________________
શારદા સરિતા
૪૯૩
કર્મના વિપાકને કારણે ગર્ભ પડતો નથી ને મરતે પણ નથી. આ વાત બ્રહ્મદતના જાણવામાં આવી એટલે તેણે પિતાના પરિવારને સૂચના કરી રાખી હતી કે આ જાલિનીને પ્રસૂતિ થાય અને જે બાળક જન્મે તે મને સોંપી દેજે. કારણ કે એ ગર્ભના જીવની સાથે એને પૂર્વનું વૈર લાગે છે. જયારથી ગર્ભવતી બની છે ત્યારથી તેનું મન આકુળ-વ્યાકુળ રહે છે ને ગર્ભપાત કરવાના ઉપાયે કરે છે. એ બાળક મને સેંપી દેજે અને એને સંતોષ થાય તે તમે તે વખતે જવાબ આપી દેજે. જલિની વાઘણની માફક તરાપ મારી રહી છે કે કયારે બાળકનો જન્મ થાય ને હું કયારે મારી નાંખ્યું.
જીવને એકબીજા પ્રત્યે વૈર વિના ઝેર આવતું નથી. ગજસુકુમાર જેવા બાલસાધુને જોઈને રસ્તે જનારને પણ તેના પ્રત્યે પ્રેમ આવી જાય તેના બદલે સોમલને કે કેલ આવી ગયે ને માથે ભડભડતા અંગારા મૂકી દીધા. એ પૂર્વના વૈર હતા. અહીંયા પણ આ બે જીવેને બબે ભવથી વૈર ચાલ્યું આવે છે. ગર્ભમાં આવનાર છવ પુણ્યવાન હતો તેથી જાલિનીને સારાસારા દેહદ થવા લાગ્યા કે દાન દઉં, સંતના દર્શન કરું, વીતરાગવાણી શ્રવણ કરૂં. બ્રાદત તેના બધા દેહદ પૂર્ણ કરાવતે. પણ અંદરથી એના અંતરમાં કે ધાગ્નિ પ્રજવલિત રહેતો. એમ કરતા સવાનવ માસે જાલિનીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. બધા પરિવારની વચમાં એને કેવી રીતે મારી નાંખવો? પણ તેના મનના અભિપ્રાયને જાણનારી બંધુજીવા નામની તેની દાસીએ કહ્યું- સ્વામીની? આ પાપગર્ભ છે. એનું પાલનપોષણ કરવા કરતાં એને દૂર કરવો તે એગ્ય છે. ત્યારે વાઘણની જેમ કેધિત થયેલી બાળકને મારી નાંખવા તરફડીયા મારતી જાલિનીએ કહ્યું- તમે જાણો. એટલે દાસીએ બાળક લઈને રાજાને આપ્યું. હવે રાજા બાળકને કેવી રીતે ઉછેરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫૭ ભાદરવા સુદ ૧૦ ને ગુરૂવાર
તા. ૬-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
અનંતકરૂણાનિધી શાસ્ત્રકાર ભગવંતોએ ભવ્ય જીવોના ઉદ્ધાર માટે સિદ્ધાંતરૂપ વાણીપ્રરૂપી. ભગવાન કહે છે કે ચેતન! માનવજીવનની એકેક ક્ષણે અમૂલ્ય જાય છે. મનુષ્યનું આયુષ્ય કેટલું કિંમતી છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયેલા આત્માઓ પાસે ઘાસને પુળો બળે તેટલું આયુષ્ય વધુ હેત તો સીધા મોક્ષમાં ચાલ્યા જાત, પણ એટલા આયુષ્યના અભાવે એમને મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થવું પડયું ને તેત્રીસ સાગરેપમના આયુષ્યના દેરડે બંધાયા. એ દેવ નિરંતર છ