________________
૫૩૪
શારદા સરિતા
વ્યાખ્યાન નં. ૬૧ ભાદરવા સુદ ૧૫ ને મંગળવાર
તા. ૧૧-૯૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંતકરૂણાનિધી શાસનસમ્રાટ વીર પ્રભુએ ઘાતી કર્મોને ક્ષય કર્યા પછી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી દ્વાદશાંગી સૂત્રની વાણી પ્રકાશી તેમાં જમાલિકુમારને અધિકાર ચાલે છે. જમાલિકુમારને પ્રભુની વાણી સાંભળી વૈરાગ્યને રંગ લાગે છે તેથી દીક્ષા લેવા માટે તત્પર બની માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે.
- જમાલિકુમાર સંસારની સગાઈએ પ્રભુ મહાવીરના જમાઈ હતાં ને ભાણેજ પણ હતાં. એમના અંતરમાં વીતરાગ વાણી રૂપી મેરલાને ટહુકાર થશે. મેરને ટહુકાર થાય તે સર્પો પલાયન થઈ જાય છે તેમ જમાલિકુમારને આત્મા ચંદનવૃક્ષ સમાન હતો. તેને વીંટળાયેલા કામ-ધ અને વિષય-વિકારરૂપી સર્ષો વીતરાગ વાણીને ટહુકાર થતાં પલાયન થઈ ગયા ને આત્મસાધનાની લગની લાગી. જડ ચેતનનું ભેદજ્ઞાન થયું. વીગ પ્રભુની વાણીથી મનુષ્યને જડ અને ચેતનનું ભાન થાય છે, સાચા અને ખેટાની પિછાણ થાય છે. ચેતનને ચળકાટ દેખાય ત્યારે જડના ઝળકાટ છૂટી જાય. સત્યની પિછાણ થાય ત્યારે અસત્ય છૂટી જાય છે ને સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માની પિછાણ થાય છે.
આજે દુનિયામાં જ્ઞાન તે ઘણું વધ્યું છે પણ એ જ્ઞાન આત્મિક સુખ આપનારૂં નથી. એ જ્ઞાન ભૌતિક સુખ આપનારું છે. સાધનાનું લક્ષ આત્મિકજ્ઞાન પ્રાપ્ત કરવાનું હેવું જોઈએ. આનંદઘનજી મહારાજના મિત્રે સાધુ બનીને બારબાર વર્ષ સુધી સાધના કરી ત્યારે લેખંડમાંથી સુવર્ણ બનાવનાર સુવર્ણરસની પ્રાપ્તિ કરી. એક સંન્યાસીએ વર્ષે સુધી સાધના કરી ત્યારે દરિયા કે નદીમાં માણસ જેમ ધરતી ઉપર ચાલે તેમ પાણીમાં ચાલવાની સિદ્ધિ મેળવી. તે મનમાં મગરૂરી રાખતો હતો કે મેં કેવી સાધના કરી છે પણ એક અધ્યાત્માગી સંત એને મળી ગયા ને કહ્યું ભાઈ ! આટલી મગરૂરી શાની રાખે છે? જિંદગી પર્યત સાધના કરી તેને અંતે તે મેળવી મેળવીને શું મેળવ્યું? ત્રણ દેકડાની વિદ્યા કે બીજું કંઈ? નું પાણીમાં પગે ચાલીને સામે પાર જઈ શકે છે, તે બીજા ત્રણ દેકડા આપીને નૌકામાં બેસીને પણ સામે પાર જઈ શકે છે એમાં કંઈ વિશેષતા નથી. વિશેષતા આત્મિજ્ઞાનની છે.
દેવાનુપ્રિયે! આજના ભૌતિકવાદના વિજ્ઞાને તે હદ કરી છે. ભૌતિક સુખ માટે આત્માને વેચી નાંખ્યો છે. બાવળ વાવવા માટે કલ્પવૃક્ષના મૂળ ઉખેડી નાંખ્યા છે. ગર્દભ. માટે ઐરાવત હાથીને વેચી દીધું છે. મોતીનું પાણી જેવા માટે ખેતીને પીસીને ભૂકો કરી નાંખે છે ને ઉત્તમ મનુષ્યભવરૂપી રત્ન મળ્યા પછી તેને કાચ સમજી વિષયવિકારને વિલાસના ઉકરડામાં ફગાવી રહ્યા છે અને આવી માનવજીવનની અમુલ્ય ક્ષણે