ટા ભેગી કરી હોય ત્યાં કેવી દૂર્ગંધ છૂટે? એ દૂધથી કુમારનુ માથુ ફરી ગયું. તમ્મર ખાઈને પડયા. છેવટે તેને બેધ આપ્યા કે આ શરીરમાં હાડ-માંસ ને લેહી વિના બીજું છે શું? એમાં શુ માહ પામવા જેવા છે? મુસ્લીમ રાજકુમાર આન્યા હતા તેવા ચાલ્યા