________________
શારદા સરિતા
૫૩૩
વળી તારા માતા-પિતાની આજ્ઞા સિવાય અમારાથી તને દીક્ષા અપાય નહિ. માટે ચેડા વખત પછી તને દીક્ષા આપીશું.
આ તરફ શિખીકુમાર છાનામાને ભાગી છૂટ. સવાર પડતાં બ્રહાદત્ત પ્રધાનને ખબર પડી કે મારે દીકરી ચાલ્યા ગયાં છે એટલે તેને ખુબ દુઃખ થયું. ચારે તરફ તપાસ કરાવી પણ શિખકુમારને પત્તે લાગ્યું નહિ એટલે પિતાના માણસોને લઈને બ્રગ્રદત્ત જાતે શિખીકુમારની શોધ કરવા નીકળે.
નિજ નંદન કે હુંત હૃઢત બ્રહ્યદત્ત ચલ આયા, વાપસ ઘર ચલનેક હેતુ, શિખીકે સમજાયા
પર અબ મુઝકે સંયમ લેના, અપના ભાવ બતાયા હોતા તુમ
ગામેગામ અને વગડે વગડે બ્રહ્મહત્ત પ્રધાન પોતાના પુત્રને શોધવા લાગે. ઠેકાણે ઠેકાણે શોધ કરતાં શિખીકુમારના પિતા હાથણી ઉપર બેસીને પિતાના માણસો સાથે ત્યાં આવ્યા. આવીને તેમણે વિજયસિંહ આચાર્યને વંદન કર્યા અને ગુરુએ તેમને ધર્મને ઉપદેશ સંભળાવ્યું. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી બ્રહ્મદર ગુરૂની પાસે આવીને બેઠા.
“કુમારે પિતાને કરેલી પ્રાર્થના પિતાજી ગુરૂ પાસે બેઠા. જ્ઞાનચર્ચા કર્યા બાદ શિખીકુમારને ઘેર આવવા માટે ખૂબ સમજાવ્યું. તે વખતે શિખીકુમાર પિતાજીને પ્રણામ કરીને કહે છે પિતાજી! આપ તો દયાળુ છે. આપ કેઈની પ્રાર્થનાને નકારતા નથી, તે મારી પ્રાર્થના સાંભળીને મને કૃતાર્થ કરો. ત્યારે પ્રધાન કહે છે બેટા! બેલ, તારી શી ઈચ્છા છે? ત્યારે શિખીકુમારે કહ્યું પિતાજી! આપ સંસારના સ્વરૂપના જાણકાર અને અનુભવી છે. આ મનુષ્યભવ રાધાવેધ સાધવાની માફક મહાન દુર્લભ છે. પ્રિયજનના સમાગમ વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓના માળા જેવા અનિત્ય છે. રિદ્ધિઓ વિજળીના ચમકારા જેવી છે. યૌવન પુષ્પ જેવું ક્ષણિક છે. મૃત્યુ હંમેશા પિતાને પ્રભાવ દરેક ઉપર ચલાવે છે. તે આપ મારા ઉપર કૃપા કરીને મને આજ્ઞા આપે તે સકલ દુઃખને અંત કરનાર વીતરાગ પ્રભુએ બતાવેલી ભાગવતી દીક્ષા અંગીકાર કરૂં. પુત્રની વાત સાંભળી પિતાનું હૈયું ભરાઈ આવ્યું. ગદ્દગદ્દ સ્વરે બોલ્યા-પુત્ર! સાધુપણા માટે આ કાળ ગ્ય નથી. ત્યારે શિખકુમારે કહ્યું હે પિતાજી! જેમ મૃત્યુ મારા માટે કેઈ અકાળ નથી. તેમ સાધુ ધર્મ માટે કેઈ અકાળ નથી.
પિતાએ ખૂબ સમજાવ્યું. પણ શિખકુમારને તીવ્ર વૈરાગ્ય જેઈ પિતાએ આજ્ઞા આપી. એટલે ગુરૂ મહારાજે તેને દીક્ષા આપી અને પછી પ્રધાન પિતાના સ્થાને આવ્યા. ગામમાં સૈને ખબર પડી કે શિખીકુમારે દીક્ષા લીધી. દીક્ષા લઈને ખૂબ જ્ઞાનધ્યાનમાં મસ્ત બન્યા. હવે જાલિનીને આ વાતની ખબર પડશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.