________________
પપ૦
શારદા સરિતા તે એક દિવસ શેઠ બહારથી આવે છે. એમના પગ કાદવથી ખરડાયેલા હતા એટલે બૂમ પાડીને કહે છે બેટા વસુમતી! પાણીને લેટે લાવ. વસુમતી પાણીને લેટે લઈને ગઈ ને વાંકી વળીને શેઠના પગ ધૂવે છે તે વખતે તેના વાળ છૂટા હતા એટલે વાળની લટો ભેંય પડે છે ત્યારે શેઠ એ લટે પકડીને ઉંચી નાંખે છે. આ દશ્ય જોઈને મૂળા શેઠાણીને ખૂબ ઈર્ષ્યા આવી ગઈ. અહો! શેઠને હજુ આટલી ઉંમરે કેટલે મોહ છે! દીકરી-દીકરી કરે છે પણ ભવિષ્યમાં મારા માથે શેક્યના સાલ આવશે. શેડ કેટલા પવિત્ર છે ને વસુમતી પણ કેટલી પવિત્ર છે. પણ એના ગાઢ કર્મને ઉદય છે એટલે શેઠાણીની દ્રષ્ટિમાં વિપરીત દેખાયું. થોડા દિવસ પછી શેઠને ત્રણ ચાર દિવસ માટે બહારગામ જવાનું થયું એટલે મૂળા શેઠાણીએ વિચાર કર્યો અને શિક્ષા કરવાને આ સારો લાગે છે એમ વિચાર કરી શેઠાણીએ હજામને બોલાવ્યું અને વસુમતીના માથે મુંડન કરાવ્યું. હાથ-પગમાં બેડી પહેરાવીને ભોંયરામાં પૂરી દીધી અને ઘરમાં બધી વસ્તુ ઠેકાણે મૂકી પોતે પિયર ભેગી થઈ ગઈ.
ચંદનબાળાને ભેંયરામાં ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા. શેઠ ચેાથે દિવસે સવારમાં ત્યાં આવે છે. બારણું બંધ છે. શેઠ બહારથી બેટા ચંદના.ચંદના કરતાં આવે છે પણ કઈ જવાબ દેતું નથી. છેવટે ખૂબ તપાસ કરતા ભોંયરામાંથી ચંદનબાળા મળે છે. શેઠ પૂછે છે બેટા! તારી આ દશા કેણે કરી? ત્યારે ચંદનબાળા કહેપિનાછી મારા કર્મ કરી, પણ સારું થયું. ત્રણ દિવસ એકાંતમાં પ્રભુનું સ્મરણ કરવા માટે નિવૃત્તિ મળી. હેજે સહેજે આત્મસમાધિમાં લીન બનવાને અવકાશ મળે. દેવાનુપ્રિયા ગુણવાન આત્માઓ અવગુણમાંથી પણ ગુણ શોધે છે. પોતાના કર્મ સિવાય કેઈને દોષ દેતા નથી. જેવું તેનું નામ હતું તેવા તેનામાં ગુણ હતા. તેનું નામ વસુમતી હતું પણ એના જીવનમાં ચંદન જેવી શીતળતા અને ગુણની સુવાસ હતી એટલે ધનાવાડ શેઠે તેનું નામ ચંદનબાળા પાડ્યું હતું. આજે તે નામ જુદા હેય ને કામ જુદા હોય. નામ પ્રમાણે અત્યારના જમાનામાં ગુણ બહુ ઓછા જોવા મળે છે.
ચંદનબાળા ત્રણ ત્રણ દિવસની ભૂખી હતી એટલે શેઠના મનમાં થયું કે કંઈક ખાવાનું આપું. ઘરમાં નજર કરે તે વાસણ કે ખાવાનું કંઈ બહાર નથી. બધે તાળા લાગી ગયા છે. એટલે સૂપડું પડયું હતું તે હાથમાં લીધું અને નેકરે ઘોડા માટે અડદ બાફયા હતા તે લુખા સૂખા અડદના બાકળા સૂપડામાં મૂકીને ચંદનબાળાને આપ્યા. કુદરતી રીતે ચંદના ઉંબરામાં બેઠી હતી અને બાકળા આપીને શેઠ તેના હાથમાં રહેલી બેડી તેડાવવા લુહારને બોલાવવા માટે ગયા. ચંદનબાળા મનમાં વિચાર કરે છે કે ત્રણ-ત્રણ દિવસની ઉપવાસી છું. આ વખતે કઈ સાધુ મુનિરાજ પધારે તે તેમને વહોરાવીને પારણું કરૂં આ એના મનમાં ભાવના જાગી ત્યાં પ્રભુ મહાવીર પોતાનો અભિગ્રહ પૂર્ણ