________________
+ ૧૫૪૬
- શારદા સરિતા
છું ! ગુરૂ શિષ્યની આ ભાવના સમજી ગયા ને બોલ્યા હે શિવા ! તારા કારણે કેટલા છનું પાલન થઈ રહ્યું છે. શિવાજી ગુરૂના ગુઢ ભાવને સમજી શક્યા નહિ અને પિતાની જાતને ધન્ય માનતા બેલ્યા. ગુરૂદેવ ! આ બધું આપના આશીર્વાદનું ફળ છે. તેટલામાં પાસે પડેલી એક શિલાને જોઈને ગુરૂએ કહ્યું- આ શિલા વચ્ચે કેમ પડી છે? ત્યારે શિવાજીએ કહ્યું આ રસ્તો તૈયાર થઈ જશે પછી શિલાને તેડાવી નાંખશું ત્યારે સમર્થ ગુરૂએ કહ્યું, નહીં આ કામ આપ અત્યારે કરાવી લે. કેઈપણ કામ જે રહી જાય છે તે પછી જલ્દી થતું નથી. શિવાજીએ તરત કારીગરોને બેલાવી શિલા તેડાવી નંખાવી. શિલા તૂટી ગઈ પછી બધાએ જોયું કે શિલાની અંદર પાણીથી ભરેલ એક ખાડો હતે. તેમાં એક જીવતે દેડકે હતો તે જોઈને ગુરૂએ કહ્યું. વાહ! આ શિલામાં પાણી રાખીને તમે આ દેડકાને પણ સાચવવાની વ્યવસ્થા કરી છે ! ગુરૂના શબ્દ સાંભળીને શિવાજીને પિતાના માનનું ભાન થઈ ગયું અને તે સમયે ગુરૂના ચરણેમાં મસ્તક ઝૂકાવીને પોતાની ભૂલની ક્ષમા માંગી. કહેવાનો આશય એ છે કે માનવ અભિમાન ને કરે છે? ધન વૈભવ–સંદર્ય-શક્તિ આદિ બધાને અભિમાન કરે છે પણ શું તે હમેશા બધા સાથે રહેવાવાળા છે? ના, જ્યાં સુધી પુણ્યદય છે ત્યાં સુધી તે સાથે રહે છે. માટે જ્ઞાની પુરૂષે કહે છે આ અસ્થાયી ચીજોનું અભિમાન ન કરે.
હવે બીજું છે વિષય. ઈન્દ્રિઓના વિષય પણ પ્રમાદ છે. વિષયનું ચિંતન મનુષ્યના પતન અને વિનાશનું કારણ છે. જ્યાં સુધી મનુષ્ય ફકત વિષયનું સ્મરણ કરે છે ત્યાં સુધી તેના માટે આત્મ ઉથાનની આશા કરવી નકામી છે. જે તમારા જીવનને શાંતિમય અને તેજસ્વી બનાવવું હોય તો વિષય-વિકારોનો ત્યાગ કરવો જોઈએ. જ્યાં સુધી હૃદયમાં વિષય વિકારરૂપી અશુદ્ધતા છે ત્યાં સુધી માનવ આત્મકલ્યાણને પંથ ગ્રહણ કરી શકતું નથી. ભેગાસત માનવી ઈન્દ્રિય સુખને સાચા સુખ માને છે પરંતુ વાસ્તવમાં તે સુખ નથી પણ સુખાભાસ છે. મનુષ્યની ચિત્તવૃત્તિ જ્યાં સુધી તેમાં રમે છે ત્યાં સુધી તે શુદ્ધતા તરફ આગળ વધી શકતો નથી. આત્માને સંસારથી મુકત કરાવવાના પોતાના ધ્યેયમાં સફળ થઈ શકતો નથી. મનુષ્ય જ્યાં સુધી વિષય-વિકારમાં આસક્ત રહે છે ત્યારે એ ભૂલી જાય છે કે સંસારના ક્ષણિક સુખ તેને લાંબાકાળ સુધી ઘેર દુઃખે આપશે અને દુર્ગતિમાં લઈ જશે. ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં કહ્યું છે કે –
सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे य पत्थेमाणा, अकामा जन्ति दुग्गइ ।
ઉત્ત. સૂ. અ. ૯, ગાથા–૫૩ કામગ શલ્ય રૂપ છે. વિષસમાન છે. આશી વિષ સપના સમાન છે. એની આભિલાષા કરવાવાળાને અનિચ્છાથી દૂર્ગતિમાં જવું પડે છે.