________________
શારદા સરિતા
જરૂર છે. પણ તેની પાછળ સુખ-દુઃખ માનીને મૂંઝાવાની જરૂર નથી. દેહને ભાડું આપી દીધું એટલે કામ ચાલ્યું. દીપક પાસેથી પ્રકાશની જરૂર છે તે તેમાં તેલ પૂરવુ જોઈએ. એન્જિન પાસેથી કામ લેવું છે તે કાલસા પૂરવા જોઈએ તેમ આપણે દેહ પાસેથી કામ લેવું છે :તે તેને ખાવાનું આપવું જોઇએ. આ રીતે સમજણુપૂર્વક દેહના ઉપયાગ કરશે! તે આત્માનંદની અનુભૂતિ થશે. પણ આજે તે માનવી આત્મા માટે કઇ કરવા તૈયાર નથી. જડ વસ્તુ માટે જે કહેા તે કરવા તૈયાર છે, પણ આત્મા માટે કષ્ટ વેઠવા તૈયાર નથી. પૈસા માટે મૃત્યુના મુખમાં જવા પણ તૈયાર થઈ જાય છે તેા વિચાર કરે. મરણ પછી શું પૈસા કે પદાર્થો તમારી સાથે આવશે? ખધુ અહી' પડી રહેવાનું છે. આત્મિકજ્ઞાન અને આત્મિક સુખ કદી આત્માથી જુદું પડવાનું નથી, એજ તમારી સાથે આવશે. તમે નજરે દેખા છે ને ? કે આવા મેટા રાજા-મહારાજાઓ ને સમ્રાટા ગયા. સાથે શું લઈ ગયા ? હમણાં આપણે સમ્રાટ સિકદરની વાત કરી. એ પણ સાથે કઇ લઈ ગયા ? તે તમે સાથે શુ લઈ જવાના છે? શા માટે આટલી મમતા છે એ મને સમજાતું નથી, પણ સાચું સુખ તે ત્યાગમાં છે. ત્યાગ વિના ત્રણ કાળમાં સિદ્ધિ થવાની નથી. અમારે ત્યાં કેવા આનદ છે! સત જેવા કેઇ દુનિયામાં સુખી નથી. જ્યારે જોઇએ ત્યારે તત્ત્વજ્ઞાનની છોળે! ઉડતી હાય. કાઇ જાતના ગભરાટ, ભય કે ચિંતા નહિ. એ બધુ તમારે ત્યાં છે.
૫૧૭
એક મનેાહર ઉદ્યાનમાં બે-ત્રણ મિત્રાની ટોળી ફરતી ફરતી આવે છે. તે ઉદ્યાનમાં એક ઘટાદાર વૃક્ષ નીચે એક તપસ્વી મુનિ ધ્યાન ધરીને બેઠા હતા. પેલા મિત્ર ત્યાંથી પસાર થાય છે. મુનિ યુવાન છે. લલાટ ઉપર તપ અને બ્રહ્મચર્યંના તેજ ઝળકે છે. આ જોઈને પેલા મિત્રાને મુનિને કઇક પૂછવાની ઇચ્છા થઈ. જેમ શ્રેણીક રાજા મંડીકુલ ઉદ્યાનમાં ગયા અને અનાથી મુનિને જોઈને પૂછ્યું હતુ કે તહળોસિ મખ્ખો જ્વળ્યો મોો જિમ્નિ સંયા હૈ મુનિ ! તમે યુવાન છે. તમારું તેજસ્વી :મુખડું' છે, આવા ભાગ ભગવવાના સમયમાં દ્વીક્ષા શા માટે લીધી ? તમને વૈરાગ્ય કેમ આવ્યા ? તે રીતે પેલા મિત્રોએ આ તપસ્વી મુનિને પૂછ્યું કે તમે આવી નાની વયમાં શા માટે દીક્ષા લીધી છે? ત્યારે મુનિ કહે છે ભાઇ ! મનુષ્યને વૈશગ્ય આવવાના ઘણાં કારણેા છે. કાઇને જ્ઞાનગર્ભિત વૈશગ્ય હોય છે, કોઈના મેહર્ભિત વૈરાગ્ય હાય છે તેા કેાઈના દુ:ખગર્ભિત વૈરાગ્ય હોય છે. આ સંસાર છોડીને સંયમી અનેલા મુનિએ પૂર્વે અનુભવેલા સ ંસારની વાતા કી ઉચ્ચારતા નથી, છતાં તમને જાણવાની ખુબ જિજ્ઞાસા છે માટે હું કહું છું.
હું એક ધનવાનના પુત્ર છું. મારા માતા-પિતા ખૂબ દયાળુ હતા. રાજ હજારોના દાન આપતા હતા. કોઈ ગરીખ અમારા આંગણેથી ભૂખ્યા જતા ન હતા. મને ખૂબ