________________
શારદા સરિતા
૫૫૫ નથી જાણતા? આ શરીર એટલે સેંકડે હાડકાઓના માળખા ઉપર ઉભેલું મકાન છે. એમાં લોહીની નસો--માંસના લોચા અને મળ-મૂત્ર સિયાય બીજું છે શું? એ બધાને ભેગા કરી ઉપર સુંદર ચામડીના અસ્તરથી મઢેલું શરીર છે. વળી માટીના ભાંડાર-વાસણ જેવું દુર્બળ છે. અશુચીથી બનેલું છે ને તે અશુચીમય છે અને શુચીને પણ અશુચી કરનારું છે. જેનું શુશ્રષા કાર્ય હમેંશા ચાલુ છે. જીર્ણ ઘરની પેઠે સડવું, પડવું અને નાશ પામવો એ તેના સહજ ધર્મો છે. વળી એ શરીર પહેલાં કે પછી અવશ્ય છોડવાનું છે તે હે માતા-પિતા! તે કોણ જાણે છે કે કેણ પહેલાં જશે અને કોણ પછી જશે?
આ શરીર ઉપરથી રૂપાળું લાગે છે પણ અંદર તો અશુચી ભરેલી છે. જમાલિકુમાર કહે છે કે હે માતા! તું ઉપરના બારદાનમાં કયાં મેહ પામે છે? અંદરના માલની કિંમત છે. આજે જગતમાં એકેક છે આ શરીરના રૂપરંગમાં મેહ પામે છે પણ ઉપરના રૂપની કઈ કિંમત નથી. આંતરિક સંદર્યની કિંમત છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
એક શેઠને એક દીકરી હતી. દીકરી મટી થતાં બાપ તદન ગરીબ બની જાય છે, પણ કાયમ શેઠ તરીકે ઓળખાયેલા તેથી સહુ તેને શેડ કહેતા. હવે બાપ દીકરી તાડછાની ઝુંપડીમાં રહેતા હતા. એની દીકરી ગુણમાં રત્ન જેવી અને એનું રૂપ પણ એવું હતું. રાજકુમારી જેવી દેખાતી હતી. એક વખતે એ છોકરી બગીચામાં ફરવા ગયેલી ત્યારે તે ગામના રાજાનો કુમાર પણ કરવા આવેલો, તે આ છોકરીનું રૂપ જોઈને મુગ્ધ બન્ય ને વિચાર કર્યો એ છોકરીને પરણવું છે છૂપી રીતે. એની ઝુંપડી જોઈ લીધી. બીજે દિવસે રાજાને કુમાર એના માણસને લઈને શેઠની ઝુંપડીએ આવે છે ત્યારે શેઠ કહે છે તમે બધા અહીં કેમ આવ્યા છે? ત્યારે કહે છે આ તમારી દીકરી રાજકુમારને પરણ, એની માંગણી કરવા આવ્યા છીએ. આ સાંભળી શેઠ ચમક્યા. મારી દીકરીની રાજા માગણી કરે એ સારું કહેવાય? વળી આ રાજા મુસ્લીમ છે. ગમે તેવા ગરીબ હઈએ પણ હિંદુની કન્યા મુસલમાનને કેમ અપાય? જે નહિં આપું તો રાજા મારા ઉપર બળાત્કાર કરશે. હવે શું કરવું? બાપ મૂંઝાઈ ગયે. ઢગલો થઈને ધરતી ઉપર પડ, દીકરી કહે બાપુજી! શું છે? તમે શા માટે ગભરાઓ છે? ત્યારે કહે છે બેટા આપણું રાજાને કુમાર તને પરણવા ઈચ્છે છે. તને લેવા માટે આવ્યા છે. આપણે હિંદુ અને એ મુસ્લીમ કેવી રીતે બને? એ સત્તાધીશ છે, એને ના પાડીશ તે સત્તાનું જોર અજમાવશે ત્યારે છોકરી કહે છે બાપુજી! એમાં ગભરાવાની જરૂર નથી. હું એને એ જવાબ આપી દઉં છું કે મારા શીયળનું રક્ષણ થાય અને આપના માથેથી આફત ચાલી જાય.
છેકરીની કરામત - છોકરી બહાર આવીને કહે છે તમે બધા અહીં શા માટે