________________
૫૨૬
શારદા સરિતા
કહે છે ભાઈ! કયાં સુધી ઉઘરાણી ઉઘરાણી કરશે? આ જીવન તો પાણીના પૂરની જેમ ચાલ્યું જાય છે. ત્યારે પેલે ભાઈ કહે છે સાહેબ! આપની વાત સાચી છે. પણ અમારે ગામડાની ઘરાકી રહી. એ ગામડાના માણસો હું દીક્ષા લઈને નીકળી જાઉં પછી છોકરાઓને કેઈ દાદ દે નહિ. એટલે હું ઉઘરાણું પતાવીને નીકળું. આમ કરતાં બીજા ત્રણ – ચાર વર્ષ કાઢી નાખ્યા અને ઉઘરાણી પતાવતાં પહેલા કાળ રાજાએ એની ઉઘરાણી કરી લીધી. પાંચ વર્ષ એણે વિગયને ત્યાગ કર્યો પણ ચારિત્ર લઈ શકો નહિ ને મૃત્યુ આવી ગયું. મૃત્યુ થતાં ઉઘરાણું તે ઉભી જ રહી ને?
દેવાનુપ્રિયે! તમે પણ એમ જ કહે છે ને કે આ વર્ષે નહિ આવતા વર્ષે ધર્મધ્યાન કરીશું. હમણું પેઢી બરાબર વિકસાવી લઈએ. દીકરાને બરાબર ઠેકાણે પાડી લઈએ પછી ધંધામાંથી નિવૃત્તિ લઈને ધર્મારાધના કરીશું. પણ ખબર છે કે ત્યાં સુધી જીવી શકીશું? પેલા ભાઈ મરી ગયા ને ઉઘરાણી તે ઉભી રહી ગઈ. જ્યાં ચારિત્રના ભાવ આવ્યા ત્યાં ઉઘરાણી પતાવવાનો વ્યામોહ શા માટે હવે જોઈએ! કેડની સંપત્તિ આપવા છતાં જે ચારિત્ર ન મળે તે પાંચ-દશ હજારની તુચ્છ ઉઘરાણી માટે ગુમાવ્યું ને અનંતભવથી જીવ કર્મ બંધન કરતું આવ્યું છે. તેને નાશ કરવા માટે મનુષ્યનું આયુષ્ય અલ્પ છે. માટે કર્મને નાશ કરવા માટે તપ-સંયમ આદિ ધર્મકિયાઓ વિના વિલંબે કરવી જોઈએ. આપણે ત્યાં કર્મ નિર્જરાને અર્થે બંને નાના સતીએ બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજી જેમને આજે રમે ઉપવાસ છે અને બા. બ્રા. નવદીક્ષિત ભાવનાબાઈ મહાસતીજી જેમને આજે ૨૪મે ઉપવાસ છે તેઓ આત્માના ઉલ્લાસથી તપની સાધના કરી રહ્યા છે. તેમને એ વાત સમજાઈ ગઈ છે કે આત્મા ઉપર લાગેલા અનાદિ કાળના કમને ધોવા માટે તપ સિવાય બીજું કઈ સાધન નથી. મહાન પુરૂષ કહે છે
असारेऽमुत्र संसारे सारेयं हि तप : क्रिया।
विलम्बो युज्यते नात्र जीविते स्वल्प के सति ॥
આ અસાર સંસારમાં સારભૂત કિયા હોય તે તે તપ છે. કારણ કે કર્મોને તેડવાનું અમેઘ સાધન હોય તે તે તપ છે. માટે તમને જ્યારે ભાવ જાગે ત્યારે આરાધના કરી લો. તેમાં વિલંબ કરે નહિ. કારણ કે આપણું આયુષ્ય બહુ અલ્પ છે અને કર્મો અનંત જન્મના છે. જુના કર્મોને તેડવા માટે તપ અને આવતાં કર્મોને રોકવા માટે સંયમ તીક્ષણ શસ્ત્ર છે. જમાલિકુમારને કર્મોને તેડવાની લગની લાગી છે. માતાને મોહ, મૂંઝવે છે. એટલે અનેક પ્રકારે પુત્રને સમજાવે છે. પણ જેને જીવન ક્ષણિક લાગ્યું છે તે જમાલિકુમાર કહે છે માતા! જીવન કેવું છે તે તમે જાણે છે?
“ધુ માનિ , સંસારન સુવર્ણપ૩રાણ” અધ્રુવ છે, અશાશ્વત છે અને જેમાં જન્મ–જરા અને મરણના જાલીમ દુઃખ