________________
૫૧૮
શારદા સરિતા લાડકોડથી માતા-પિતાએ ઉછેર્યો હતો. મારું નામ લક્ષ્મીદત્ત હતું. મોટે થતાં મને સુશીલા નામની સંસ્કારી ઘરની સુશિક્ષિત કન્યા સાથે પરણાવ્યું. આખા ગામમાં મારા પિતાની વાહવાહ બોલાતી હતી, પણ માણસનું સુખ અને સંપત્તિ ક્યાં સુધી ટકી શકે? ધન અને યૌવન સંધ્યાના રંગ જેવા છે.
“વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ, પુરંદરી ચૅપ અનંતરંગ, શું રાચીએ જ્યાં ક્ષણને પ્રસંગ.”
પુણ્યદય પૂરે થતાં લક્ષમી લાત મારીને ચાલતી થઈ ગઈ. લક્ષ્મી તે ગઈ સાથે મારા માતા-પિતા પણ સ્વર્ગવાસી બન્યા. ઘરબાર વેચાઈ ગયા. પત્નીના દાગીના અને મૂલ્યવાન કપડા પણ વેચાઈ ગયા. નાનકડી રૂમ લઈને રહેવા લાગ્યા. આ રીતે સંપત્તિ જતાં વિપત્તિ ઉભી થઈ અને જીવન આપત્તિમાં ઘેરાઈ ગયું. કમરાજા નચાવે તેમ નાચવું પડ્યું. ધનના ઢગલા પર ઉછર્યો હતો પણ મારા કર્મો મારે ન કરવાની નોકરી કરવી પડી. માંડમાંડ અમારું પૂરું થતું હતું, પણ મારી પત્ની સુશીલા એટલે સુશીલા હતી. મને દુઃખમાં ખૂબ હિંમત આપતી. ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા છતાં મુખ ઉપર ઉદાસીનતા કે ખેદ ન મળે. હું ગભરાઈ જાઉં તે મને શિખામણ આપતી હતી પણ, જુઓ તે ખરા! કર્મની લીલા કેવી છે? દુઃખમાં આશ્વાસન આપનારી પત્ની સુશીલા બિમાર પડી. એક દુઃખ અનેક દુઓને ખેંચી લાવે છે. પત્ની બિમાર, નાનો પુત્ર અને મારે નોકરી જવું પડે. એટલે હું તે હેરાન હેરાન થઈ ગયે. જ્યાં ખાવાનું માંડમાંડ પૂરું થતું હોય ત્યાં દવાની તે વાત જ કયાં કરવી? અનુકૂળ દવા અને આહારના અભાવે મારી પત્નીને ટી. બી. થયે છે. કઈ સેવા કરનાર નથી. ટૂંક પગાર છે એટલે ઘરને ખર્ચ પણ માંડમાંડ પૂરે થાય છે. મને થોડા પૈસા આપે. પછી હું વધુ કામ કરીને વાળી આપીશ. આ સાંભળી શેઠ તે તાડૂકી ઉઠ્યા. તેમને તે પૈસા જોઈએ ને? પૈસા કંઈ મફત નથી આવતાં. પગાર ઉપરાંત એક પાઈ વધુ નહિ મળે. ખૂબ કરગર્યો ત્યારે માંડ થોડા પૈસા આપ્યા. - દેવાનુપ્રિયે! આજના શ્રીમતની ગાડી માંદી પડે તે એક ઘરના નેકરના પગાર કરતાં પણ વધુ પૈસા ખચી નંખાય છે. નાટક-સિનેમા અને મોજશેખમાં કેટલા પૈસા વપરાય છે. પણ નેકર માંદો પડે અગર તેના ઘરમાં કેઈ બિમાર પડે તે પગાર પેટે વધુ પૈસા આપતાં શેઠનું મન સંકેચાય છે. શેઠે છેડા પૈસા આપ્યા પણ એ ક્યાં સુધી ચાલે! પત્નીની બિમારીને કારણે નેકરી જવાનું કઈ વખત મેડું થઈ જતું. શેઠને ખ્યાલ હતો કે એની પત્ની બિમાર છે તેથી મોડું થાય છે છતાં ખૂબ ધમકી આપતા. એક દિવસ સુશીલાની તબિયત ખૂબ બગડી. પાસે પૈસા હેત તે નેકરી ન જાત પણ પરાધીનતાને કારણે એને મૂકીને મારે જવું પડયું. એક-બે દિવસ વધારે મોડું થયું એટલે