________________
૫૨૨
શારદા સરિતા સ્વભાવ તે તમે જાણે છે ને? દરરોજ રાત્રે તેઓ વહેલા મોડા આવે છે. મધ્યરાત્રી થવા આવી છે. એટલે તેમના મનમાં એમ કે બધાને જગાડીને હેરાન કરવા તેના કરતા કૂદીને અંદર જતો રહું. એટલે તેઓ દિવાલ કૂદીને આવ્યા હશે અને આવીને તેઓ ઉંધી ગયા લાગે છે. મેં બધા રૂમે જોઈ લીધા છે તમે શાંતિથી ઉંધી જાવ. હવે કશેય ભય નથી. આમ સમજાવી શેઠાણીએ દિયરને રવાના કર્યા. બધા સૂઈ ગયા. કોલાહલ શાંત થયા એટલે મને જગાડીને કહ્યું ભાઈ! હવે તમે ખુશીથી જઈ શકે છે. પણ તમે આવા મોટા ભંડારમાંથી ફક્ત એકજ બંગડી કેમ લીધી? જેટલું જોઈએ તેટલું ધન લઈ જાઓ. આ તિજોરી તમારી છે. તમે જરા પણ સકેચ રાખશે નહિ. હું તમારી ધર્મની બહેન છું. ત્યારે મેં કહ્યું બહેન? મારે વધારે કંઈ લેવું નથી. મારે તે એક બંગડી પણ ઘણી છે. તમે મને સો રૂપિયા આપે તે બંગડી પણ નથી જોઈતી. ત્યારે શેઠાણી કહે છે ના. બંગડી તે લઈ જવી જ પડશે. '
બંગડી લઈને શેઠાણી પાસેથી નીકળી ઘર તરફ આવતો હતો. મનમાં આશાના મિનારા ચણે છે કે બસ, બંગડી વેચીને પૈસા લાવીશ. સુશીલાને દવા બરાબર કરાવીશ, બાબાને દુધ પીવડાવીશ એમ વિચાર કરતો કરતો પિતાને ઘેર આવ્યા. ઘરમાં જઈ પ્રસન્ન મનથી મેં સુશીલાના માથે હાથ મુક્ય ને કહ્યું–સુસીલા ! આજે તે હું ચોરીની ચોરી અને શાહુકારીની શાહુકારી કરીને આવ્યો છું. પણ સુશીલા બોલતી નથી. દીવાના પ્રકાશમાં સુશીલા તરફ જોયું તે સુશીલા અને બાબો બંને ચિર નિદ્રામાં પોઢી ગયા છે. આ જોઈ હું ખુબ રડે, ઝુર્યો, છેવટે પાડોશીની સહાયથી ભારે હૈયે બંનેના અગ્નિસંસ્કાર કર્યો. બધી ક્રિયા પતાવી પાછો ઘેર આવ્યું તે મને ઘર સ્મશાન જેવું દેખાયું. બંગડી લઈને શેઠાણી પાસે ગયે ને તેમને બંગડી પાછી આપી. તે શેઠાણીએ કહ્યું કે કેમ પાછી લાવ્યા? મારા ભાભી અને બાબો બંને મઝામાં તે છે ને? ભાઈ કહે છે બહેન બંગડી જેને માટે લઈ ગયો હતે તે તે મારા પહોંચતા પહેલાં ચાલી ગઈ ને સાથે બાબો પણ ગયે. આટલું બોલતાં બોલતાં હું જમીન ઉપર પટકાઈ ગયે.
બહેને કહ્યું ભાઈ ! આ બંગલો તારે છે. તું હવે અહીં રહે. તારી બધી જવાબદારી મારા માથે. ત્યારે મેં કહ્યું–બહેન! મારે તારા મહેલમાં રહેવું નથી. હજાર પુસ્તકો અને પાનાઓ વાંચવાથી જે વાત ન સમજાય તે આજે એક આઘાતના ફટકાથી સમજાઈ છે. મને સંસારની અસારતા સમજાઈ છે. હવે મારે તે આત્મકલ્યાણ કરવું છે એમ કહી બહેનના ચરણમાં પડી તેમના આશીર્વાદ લઈને હું નીકળ્યું. ત્યાં માર્ગમાં જૈન મુનિને ભેટે થયો અને તેમની સાથે હું ઉપાશ્રયમાં ગયા. તેમણે મને ધર્મને ઉપદેશ સંભળાવ્યા. મહારાજ ખુબ જ્ઞાની અને ગુણગંભીર હતા. મેં તેમની