________________
૫૨૯
શારદા સરિતા બંધનને તોડી, બધી મેહભરી વિટંબણાઓને અંત લાવી શકાય ને શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકાય એ માટે અત્યારે પુરુષાર્થ કરવાની અમૂલ્ય તક છે. અત્યારે મોહમાં ફસાયેલા રહીને આત્મસાધનાના પુરુષાર્થની તક ગુમાવી દેવી એ મૂર્ખતા છે. સગા સંબંધીઓ, માતા-પિતા અને પત્નીઓને સબંધ જે કાયમ માટે ટકતે હેત તે જુદી વાત હતી. પણ એ સબંધે ગમે તેટલા સારા લાગે પણ જમનું તેડું આવે એટલે બધું છોડીને જવાનું છે એ ચોક્કસ છે. એવા ક્ષણિક સબંધે પ્રત્યે મેહ શા માટે કરવો? તેના કરતાં શાશ્વત સુખ મળે, કઈ જાતની વિટંબણા કે દુઃખ આવે નહિ એવા પ્રભુની આજ્ઞાનું પાલન કરવું શું ખોટું? એનું આલંબન શું ખોટું? જેમને બિચારાને પ્રભુની આજ્ઞાનું આલંબન નથી મળ્યું એ ભવમાં ભમે એમાં નવાઈ નથી. પણ મને તે જીવનનૈયાને તારવા માટે પ્રભુ જેવા સમર્થ નાવિક આલંબન રૂપ મળી ગયા છે તે ! હવે મારે ભવસાગરમાં શા માટે ભમવું જોઈએ? અને સંસારના અનેકવિધ દુખે શા માટે જોગવવા જોઈએ !
દેવાનુપ્રિયે! જેમ જમાલિકુમારને સંસારના સુખ દુઃખરૂપ લાગ્યા અને એ દુઃખને નાબુદ કરવા માટે સંયમ પથે જવા તત્પર બન્યા છે તેમ તમને આ સંસાર દુઃખરૂપ લાગે છે કે નહિ? જેને જે વાતનું દુઃખ સાલતું હોય છે તે દુઃખને દૂર કરવાના કારણે શેધે છે ને તેને દૂર કરવા પુરુષાર્થ કરે છે. મૂળને જડમૂળમાંથી કાઢય સિવાય દુઃખ દૂર થવાનું નથી. જેમ કે પિટમાં ભૂખ લાગી તે એ ભૂખને દૂર કરવા માટે કેટલું કરવું પડે છે તે આપણે જોઈ ગયા. પણ એ આહારની વાસનાને નિર્મળ કરવા માટે તપ-ત્યાગને પુરૂષાર્થ કરવો પડશે. ભારતીય સંસ્કૃતિનું મૂળ તપ અને ત્યાગ છે. બીજા અન્ય ધર્મોમાં પણ તપ-ત્યાગનું મહત્વ સ્વીકારેલું છે. શા માટે? દુનિયાને દુઃખી કરવા? “ના.” આહાર સંજ્ઞાને તેડવા માટે તપ છે. તપ ત્યાગની ભાવનાને જીવનમાં વ્યાપક બનાવો. આ કુમળી વયના મહાસતીજીને તપ જોઈને પણ મનમાં ભાવના થવી જોઈએ કે એ મા ખમણની ઉગ્ર સાધના કરે છે તો હું અમ-- છઠ્ઠ તો કરૂં? તમે જોયું ને? આ બધા કેટલા તપસ્વીઓ પ્રતાપભાઈ વિગેરે ઘણાં ભાઈ-બહેને જોડાયા છે તે રીતે તમે પણ જોડાવ.
વિચાર કરો. જીવે આહારસંશાને પિષવા માટે શું નથી ખાધું? કેટલું ખાધું છે એને કંઈ હિસાબ છે? ગત જન્મની વાત છેડી દે. આ જન્મમાં પણ કેટલું બધું તેનું લીસ્ટ કર્યું છે? આજ સુધીમાં કેટલી જેટલી અને કેટલા મિષ્ટાન્ન ખાધા ! જો એ બધું ભેગું કરવામાં આવે તો એક માટે ઢગલે થઈ જાય શાક ઓછામાં ઓછું કેટલું ખાધું? બે ત્રણ ટન જેટલું ને બીજી વસ્તુઓ તે અલગ, છતાં હજુ તૃપ્તિ થઈ? આ પેટ દેવાળીયું અને દુકાળીયું છે. કેઈ માણસ દુકાળમાંથી આવ્યો હોય ને તેને