________________
શારદા સરિતા
૫૦૭ થાત કે હીરે બદલી લીધે હશે. પણ તું ઝવેરી બને તે તેને સાચા ખોટાની પિછાણ થઈ, તું હવે કદી ઠગાઈશ નહિ. છેક સાચે ઝવેરી બની ગયે તે ન્યાલ થઈ ગયે.
હે દેવાનુપ્રિયે ! આ બાહ્ય ઝવેરાત પારખનારા ઝવેરી તે બન્યા પણું હવે આત્માનું ઝવેરાત પારખનારા ઝવેરી બને. આત્માના સાચા ઝવેરી બનશે તે આ સંસારના કાચના ટુકડા જેવા સુખમાં કયાંય ઠગાશો નહિ. જમાલિકુમાર માતાને કહે છે માતા ! મને દીક્ષાની આજ્ઞા આપે. હું જલ્દી મારા પ્રભુની પાસે જાઉં ને જલ્દી ભવસાગરને તરી જાઉં. એના વૈરાગ્યને કેટલે વેગ છે. ત્યારે જમાલિની માતા વિલાપ કરતી શું કહે છે કે બેટા! તું મારે એકને એક પુત્ર છે. તું મને ખૂબ પ્રિય-મનહર અને મનગમત છે. તું આદરણીય અને અવલેકનીય છે. તારા પ્રત્યે મને બહુ માન છે. મારે મન તું રત્નને ભંડાર છે. મારું જીવન અને શ્વાસોચ્છવાસ તું છે. મારા હૃદયને તું તારા નામશ્રવણથી આનંદ આપનારો છે તે પછી તારા સાક્ષાત દર્શનની તે વાત જ ક્યાં કરવી? તારા મીઠા મીઠા બેલ સાંભળતાં મારું હૈયું હર્ષથી નાચી ઉઠે છે. માટે હે પુત્ર! અમે એક ક્ષણવાર પણ તારે વિયેગ સહન કરી શકતા નથી. માટે હમણું દીક્ષા લેવાનું નામ લઈશ નહિ. અમે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી તે ઘરમાં રહે અને રાજ્યસુખેને ભેગવ. અમારા મરી ગયા પછી તું મેટી ઉંમરને થાય, વંશ પરંપરાને સુરક્ષિત રાખનાર સંતાનવૃદ્ધિ કરે પછી નિરપેક્ષ બની શ્રમણ ભગવંત મહાવીર પ્રભુ પાસે ગૃહવાસ છોડી ચારિત્ર અંગીકાર કરજે. અત્યારે તારે સંયમ અંગીકાર કરવાનો સમય નથી.
અહીં બંને પાત્ર સામાસામી છે. એક કહે છે તે માતા! સંયમની ધૂન લાગી આતમ પ્યાસ જાગી, આપે મૈયા આપ મને દીક્ષાની શિક્ષા અરે આપ મૈયા.
ત્યાગની ઝોળી લઈને ખેળ પાથરીને જમાલિકુમાર માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે ત્યારે માતા કહે છે–
તું છે બેટા નાને, બેસી રહે ને છાને નહિ આપું (૨) તને દક્ષાની ભિક્ષા....અરે નહિ આપું... ભેગની વય છે તારી બેટા, ત્યાગની વાત છે ન્યારી, કર કન્યાની કુમળી કાયા, કંટક સમ લાગશે વાત તારી દિલમાં દુખ થાયે અતિ તારી વાતને સુણું... નહિ આપું, નહિ આપું તને દીક્ષાની ભિક્ષા (૨) સંયમની ધૂન લાગી, આતમ વ્યાસ જાગી. આ મિયા. બંને પાત્ર સામસામા કે સંવાદ કરે છે! જમાલિકુમારને સંયમપંથે જવું