________________
૧૨૦
શારદા સરિતા
ચોરી કરવાનું મન થયું. ગરીબાઈના દારૂણ દુઃખ વેઠવા છતાં એના દિલમાં ડંખ છે કે ચારી કેમ કરાય? ચોરી કરી બીજાની વસ્તુ પડાવી લેવી એના જેવું બીજું કઈ અધમ કાર્ય નથી, પણ એવા દિવસો આવ્યા કે બિમારીમાં ઝડપાયેલી પત્ની ત્રણ ત્રણ દિવસની ભૂખી, બાળક દૂધ વિના ટળવળે અને પિતે પણ ભૂખે. બિમાર પત્નીની દવા ક્યાંથી કરવી? અંગ ઉપરના વચ્ચે પણ ફાટી ગયા છે. આ બધી વિષમતાના કારણે ચેરી કરવાનું મન થયું, ને ઘેરથી નીકળે, ચોરી ક્યાં કરવી? કોઈ ગરીબને ત્યાં નથી કરવી, કારણ કે શ્રીમતને ઘેરથી ૨૦૦) રૂા. જશે તો ખબર નહિ પડે, સાગર કે નદીમાંથી કઈ ગમે તેટલું પાણી લે તે ખૂટી જતું નથી પણ નાનકડા ખાબોચિયામાંથી પાણી લે તે બિચારું સૂકાઈ જાય, તેમ સામાન્ય માણસને ઘેર ચોરી કરૂં તો એની આજીવિકાને વાંધો આવે પણ ધનવાનને ત્યાં ચોરી કરું તો એને વાંધો નહિ આવે અને મારું કામ થઈ જાય. આ દઢ નિર્ણય કરીને ચોરી કરવા ગયે.
- ફરતો ફરતો એક હવેલી પાસે ગયે. મને થયું કે અહીં ચોરી કરું. એમ વિચાર કરી હું બારણા પાસે ગયે. દીવો બળતો હતો. બાપ દીકરાને આઠ આનાનો હિસાબ મળતું ન હતો એટલે વઢતા હતા. આ જોઈને મને થયું કે આ શેઠ આઠ આના માટે એના દીકરાને આટલો બધે ધમકાવે છે, તે હું એને ઘેર ચેરી કરું તે એનું હાર્ટ જ બેસી જશે. મારે આવા કંજુસને ઘેર ચોરી કરવી નથી. ફરતો ફરતે બીજો એક ધનાઢ્યને આલીશાન ભવન જે મહેલ હતો ત્યાં આવ્યો ને ત્યાં ચોરી કરવાનો નિર્ણય કર્યો. છાનામાના મહેલમાં જવાનો માર્ગ શોધવા લાગ્યા. ઉપર ચેરડામાં દિ બળતું હતું. તેના પ્રકાશમાં એક બારી ખુલ્લી જોઈ. પાછળના ભાગમાંથી બારી દ્વારા અંદર ગયે, તે મારા સદ્દભાગ્યે તિજોરીવાળો રૂમ આવી ગયો. ત્યાં ચાવીને મૂડો પણ પડે હતે. મને થયું કે જાણે મારા માટે મૂડ ન મૂક્ય હાય! ઝૂડ લઈને ચાવીથી કબાટ ખેલ્યો તે અંદર લાખ રૂપિયાનું ઝવેરાત અને સોનાના દાગીના હતા.
બંધુઓ ! આવા કિંમતી રત્નો અને દાગીના જોઈને કોને લેવાનું મન ન થાય? ચારની તે લેવાની બુદ્ધિ હોય. પણ આજ કાલ સારા માણસો પણ લક્ષ્મીની લાલચમાં લલચાઈને ચોરી કરે છે. આ કંઈ ચાર ન હતું. આ ચોરી કરવા આવ્યું ન હતું, જરૂર પૂરતું જોઈતું હતું. એ લક્ષમીની લાલચમાં લલચાયે નહિ. આટલા મોટા ભંડારમાંથી ફક્ત એક સોનાથી બંગડી લઈને તિજોરી ધીમેથી બંધ કરી દીધી. પણ એ શેઠને ભાઈ જાગતું હતું. તેને એમ થયું કે ઉપર કોઈ ચોર ગયે છે. એટલે તેણે બૂમ પાડીને કહ્યું ભાભી! તમારા રૂમમાં ચાર પેઠે છે તપાસ કરો. ત્યારે શેઠાણી કહે છે મારા રૂમમાં કદી ચેર આવે નહિ, છતાં તપાસ કરું છું. હું જ્યાં બંગડી લઈને ભાગવા જાઉં ત્યાં શેઠાણી જાગી ગયા ને હું ધ્રુજવા લાગે, કે નીચે બધા જાગી ગયા