________________
૫૦૬
શારદા સરિતા એક વખત ત્રણ ગધેડા છાલકા ભરીને જતાં હતાં. વચમાં નદી આવી. એક ગધેડાએ વિચાર કર્યો કે હું પાણીમાં બેસી જાઉં તે થાક ઉતરે, પહેલું ગધેડું છાલકા સહિત પાણીમાં બેસી ગયું તો ડીવારે તેનું વજન હળવું બની ગયું. ત્યારે બીજાને થયું કે હું બેસું. એ બેઠું તે એવું ભારે થઈ ગયું કે પાણીમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ પડયું. ત્રીજું બેઠું તો એની ચામડી ખદખદી ગઈ. તમને થશે કે આમ કેમ બન્યું? પહેલા ગધેડા ઉપર મીઠનું છાલકું હતું. પાણીમાં બેઠું એટલે મીઠું ઓગળી ગયું એટલે તે હળવું બનીને બહાર નીકળ્યું. બીજાના ઉપર રૂનું છાલકું હતું. રૂ પાણીમાં પલળ્યું એટલે વજન વધી ગયું એટલે એ બિચારું ઉભું થઈ શકયું નહિ અને ત્રીજું છાલકું ચૂનાનું હતું. ન ચૂને પાણીમાં પલળે એટલે એની ચામડી બળી ગઈ.
દેવાનુપ્રિય! તમે આવા ન બનશે. સંસારના કાદવમાં ખેંચી ન જશે. પણ સંસારમાં રહેવા છતાં જ્યારે સંસારથી છૂટું એવું લક્ષ રાખજે. જે સંસારના કાદવમાં ખે તે રૂના છાલકાવાળા ગધેડા જેવી સ્થિતિ થશે. માટે સમજીને પરિગ્રહના ભારથી હળવા બને. મોટા મોટા રાજાઓ અને ચક્રવતિએ સંસારમાં રહેવા છતાં કેરા કાગળ જેવા ન્યારી રહ્યા છે. આગળના રાજાઓએ પ્રભુનું રક્ષણ કરવા માટે યુદ્ધ ખેલ્યા છે, બધું કર્યું છે પણ સંસારમાં રહેવા છતાં વિષયે પ્રત્યેને વિરાગ હતો. સંસારમાં રહેવા છતાં એમનું લક્ષ મોક્ષ તરફનું હતું. અહીં પણ કંઈક પુણ્યવાન છે હશે કે એમના કર્મના ઉદયે ઉપાશ્રયે આવી શકતા નહિ હોય પણ એમનું મન ઉપાશ્રયમાં રમતું હશે. અને કંઈક એવા છે પણ હશે કે ધર્મસ્થાનકમાં આવવા છતાં એમનું ચિત્ત ઘર તરફ હશે. એનું કારણ હજુ વિષય પ્રત્યેથી વિરાગ પ્રગટ નથી. વિષય પ્રત્યે વિરાગ આવશે ત્યારે સંસાર કેદખાના જેવું લાગશે અને સગા-સબંધી બધા બંધનની બેડી રૂપ લાગશે ને સંયમ લેવાની લગની લાગશે.
' જમાલિકુમારને હવે સંસાર કેદખાના જેવો લાગે છે. પ્રભુની વાણી સાંભળીને હૃદય રૂપી તિજોરીની ચાવી હાથ આવી ગઈ. તિજોરીમાં અમૂલ્ય ભજનો ભરેલે છે પણ
જ્યાં ચાવી નહિ મળે ત્યાં સુધી તિજોરી નહિ ખુલે અને તિજોરી ખુલે નહિ ત્યાં સુધી અમૂલ્ય ખજાને હાથમાં આવે નહિ. જમાલિકુમારની તિજોરીના બારણાં ખુલી ગયા. અંતરને અમૂલ્ય ખજાને નીરખી લીધે. હવે આ બહારનો મામૂલી ખજાને તેને ગમે ખરે? જેમ પેલા ઝવેરીના છોકરાને હીરાની પારખ થતાં કાચને ટુકડો ફગાવી દીધે અને શેઠ પાસે ગયો. શેઠ કહે છે બેટા ! હીરે લા ? ત્યારે કહે છે કાકા ! એ તો કાચને ટુકડે હતે. શેઠ કહે છે બેટા! મેં જાણી જોઈને કહ્યું હતું કે તારા ઘેર હમણાં રાખી મૂક. જે તે વખતે હું એમ કહે કે આ હીરે નથી, કાચને ટુકડે છે તે ગરીબ અવસ્થામાં તમને એમ થાત કે કાકાએ દશે કર્યો. અહીં રાખે હેત તે પણ એમ